________________
સંગન.
Regd No: B.3220
રણ ની
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર.
- વાર્ષિક લવાજમ ૧-૮-૦
છુટક નકલ ૧ આને.
0
|
: : : તંત્રી : તારાચંદ કોઠારી ::
સી. નાયક પાત
વિષ ૨ જી : અંક ૨૦ મો.
રવીવાર તા. ૧-૩-૩૬
0 જૈન યુવક પરિષદ. W)
શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન યુવાન આલમનું દ્વિતીય અધિવેશન, રાજનગરમાં ચૈત્ર સુદી ૧૨-૧૩–૧૪, એપ્રીલ તા. ૩-૪-૫ શુક્ર, શનિ ને રવિવારના રોજ ભરાય છે. એ સ યુવાન નેંધી લે. એ એને માટે કર્તવ્ય બતાવવાના દિવસે છે. યુવાન બિરાદરો :
આપણી સમાજની સ્થિતિ દિવસે દિવસે ભયંકર બનતી જાય છે. રૂટીની જંજીરો સમાજને ભીંસી રહી છે. અંધશ્રદ્ધા ને વહેમ સમાજને પાંગળો બનાવી રહ્યાં છે. કહેવાતા ધર્મધુરંધરો ધર્મના નામે અનેક ઘરો ચલાવી સમાજના પૈસાનું પાણી કરાવી રહ્યા છે. બેકારીનું ભૂત સમાજને વળગી ચૂકયું છે. કેળવણી વિના સમાજ અંધકારમાં ગોથાં ખાઈ રહ્યો છે. જ્ઞાતિ સંસ્થાઓ સમાજના વિકાસને રૂંધી રહી છે. સમાજ શરીરને અનેક ભૂતાવળો વળગી છે.
એ તું જોયા કરીશ ?
એ ભૂતાવળામાંથી સમાજ શરીરને મૂકત કરી સશકત બનાવવા કમર કસીશ? બિરાદર !
જે તારે સમાજને સુદઢ બનાવવી હોય, તેનામાં પ્રાણ રેડી નવસર્જનનાં મંડાણ કરવાં હોય તે ભાગ્યની ભૂતાવળને દુર કરી નવયુગની નાબતે ગડગડાવા રાજનગરે યુવક પરિષદમાં ઉતરી પડ.
સમાજમાં પૈઠેલા સડાને નાબુદ કરવા યુવાન સિવાય કેણ સામનો કરી શકશે? ઉઠ:
સમય તને સાદ કરે છે.