SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ શાસન રક્ષક સાધુએ લો સુઈ જૈન યુવક સદ્ય પત્રિકા, અને વર્તમાન સમય. એ સમય સમયનુંકા કરે છે તેમ અત્યારે હિંદમાં નાની જે વસ્તી વીસથી પચીસ લાખની ગણાતી તેમાંથી લગભગ દસ લાખની રહી છે. તેનું કારણ તપાસવા બેસીએ તે ખરેખર એવાં ઘણાં કારણો મળી આવે કે જેથી હૃદય પણ બેસી જાય. જૈન ધમ માં મુખ્ય ગણાતા અંગામાં * શ્રાવક' એક મુખ્ય અંગ છે. અને તે અત્યારે ઘણીજ દુર્દશા ભોગવી રા છે. શ્રાવકા અસલથીજ વેપારી ગણાતા અને જેના નામની હાંક દુરના દેશના વેપારના બજારમાં વાગતી તેજ શ્રાવક અત્યારે ઘર ઘર ધધા. રેજગાર માટે ફાંકા મારતા નજરે પડે છે. ચાલુ કાળમાં જેમાં એવા સમ પુરૂષો નથી કે જે જૈન સમાજને પડતે બચાવી શકે, જૈન ભ્રમ'ના કેટલાક સાધુએ તો અત્યારે પોતાના ચેલા વધારવાના ધીકતા ધંધાને વધારવામાં મશગુલ છે. એક પછી એક ચેલા વધારવા તેનીજ જેને ચિંતા છે તેવા સાધુએ જૈન ધર્મી એનું શું ભલુ કરી શકવાના હતા. જૈન શસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સાધુએએ પેાતાના ગુરૂક્ષ્માની આજ્ઞામાં સદંતર રહેવું જોઇએ, એકજ ગામમાં એક કરતાં વધારે ચામાસું ન કરવુ જોઇએ તે ધર્મ આજ્ઞાને ઉચે મુકી જ્યાં સારૂં સારૂં ખાવા પીવાનું મળતું હોય તેવાં શહેરામાં બબ્બે ત્રણ ત્રણ ચેમાસાં કરે છે અને શિષ્યા વધારવાની પ્રવૃત્તિ ધના અનેક બહાનાં નીચે રચે છે ત્યાં શું ધમ સચવાવાના હતા. જે પંજાબ અને દક્ષિણમાં અત્યારે અને જૈન મટી ૮નેતર થઇ રહ્યા છે તે તરફ તે જૈન ધર્મોના શાસનરસીક રક્ષક સાધુઓ કરતાજ નથી. અને જ્યાં તેમને ચેન્નાએ વધારવાને પ્રખર 'ધે ચાલે તેમ હેાય છે તેવાંજ મુંબાઇ, સુરત, પાટણ અને અમદાવાદ જેવાં મેટાં શહેરમાં જાણીતા આચય અને પ્રખરજી વિચરે છે અને પોતાનાં પ્રખર પરિણામેા પ્રવર્તાવે છે. જૈન સાધુએ તો સદાએ શ્રાવકનુ શુભ ઈહરા હોવા જોઇએ પણ અત્યારના સમયમાં શાસનરક્ષક સાધુ પેાતાનુ ભલુ ઇચ્છનારા (દીક્ષા આપી ચેલા વધારનારા) છે. દીક્ષા આપતાં, ગમે તે કાર્ય કરવામાં, ગમે તેવા પરીગ્રહુ રાખવામાં પાછા હઠે તેમ નથી. જાણીના શાસનરક્ષક સાધુ પોતાના બચાવ માટે વોલન્ટીયર કાર અને દીક્ષારક્ષક સસ્થાઆ ચલાવવામાં, પેપરમાં લખવા લખાવવામાં જરાએ કમબંધન થતાં હોય તેવુ' માનતા નથી, તેવા શાસનરસીક સાધુએ તરથી જૈનના ભલાઓની આશા શું રાખી શકાય? આઝા દીના ચઢતા પુરમાં પણ શાસનરક્ષક સાધુએએ કંઇજ કામ કરી બતાવ્યું નથી. પણ ઉલટા તે સાધુએ જણાવે છે કે પહેલાં ધર્મ અને પછી દેશ." પણ તે શાસનરસી સાધુ સમજતા નથી કે જો દેશ હશે તેજ ધમ રહેશે, દ્ધિ તે ધુમ રહેવાને નથી; કેમકે જૈન સાધુઓના વ્યાખ્યાને સાંબળનારા જૂના શહેરમાં કે ગામડાઓમાં વસતા ન હેાન તે શું સાધુઓ જંગલમાં જઇને ઝ.ડને ઉપદેશ આપત ? માટે તેવા શાસનરસીક સાધુઓ, તમારા ખાટા દ્વવાદ છેડી દઇ, દેશના આઝાદીના સમયને અનુસરો તમારા રાજના હાજી હા કરનાર રાજીઆએને સમજાવે અને ધમ ધમ કરી મરતા શાસનપ્રેમીઓને ઉધે રસ્તે દોરવાનુ માંડી વળા—અને શ્રાવકાનુ શુભ ઈચ્છનાર જૈન સાધુ તરીકેની તમારી કુંજ અદા કરી. 1 સામવાર તા ૧૨-૧-૩૧ મુનિશ્રી રામવિજયજીને પ્રશ્ના (૧) ધી ય ગમેન્સ જૈન સામ્રાયટી ઉપર તમારે સંપૂર્ણ કથ્રુ નથી? (૨) ગયા વરસમાં જ્યારે સોસાયટીની વાલ’ટીયર કાર સ્વદેશ સેવા વગેરે સેવા કરવા જવા તૈયાર હતી ત્યારે તમે ઓર્ડીનન્સ કાઢી તેને અટકાવી નહેન્રી ? (૩) તમારે અને તમારા ગુરૂને શા માટે ત્રણ માસ અમેલા રહ્યા હતા? તેના કારણેા શુ હતા ? (૪) અપાશરામાં જે કાઇ તમને આડા અવળા પ્રા પુછે છે તો તમે તેને નાસ્તિક વગેરેની ઉપમા આપી તેને હડધુત કરી છે. તે તમને પ્રખર વકતાને શોભે છે કે ? (૫) તમારા શિષ્યે ખાદી ન પહેરે તે માટે તમે તેમને આધા આપેલી છે તે ખસ છે કે ? (૬) તમારા શિષ્યામાંથી એક જે અત્યારે ખાદી પહેરે છે. તેને ખાદી પહેરવા બદલ તમે શીક્ષા કરી હતી તે વાત ખોટી છે કે ? (૭) તમે સમય ધર્માંતે માને છે ખરા કે? (૮) તમે સમય ધર્માંતે ન માનતા હું તે શા માટે વીરશાસન અને જૈન પ્રવચન ચલાવે છે ? અને તેમાં અગ્ર લેખે લખે છે અને તેના પુફા સુધારે છે? અભિનંદન. અભિનંદવા માટે અમદાવાદમાં તા૦ જેલ મહેલમાંથી વિદાયગીરી મેળવી આવેલ નાન ૩૦-૧૨-૩૦ ના રાજ શ્રી જૈન સ્વયંસેવક મંડળ તથા શ્રી જૈન બાળ મ’ડળની સયુકત સ'રથા તરફથી જાહેર સભા રા. રા. શેઠે તેમદ કેશવલાલના પ્રમુખપણા નીચે મળી હતી. તે પ્રસંગે જેલમાં જઇ આવેલા જન સ્વયંસેવક મંડળના સભ્ય:–રા. રા. મંગળદાસ નથુભાઇ ખરીદીયા (કપ્ટન), છેટાલાલ હરીલાલ પરીખ, સેનાલાલ માંતીલાલ, કાન્તિલાલ મગનલાલ, કાન્તિલાલ ચમનલાલ તેમજ શ્રી જૈન ભાળ મડળના સભ્યો-લાલભાઇ ચંદુલાલ, કાન્તિલાલ પ્રેમચદ, વગેરેને અભિનંદન આપવામાં આવ્યું હતું. ભાઈ રતીલાલ સાકરચંદ જેએ યરેડા જેલમાં શહીદ થયા હતા તેના ફેટા ખુલ્લા મુકતાં તેમની ઓળખાણુ રા. રા. મગળદાસે આપી હતી. શહીઃ જાતે દશા શ્રામાળી જૈન હતા. મ`ડળના ચાર વર્ષથી સભ્ય હતા, પેતાની નાની વયમાં હાથ ચાલાકીના પ્રયોગે, બહુજ સુંદર રીતે કરી જાણતા હતા. ચાર ભાઈઓમાં કમાઉ હતાં તેમની વૃદ્ધ માતુશ્રીને તે ખેાટ પડી પણ તેઓએ હિન્દુસ્તાનના ઇતિહાસના ચોપડે અમરતા પ્રાપ્ત કરી છે તેમના આત્માને શાંતિ મળે. બાદ વંદે માતરમ્નું ગીત ગાઈ સભા વિસન થઈ હતી. અભિનક્રેન-શ્રી સ્થંભ તિથ જૈન મડળ મુંબઇની એક જનરલ મીટીંગમાં શ્રીયુત ચીમનલાલ દલસુખભાઇ શાહની કલાલ મુકામે થએલ ધરપકડ અને તેમને ત્રણ માસની પ્રાપ્ત થએલ જેલ માટે અભિનંદન આપવામાં આવ્યું હતું. : • લવાજમ : : વાર્ષિક (ટ. ખ સાથે) રૂા. ૨-૦-૦ સંઘના (સ્થાનિક) સભ્યા માટે રૂા. ૧-૦-૦ આ પત્રિકા અંબાલાલ આર. પટેલે ‘સ્વદેશ’ પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા બીલ્ડીંગ, મસ્જીદ બંદર રોડ, માંડવી, મુંબઇ ૩ માં છાપી અને જમનાદાસ અમરચંદ ગાંધીએ ન. ૧૮૮, ચટાઇવાળા ખીલ્ડીંગ, મસ્જીદ બંદર રોડ, માંડવી, મુંબઇ ૩ ગધેથી પ્રસિદ્ધ કરી છે.
SR No.525916
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1931 Year 02 Ank 01 to 32 - Ank 09 21 and 29 is not available
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1931
Total Pages176
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy