________________
ચુવાન નવસૃષ્ટિને સરજનહાર છે.
Reg. No. B 2616.
મુંબઇ જેન ચુવક સંઘ પત્રિકા.
તંત્રી : જમનાદાસ અમરચંદ ગાંધી.
, અંક ૨૬ મે.
સંવત ૧૯૮૭ ના અ. અષાડે શુદ ૧૫ તા. ૩૦-૬-૩૧
એક મેળાવડા.
---(0)--
સ્ત્રી કેળવણીનાં સન્માન.
**=
શ્રીમતી વિદ્યાગુરી મૂળચંદ કાપડીઆને ખી. એ. ની છેલ્લી પરીક્ષા ઉભણુ કરવાને માટે અભિનંદન આપવાને એક મેળાવડા શ્રી. મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ સેાલીસીટ-ગોરવ રના પ્રમુખપણા નીચે માંગાળ જૈન સભાના હાલમાં રવિવાર તા. ૨૮-૬-૩૧ ના દિવસે થયે હતેા. ચી. વિશ્વ વ્હેન લાડુઆ શ્રીમાળી જ્ઞાતિના હાઇને આ પ્રસંગ તે જ્ઞાતિ તરફથી યાજવામાં આવ્યા હતા. અને જૈન જૈનેતર ભાઇ હૈનેની સારી ાજરી હતી.
ગૃહ
શ્રી, મોતીચંદભાઇએ શ્રી,દ્યાન્હેનને અભિત દન આપતાં કેટલીક પ્રાસંગિક ખાબાના ઉલ્લેખ કર્યો હતો. વિદ્યાહુને યુનીવરસીટી સેટસમેટ નામે એળખાય છે. તેમાં રહીને અભ્યાસ કર્યો છે. આપણા વિદ્યાર્થી એ માટે આપણી પાસે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સંસ્થા છે અને લાકાના કેટલાક શહેરમાં જૈન વિદ્યાર્થી ગૃહે છે ત્યારે ઉચ્ચ શિક્ષણ લેવા ઇચ્છા ધરાવતી બહેને માટે આવી કાંઇ સગવડ નથી. આ પ્રશ્નનો ઉકેલ આપણે ક્રમ લાવી સકીયે તે માટે હુ' આપ સાનું લક્ષ ખેંચું છું. સ્ત્રીએ કેટલુ શિક્ષણ લેવું? ગ્રહમાં તેનુ સ્થાન શું? જીવનયાત્રામાં તેને કાળા કેવા અને કેટલે હાઇ શકે ? વિગેરે પ્રશ્ના ઘણીવાર ચર્ચાઇ ગયા છે. સ્ત્રીશિક્ષણ માટે આજે વિરાધ નથી, હવે તે તેમના માર્ગોમાં નડતી મુશ્કેલીનું કઇ રીતે નિવારણ થઈ શકે અને કેંદ્રસ્થાન ધરાવતા મુંબઇ શહેરમાં આપણે કન્યાશિક્ષણ માટે શુ કરી શકીયે તે જોવાનુ છે,
*
લાડવા શ્રીમાળી કામને આપણે ભૂતકાળમાં ઘણા અન્યાય કર્યાં છે. જૈનધમ વર્ણ અને આશ્રમમાં માનતા નથી. કેઈ પણ વણુના સ્ત્રીપુરૂષ જૈન હે.ય તો તેએ અરસપરસ ખાનપાન તથા લગ્ન વ્યવહાર રાખી શકે છે. મે' જૈન વિદ્વાનેા તથા જૈન સાધુઓ સાથે ચર્ચા કરી છે પરંતુ તેમાં કાએ એ વ્યવહાર સામે વાંધે; લીધેા નથી. આપણા આ રાષ્ટ્રીય ઉત્થાન પછી આવતા પાંચ દશ વર્ષોમાં આપણી હાલની જ્ઞાતિએ રહેવાનીજ નથી માટે આપણી બધી પેટા જ્ઞાતિએ એકત્ર થઇ જવાની જરૂર છે.
ત્યારબાદ શ્રીમતી ગુલા^હેન, શ્રી. હિંમતલાલ ગણેશજી અન્નરી, શ્રી. મેાહનલાલ દલીયદ દેશાઇ, શ્રી, જગજીવનદાસ મેદી, પંડિત લાલન, શ્રી. વીરચંદ પાનાચંદ્ર વિગેરેએ પ્રાસંગિક વિવેચના કર્યાં હતાં.
છુટક નકલ : ના આના.
ગુલાબબહેને અશિક્ષણુને આગળ ધપાવવા ખુબ આગ્રહ કર્યાં હતા. શ્રી. અંજારીઆએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની હિમાયત કરી હતી, પરંતુ આસસ્કૃતિને દૃષ્ટ સમીપ રાખવાની એટલીજ જરૂર બતાવી હતી. શ્રી, જગજીવનદાસ મેદીએ વિદ્યાબહેનનાં શીલ,ગુણ, સ્વભાવ અને સરલ પ્રકૃતિના પરિચય આપ્યા હતા. શ્રી. મેાહનલાલ દલીચંદ દેશાઈએ જણાવ્યું કે વિદ્યબહેન ઉચ્ચ શિક્ષણ મેળવીને લાડુ આજ્ઞતિ તેમજ જૈન ક્રામનુ
વધાયું છે ઉદ્દયન મ ંત્રી વિગેરે એજ જ્ઞાતિમાં ઉત્પન્ન થયા હતા. શ્રી સગરાન’દસૂરીએ લાડુવા શ્રીમાળીને ‘મેદકીય’’ કહુયા છે તે ગંભીર ભૂલ છે. લાડવા શ્રીમાળી કાંઇ લાડવા ખાતા અથવા લાડવા ખાવાની ઇચ્છાથી જૈન થયા હતા તેવુ' નથી પરંતુ તે લાટ દેશમાં રહેતા તેથી તેમાંથી લાડવા વ્યુત્પન્ન થયેલ છે.
પતિ લાલને જણાવ્યુ` કે વિદ્યાંને પોતાના નામને સાર્થક કર્યું" છે, અને હુ' તે ખરૂ અભિનંદન વિદ્યાઅેનને વિદ્યાભ્યાસમાં પ્રેત્સાહન આપનાર તેમના માતાપિતા તથા કુટુંબીઓને આપું છું.
શ્રી. વીરચંદ પાનાચંદ શાહે જણાવ્યું' કે આપણા ગરીબ દેશમાં એકારીને કારણે આજે શિક્ષિત વર્ગ વિશેષ દેખાય છે પર’તુ દેશની વસ્તિના પ્રમાણમાં આપણે ત્યાં ભયંકર નિરક્ષ રતા પ્રવર્તે છે. વિદ્યાùન જેવા ચેડાં ગુજરાતી ગ્રેજ્યુએટ
બહેને આપણી નજરે આવે છે પરંતુ તે સંખ્યા ઘણીજ થાડી છે. આજે જૈન સ્ત્રીસમાજ તુજા ધણું। અશિક્ષિત છે શ્રી. વિદ્ય બહેત જેવાં સુશિક્ષિત બહુનાની સડાય લઈને આપણે આપણા સમાજને કેળવી દેશના પ્રશ્નને બહેનેા પાસે મુકવા જોઇશે અને તેના સહકારથી દેશ મુકિતને માગે વહેલે જઇ શકશે.
ત્યારઞાદ શ્રી મેાહનલાલ રતનચ'દ પારેખે માનપત્ર વાંચ્યું હતુ અને શ્રી બિંદ્યમ્હેને તેને બહુજ સુંદર અને ભાવભીની ભાષામાં જવાબ આવ્યા હતા. તેઓએ જણાવ્યું કે આપણા સમાજમાંથી ઉચ્ચ અશિક્ષણ માટેની ટીકા તદ્દન નાબુદ થઈ નથી, ટીકાની દરકાર કર્યો સીવાય માબાપોએ ઉચ્ચ આદર્શ લક્ષમાં રાખી પેતાની કન્યાએને ઉચ્ચ શિક્ષણુ આપવાની પરમ આવશ્યકતા છે. ‘- સ્ત્રીએ ઉચ્ચ શિક્ષઙ્ગ લીધા પછી ઘરકામ માટે નાલાયક બની જાય છે.' આ આક્ષેપના હું સદંતર ઇન્કાર કરૂં છું" અને મારી અગત અનુભવ પણ તેમ કહેવાને ના પાડે છે. જે વસ્તુ નેપાલીઅને કહી છે. તેનુ હું કરી સ્મરણૢ કરાવું છું કે તમારે દેશને ઉન્નતિને પંથે લઇ જવા હોય તો તમારા દેશની કન્યાઓને સારૂ શિક્ષણ આપે.
ત્યારબાદ પ્રમુખñ તથા વિ.મ્હેનને હારતારા આપ્યા હતા અને શ્રી ધરમચંદ દીપચંદ પારેખ તથા શ્રી છગનલાલ મેાતીચંદ્ર સાહ તરફથી સા. આમત્રિત ગ્રહસ્થાને આભાર માન્યા પછી મેળાવડા વિસર્જન થયા હતા.