________________
ઉષાનું આગમન...
Reg. No. B. 2917. છુક નકલ ૧ આ.
પ્ર બુદ્ધિ જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
તંત્રીઃ રતિલાલ ચીમનલાલ કઠારી. સહતંત્રીઃ કેશવલાલ મંગળચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ૬ વર્ષ ૨ જુ', અંકે કર મા.
વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ ) શનીવાર, તા. ૧૦-૬-૩૦.
– આશામય જગતું. –
અહો ! કુદરતની રમત કંઈ અજબ છે ! અગાધ સૃષ્ટિ સપાટી ઉપર અલૌકિક જાદુઈ શેતરંજી બીછાવીને તેના ઉપર પ્રત્યેક નરવાનરને નચાવનાર મહાન જાદુગર કે મદારીના હાથમાં : રમતી ચમત્કારી લાકડી તેજ સંસાર સાગરનાં મગરમચ્છ અને દેડકાંઓની અધિષ્ઠાતા દેવી-આશા ! * અજર અમરત્વના સિંહાસન ઉપર વિરાજમાન થવાનો પરવાનો દેનેજ અપાએલે છે
તે સર્વમાન્ય સત્ય છે પણ મહાન મદારીનાં માંકડાએ એ તેની જાદુઈ લાકડીનેજ દેવી માનીને ", “ભાઈ, આશા અમર છે.” અમરપટ લખી આપે છે. .
વિચારવંત સહેલાઈથી જોઈ શકશેજ કે બીછાવેલ પાટના સજીવ સેગઠા આશારૂપી મદીરાથી ગાંડા કરવામાં આવતાં નહોત તો તેની રમત ટુંક મુદતમાં સંકેલાઈ ગઈ હોત. ખેલાડી મહા ઉસ્તાદ છે. અને સોગઠાં દેવીના નિશામાં ચકચૂર છે ,
આશદેવીની પ્રતિભાશાળી પ્રચંડ છાયાથી આખું વિશ્વ આચ્છાદીત થયેલું છે. બિજનું રોપણ સુંદર વૃક્ષની આશામાં જ કરવામાં આવે છે. આ વૃક્ષ પાંચ વર્ષ માં ફળશે-તેને મધુરી કેરીઓ લાગશે-તેની ધટાદાર શિતળ છાયાતળે સૂર્યદેવના કેપથી છુપાઈ જવાનું બની શકશે–અસંખ્ય પક્ષિઓનું વિશ્રાંતિ સ્થાન બનીને તેમના કીલકીલાટ સંગીત ધારાથી આસપાસને પ્રદેશ સુવાસિત બનાવશે. અને તેના અમૃત ફળ ખાવા હું ભાગ્યશાળી આજથી પાંચ વર્ષે થઈશ. આવા આશામૃતનું પાન કરતો કરતો મનુષ્ય બીજા પણ કરે છે. ભાગ્યની સંપૂર્ણ કૃપા હોય, તેનું પ્રારબ્ધ પાંસરું હોય તો તેને પુરૂષાર્થ ખરેખર અમૃતજ નીકળે છે. પણ આધુનિક સમયમાં ઘણું ખરું બને છે તેમ “પ્રારબ્ધ યોગ, પ્રભુ કૃપા અને મનુષ્ય પ્રયત્ન” તે ત્રિપુટીનો સંયોગ ઘણા ઓછા પ્રમાણમાં થાય છે. અને જ્યાં ઉપર યુકત ત્રિપુટી ખરી મિત્રાચારીમાં આવી જાય છે ત્યાં મંગળ, મંગળ, અને મંગળજ વતિ રહે છે.
આશા દેવી પ્રસંગોપાત રૂપાંતર પામ્યા કરે છે. પુરૂષાર્થ હોય, પ્રારબ્ધ સાનુકુળ હોય, અને પરમાત્માની કૃપા હોય તે દેવી મંગળ સ્વરૂપે દર્શન દઈ મનકામના પુરે છે, પણ જે ઉપર યુક્ત ત્રિપુટીને યોગ્ય સંગ ન સધાયો હોય તે નીરાશા રૂપી અંધારપછેડે નાખીને માણસ ઉપર દુ:ખનું આવરણ નાંખી દે છે.
ગમે તેમ હોય, પણ એટલું તો નિઃશંક છે કે યોગ્ય દિશામાં યોગ્ય પુરૂષાર્થ દરિને આશા દેવીનું અર્ચન, શ્રદ્ધા પુષ્પથી કરવામાં આવે તો પુરૂષાર્થ વાડીમાં આપણો ઉસ્તાદ ખેલાડી પ્રારબ્ધ દેવી સાથે પ્રેમવિહાર કરવા આવ્યા વગર રહી શક્તા નથી. વાસ્તવીક રીતે “આશા અમર છે” ઉકતને જનક પુરૂષાર્થ છે. જ્યાં જીવન છે ત્યાં પુરૂષાર્થ છે, જ્યાં પુરૂષાર્થ છે ત્યાં આશા છે અને જ્યાં આશા છે ત્યાં અમરત્વ છે.'
- પ્રિય વાચક! સંસાર સાગરના અનેક અનિવાર્ય ખડક સાથે અથડાવાથી પણ જેજે હિંમત હા પુરૂષાર્થ છોડતો ! દુ:ખ ધરતો ! આશા દેવીનો કર છેડી તારું ઝહાજ ડુબવા દેતો ! ખબરદાર ! યાદ કરજે કે તું એક ઉસ્તાદ ખેલાડીનું મર્કટ છે અને એની મરજી અનુસારજ તારે વિવિધ વેશમાં ખેલ ભજવવાના છે.
–પી. જી. મહેતા.