________________
સંમેલનની સફળતા.
Reg. No. B. 2917. છુટક નકલ ૧ આને.
પ્રબ દ્ધ જે ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તંત્રીઃ રતિલાલ ચીમનલાલ કેકારી. સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ઈ
વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦
વષ ૨ જું, અંક ૪૫ મ. શનીવાર, તા૯-૯-૩૩.
અંતિમ વિદાય.
હાલા વાંચક
' આપ સૌએ દૈનિક વર્તમાનપત્રો દ્વારા જાણ્યું હશે, કે પ્રેસ એકટની ચુંગાલમાં પ્રબુધ સપડાયું છે. તા. ૩-૬-૩૩ ના ૨૧ મા અંકમાં છપાયેલ “અમર અરવિંદ” ની નવલિકા ના મુંબઈ સરકારના સ્વદેશ ખાતાને રાજદ્વારી હોવાની લાગવાથી, તેઓએ ત્રણ ત્રણ હજારની બે, એમ કુલે છ હજારની જામીનગીરી લેવાનું નકકી કર્યું; ને તા. ૧૪-૩૩ સુધી ભરી જવાને લગતે હુકમ સી. આઈ. ડી. ખાતાના ઇન્સ્પેકટર રા. સા. પટવર્ધન,
તા. ૫-૯-૩૩ ના બપોરના ૧૨-૩૦ કલાકે સંઘની ઓફીસમાં આવી તેના પ્રકાશક, મી. ગોકળદાસ શાહ ' તેમજ જે પ્રેસમાં છપાય છે તેના માલીક મી.' મનસુખલાલ લાલનને પહોંચાડી ગયા હતા, અને તેથી આમ
અણધાર્યા બનાવે “પ્રબુધ’ને સમાજની સેવા કરતાં ફરજીઆત. અટકવું પડે છે. વર્તમાન અંક “પ્રબુધ” નું છેલ્લું કિરણું છે. મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિના ઉત્સાહી સભ્યને આ પત્ર દ્વારા સમાજમાં જાગૃતિ, નિડરતા ને વિચાર શકિત ખીલવવા માટેના કામમાં અત્યાર સુધીમાં આર્થિક નેટીસો વિગેરેની ધમકીઓ અને રૂઢીચુસ્ત તરફથી નવા વિચારને પ્રવાહ અટકાવવા થતા પ્રયાસો વિગેરે મુશ્કેલીઓને અનેક રીતે સામને કરે પડે છે. છતાં એ બધી વિકટતાઓને હઠાવી યુવાનોના માનીતા પત્રને જીવંત રાખવા માટે તેઓએ તનતોડ મહેનત કરી જૈન સમાજને પ્રબુદ્ધ કંરવા ખૂબ જહેમત ઉઠાવી એ નીવીરવાદ છે. '
“અત્યારની આપણી ડામાડૅળ સ્થિતિ, મુનિ સંમેલન અને કોન્ફરન્સ ભરાવાના ભણકારા, યુવક મહા'મંડળની સ્થાપના, આ બધા સંગેમાં સમાજને આવા એક નીડર, સ્વતંત્ર સાપ્તાહિકની ખાસ જરૂર હતી, પણ સંજોગોએ ઘેરાવું પડયું. જેન સમાજમાં નિકળતા પત્રમાં આ રીતે પહેલું વહેલુંજ આ પત્ર બંધ થાય છે. અત્યારની પરિસ્થિતિ વિચારતાં બીજે ઠરાવ ન થાય ત્યાં લગી “પ્રબુધ્ધ ' બંધ કરવાનો નિર્ણય કરવામાં અવ્યું છે.'
, . પત્રકારત્વને પંથ વિકટ અને તલવારની ધાર જેવો હોય છે. તટસ્થ વૃત્તિ જાળવવા પ્રયત્ન કર્યો હશે, છતાં ય અજાણે કોઈને અન્યાય થઈ ગયો હોય, કઈ પણ વ્યકિતની આજ પર્યત લાગણી દુખાઈ હોય, અથવા ખોટું લગાડવાનો પ્રસંગ આવ્યા હોય તે એ માટે ક્ષમા માંગી લઉં છું.
“ પ્રબુધ્ધ” ના સંચાલન અંગે અનેક વાતો લખવાનું મન થાય છે, પણ વાંચક મિત્રો પાસેથી વિદાય લેતી વખતે એ અંતરની ઉમીએ, વેદનાઓ, હદયમાંજ સંયોગવશાત સમાવી દેવી પડે છે.
આજ પર્યત જેમણે પોતાની લેખન શકિત દ્વારા, યા અવનવા બનાવોદ્વારા વાકેફ કરી પ્રબુધ ખીલવવામાં ફાળો આપે છે, તેઓને તેમજ બેડમાંના હારા સહયેગી મિત્રોને અને જૈન ભાસ્કરોદય પ્રેસના માલિક શ્રી. મનસુખલાલ લાલન વિગેરેને સાથ લાગે ન હોત તે સાપ્તાહિક પત્રને આ બે નિયમિત અને આટલી સરળતાથી પાર પાડી શકત કે કેમ તે શંકાભર્યું છે, આમ જુદીજુદી દ્રષ્ટીએ મળેલા સૌના સહકાર બદલ સર્વને આભાર માનું છું.
અંતિમ વિદાય લેતાં પહેલાં વાંચકે સાથે મીઠો સંબંધ તૂટતાં ઉદ્દભવતે શેક, યત્કિંચિત સેવાના મળેલા લાભના હર્ષ સાથે મિશ્ર થાય છે; અને આંતરડ્ઝની પિકારે કે “પ્રબુદ્ધ” પ્રબુદ્ધ સ્વરૂપે અસ્ત ભલે થાય પણ તેના આંદોલને જેન જગતમાં અમર રહેશે.
ગ્રાહકે પ્રત્યે! છે આ પત્રનું ચાલુ વર્ષ વિજયાદશમીએ પુરું થાય છે. બે વર્ષની ઉજજવળ કારકીદી પછી ત્રીજા વર્ષના કંઈક અવનવા મારા ઘડાતા હતા, ત્યાં અકસમાતિક સંગેમાં અમારી વિચાર ધારા તૂટી, અને બે ત્રણ અંક પહેલાં પ્રબુદ્ધનું પ્રકાશન બંધ કરવું પડે છે. આશા છે કે આખીયે ઘટના ધ્યાનમાં લઈ આપ ખુટતા અંકના રૂણમાંથી યુવક સંઘને સુકત કરી અને સાથ આપશે.
રતિલાલ. સી. કોઠારી. તંત્રી, પ્રબુદ્ધ જૈન” '