________________
સમાચાર.
દીક્ષા છેડી સંસારી અન્યા:-અમદાવાદ, કાળુપુરમાં કાળુશીની પેરળમાં રહેતા રમણલાલ ડાહ્યાભાઈ નામના યુવાને આસરે દોઢ માસ પહેલાં ઘેરથી નાશી જઇ છાણી મુકામે મુનિ રામવિજય પાસે દીક્ષા લીધી હતી. આ દીક્ષા તેના માળાપની સંમતિ વિના આપવામાં આવી હતી. તે સાધુ થયા પછી કંટાળી ગયા હતા. અને નાસવાની તક શોધતા હતા, દરમીયાન એકાએક તે સાધુવેશ છેડી દઇને પાછે. અમકાવાદમાં આવતા જૈનેામાં ભારે સનસનાટી ફેલાવા
પામી છે. હાલમાં તે પોતાના પિતાને ત્યાં રહે છે. આવે! જ ખીને કિસ્સા ઝવેરીવાડમાં રહેતા એક યુવાને દીક્ષા લીધેલ તેણે પણ દીક્ષાને! ત્યાગ કર્યો છે.
અમદાવાદમાં પુનર્લગ્નઃ--અમદાવાદમાં જ્યાતિસંધમાં શિક્ષણુ લેતી વિધવા એન કસ્તુરીએ તા. ૨૬ ની રાતના એક વીશા શ્રીમાળી જૈન શાંતિલાલ પુરૂષાત્તમ સાથે લેડી વિદ્યાગૌરીના બંગલે પુનર્લગ્ન કર્યું" છે. શ્રીમતી કસ્તુરી રાહગામના વતની અને જ્ઞાતિએ વીશા ઓસવાળ જૈન છે. આ લગ્નથી જૈન સમાજમાં ખારે સનસનાટી ફેલાઇ ગઇ છે. મી. શાંતિલાલે ઇન્ટર સુધી અભ્યાસ કર્યા છે. અને તનપાળમાં કાપડની દુકાને બેસે છે. તેઓ લગ્ન કરી મુળજી તરફ ઉપડી ગય! હેાય તેમ જણાય છે.
એસવાળ જ્ઞાતિમાં સુધારક લગ્નઃ—નાગપુરખા નાગપુર અને યવતમાલના જાણીતા એકર સુરજમલ સુરાણાના પુત્ર મી. પ્રેમકરણ સાથે ભુસાવળના શેઠ પુનમચંદ નાહટાના પુત્રી પદમા કુમારી પુરાણી પ્રણાલિકા પડદા પધ્ધતિના ત્યાગ કરી લગ્નગ્રંથીથી જોડાયાં છે. ઉભય પક્ષ તરફથી ધર્માદા ખાતાંઓમાં રૂ. ૧૦૦૧] આપવામાં આવ્યા હતા. જે પ્રસંગે પુરાણી પ્રણાલીકાને તિલાંજલિ આપવાને લગતાં પ્રવચન થયાં હતાં.
તેમજ
જૈનમદિરમાં ચારી:-જબલપુર તા. ૨૭મીના રાજ ગિ મ્બર જૈનમદિરમાંથી તીર્થંકરાની પાંચ ક્રિમતિ મૂર્ત્તિ રૂપાના વાસણેાની ચેારી થઇ હતી. એમ જણાય છે " ચાકીદારની ગૅજહાજરીનો લાભ લઇને ચેારા મદિરના પાછલા બારણેથી પેસી પંદરેક તાળાંએ તેાડયા પછી લૂંટ ચલાવી હતી. મંદિરની તીજોરીને બંદુકથી તાડવાનેા પ્રયત્ન કર્યા પણ તેમાં નિષ્ફળ નિવડવાથી ઉપરની મૂર્તિ તથા ચીજો લઇ ચાલ્યા ગયા હતા. આ અનાવ પ્રત્યે રાષ દર્શાવવા સ્થાનિક નેએ સંપૂર્ણ હડતાલ પાડી છે. પોલિસ ચાંપતી તપાસ કરી રહી છે. આવા જ એક કિસ્સા તા. ૨૫ મીએ સુખમાં ભાયખાલા પર આવેલાં મોતીશાના જૈન વે. મદિરમાં અન્યા હતા. ઝવેરલાલ છેોટાલાલ નામના સખ્ત મદિરમાં દર્શન કરવાને ક્હાને ઘુસ્યા હતા અને મૂર્તિ ઉપરની ચાંદીની પ્લેટ વજન આશરે સા તેાલાથી વધુ અને આશરે રૂ. ૧૫૦ ની કિમતની ઉપાડી લીધી હતી. મૂર્તિ ઉપરની ચાંદીની પ્લેટ ઉપાડતાં તેના પર એક સખ્સની નજર પડી હતી. તેણે બૂમ પાડતાં તે પ્લેટને બાજુના કંપાઉંડમાં ફેંકી દઇ નાસવા જતાં રામેશીએ તેને
પકડી પેાલિસને સ્વાધીન કર્યાં હતા. ક્રાઈમ તેને તકસારવાર ઠરાવી આગળ નવસારી અને ગણુદેવી ખાતે ચેરીની સજા થયેલ હેાવાથી તેમ જ ચેારીને મુદ્દો મળવાથી એક માસની સખ્ત કેદની સજા કરી છે.
પટણી વી.શ્રી.ન્યાતનુ બધારણ ! મુંબઈમાં વસતા પાટણી જૈન વીશા શ્રીમાળી ભાઇઓએ તા. ૧૫-૭-૩૬ ના રાજ પહેલવહેલી એક મીટિંગ મેળવી પોતાની ન્યાતનુ બંધારણ ધડવા એક કમીટિ નીમેલી. કમીટિએ એ ખરડા તૈયાર કરી પાસ કરાવવા હીરાબાગમાં એમની ન્યાતની મીટિંગ ખેલાવેલી. પરંતુ મીટિંગના મોટા ભાગને ખરડા નહિ. ન્યાતમાં "કે, નહિ મંડળના, પશુ દુધ દહીયા જેવા લાગવાથી આખા ખરડો મીટીગે નામ ંજુર કરી સૌ
મધ્યરાતે વિખરાયા.
આંતરજાતીય લગ્નઃ-મહેમદાવાદના વતની કનૈયાલાલ ગાંધીએ ગમનગૌરી નાથાલાલ નામની યુતિ સાથે ધેાળકામાં લગ્ન કર્યુ” છે. વર દશાનાગર વણિક અને કન્યા દશા પોરવાડ વણિક જ્ઞાતિના છે.
જૈન આરોગ્ય ભુવનઃ–સુરતથી ખેરીવલી સુધીમાં હિન્દુ માટે એક પણ આરેાગ્ય ભુવન ન હેાવાથી ઝવેરી નગીનદાસ વીરચ'દ તથા તેમના અધુ મગનલાલ વીરચંદ તરફથી વલસાડ-તીલરાડ પર ચાલીશ હજારના ખર્ચે બંધાવી, તેનું નામ ‘ઝવેરી આરેાગ્ય ભુવન' રાખી તા. ૨૭-૨-૩૬ ના રાજ ધરમપુરના મહારાજાના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું છે અને તેને લાભ દરેક હિન્દુÈામના સાધારણ વ ચે તેવી ઇચ્છા ધરાવે છે.
ના૦ ગાયકવાડ તરફથી પ્રીતિભાજનઃવડાદરા પ્રન્નુમતિ મહેલના ચેાગાનમાં ના. ગાયકવાડ મહારાજા તરફથી હરિજનાને પ્રીતિભેાજન આપવામાં આવ્યું હતું. આ વખતે હિરજના સાથે રાજ્યના અધિકારી વગે` સહભાજન લીધુ હતું.
જૈન સુધારકો સાવધાન ! :—શાહ મેહિનલાલ પાનાચંદ (મુંબઈ) લખી જણાવે છે કેઃ હાલમાં જૈન વીશા શ્રીમાળી જ્ઞાતિમાંથી થેાડા એક સુધારક ગૃહસ્થાએ જ્ઞાતિમાં ચાલી આવતી અવ્યવહારૂં થઇ પડેલી જીની પ્રણાલીકામાંથી છૂટવા પાતાની જ્ઞાતિમાંથી રાજીનામું આપેલ છે. જીની અવ્યવહારૂ પ્રણાલીકા ક્રાઇ રીતે ચલાવી શકાય તેમ નથી. અને તેના તા નાશ કયે જ આપણા છૂટકા છે. પર ંતુ રાજીનામું આપવાની પ્રથા અસરકારક નિવડશે નહિ. પણ જ્ઞાતિની અ ંદર રહી સંગઠ્ઠન કરી વ્યવહાર સુધારાના અમલ કરી વ્યવસ્થિત ખંડ જગાવી અવ્યવહારૂ થઇ પડેલી જીની પ્રણાલીકાને પાષનાર જ્ઞાતિશબ્દનો નાશ કરે.
શ્રી મહાવીર જયંતિ:- ચૈત્ર સુદી ૧૩ ના રાજ શ્રી મહાવીર સ્વામિના દહેરાસરે ૫, ઋદ્ધિમુનિજીના પ્રમુખપણા નીચે ઉજ– આવવામાં આવી હતી જેમાં શ્રીમુબઇ જૈન યુવક સંધના માનદ્ મ ંત્રી મણીલાલ મેહોકમચંદ શાહે મહાવીરના સાધુજીવન અંગે સુંદર શબ્દોમાં વિવેચન કર્યું હતુ. તેમજ ખીજા વકતા તથા પ્રમુખે પણ વિવેચને કર્યા હતાં. અપેારે શાંતિનાથજીના દેરાસરે જયંતિ નિમિત્તે કુ. દેવકાંખેને સુંદર રાગ રાગણીથી પૂજા ભણાવી હતી.
· અમીચંદ ખેમચંદ શાહે એનેસ્ટી પ્રીન્ટરી, ૧૩૪-૧૪૨ ગુલાલવાડી, શ્રી નાથજી માળા, મુબઇમાં છાપી શ્રી મુંબઈ જૈન યુવક સંધ માટે ૨૬-૩૦ ધનજી સ્ટ્રીટમાંથી પ્રગટ કર્યું છે.