________________
ન
ધર્મના નામે ધમપછાડા.
Reg. No. B, 2917 lele. Add. 'Yuvaksangh
પ્ર બ
જે ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
6
છુટક નકલ ૧ અને વાર્ષિક રૂ. ૨-૮-૦
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. , તંત્રી:-ચન્દ્રકાન્ત વી. સુતરીયા.
વર્ષ ૨ જું, અંક ૧૦ મિ. શનીવાર તા. ૪-૩-૧૯૩૩.
(
આટલું તો જરૂર કરો.
ત્યાગના બહાના નીચે બાળકોને ઉઠાવી જવાના એંકાવનારા કીસ્સાઓથી સમાજ ખળભળી ઉઠ હતો, અને સાધુશાહી તેને ઠેકરે મારી અટ્ટહાસ્ય કરી રહી હતી. તે વખતે સુધારાના પ્રખર હિમાયતી નામદાર ગાયકવાડ સરકારે પ્રજાના રક્ષણાર્થે સંન્યાસ દીક્ષા નિયામક નિબંધ બહાર પાડે છે. કે તમારા બાલ-બચ્ચાં તમને વહાલાં હોય, ધાડપાડુઓના પંજામાંથી તેમનું રક્ષણ કરવા માગતા હો તો, નિબંધને ટેકો આપવા
આટલું તો જરૂર કરો— : ૧ અગ્ય દીક્ષાના હિમાયતી સાધુઓ, તેમ તેમના તરફથી ફરતા - એજન્ટના કાવાદાવાથી ચેતતા રહો.
૨ જાહેર સભાઓ ભરી સહાનુભૂતિના ઠરાવો કરો. - ૩ સંસ્થાઓ તેમજ વ્યકિતઓ, તાર કે કાગળ દ્વારા સહાનુભૂતિના
સંદેશા મોકલો. તે દિવસે ગણ્યાગાંઠયા બાકી છે; અયોગ્ય દીક્ષાના હિમાયતીઓ ગામડે ગામડે ઘુમી અનેક જાળ બીછાવી રહ્યા છે. એટલે વખત ગુમાવ્યા સિવાય તમારા અંતર અવાજને માન આપી વાલી તરીકેની ફરજ અદા કરો.