________________
ચુવાન નવસૃષ્ટિને સરજનહાર છે.
મુંબઈ જેન
યુવક
તંત્રી : જમનાદાસ અમરચંદ ગાંધી.
વર્ષ ૧ લુ.
“સાંજવત માનમાં પ્રગટ થયેલ
સંવત ૧૯૮૬ ના પાષ વદી ૧૩. તાઃ ૨૭-૧-૩૦
રા. ક્રાંતિની લેખમાળા સબંધી નિવેદન.
શ્રી મુંબઇ જૈન યુવક સંધના આશ્રય તળે એક લેખમાળા ગયા છે સાત' મહીના થયાં સાંજવત માનમાં પ્રગટ કરવામાં આવતી હતી. તેના કુલ ૨૬ મણકા છે અને દરેક મણકા સામાન્ય રીતે દર સામવારના અંકમાં પ્રસિદ્ધ થતા હતાં; આ લેખમાળા હવે પુરી થઇ છે અને તેને પુસ્તકાકારે પ્રગટ કરવા માટે ઘટતી તૈયારીઓ થઈ રહી છે.
જૈન સમાજમાં પુર જોસથી પ્રસરી રહેલી યુવક હીલચાલને વધારે પુષ્ટ બનાવવાના હેતુથી, વમાન સમયની જૈન સમાજની જરૂરીઆત ધ્યાનમાં રાખીને, સમાજમાં સળગી રહેલા મહાન પ્રશ્નનેાની તેમાં ચર્ચા કરવામાં આવી છે અને તેમાં દર્શાવેલા વિચારો પર છુટથી ઉહાપાત કરી, તે સર્વ પ્રશ્નાને બનતા નીકાલ કરવા સમાજ નેતાઓને અને ખાસ કરીને યુવાને તેમાં આવ્હાહન કરવામાં આવ્યું છે.
આવી જાતની ચર્ચામાં વિચાર ભેદ અને મત ભેદને જરૂર સ્થાન છે. મજકુર લેખમાળામાં જણાવેલા સ વિચારો અને સ` લોલા સાથે શ્રી મુંજી જૈન યુવક સંઘ અક્ષરશઃ સહમત છે એમ કોઇએ માની લેવાની જરૂર નથી. અલબત્ત, આ યુવક સંધ વિચાર સ્વાતંત્ર્યમાં માનતા હોઇને, સમાજ શાસ્ત્રના નિયમાને અનુસરીને નીડરતાથી સચેટ દલીલ સાથે લખાયેલી આવી લેખમાળાને જરૂર ઉત્તેજન આપે છે અને ભવિષ્યમાં આપતા રહેશે. આવી લેખમાળાના ઉદ્દેશ યુવસ'ઘના મતવ્યા દર્શાવવા કરતાં, સમાજના દૃઢ પ્રનેા ઉપર બુદ્ધિગમ્ય નવીન વિચારોને પ્રકાશ ફેંકવાના છે.
આશા છે કે આ લેખમાળા જ્યારે પુસ્તકાકારે પ્રગટ થાય ત્યારે તેના અભ્યાસ કરવા દરેક જૈન યુવક તૈયાર રહે અને તે સંબંધમાં પેાતાના વિચારે અને નિર્ણય સમાજ આગળ મુકી સમાજને યોગ્ય રીતે દરે.
લી.
સંઘ પત્રિકા.
નગીનદાસ જગજીવનદાસ શાહ, ઓધવજી ધનજી શાહુ જમનાદાસ અમરચંદ્ર ગાંધી. વાડીલાલ આગાલાલ શાહ,
મંત્રી : શ્રી જૈન યુવક સંધ,
Reg. No. B, 2616.
અંક ૫ મે.
કાન્ફરંસ માટે સાસાયટીની ખટપટ.
નીચેના પત્ર ઉપરથી પડતા પ્રકાશ
તમારે બીજો પુત્ર નથી. ધડીયાળી અત્રે અધું સાહિત્ય આપવા માટે તૈયાર છે અને લગભગ એક આખા અંક ભરી શકાય તેથી વધુ સાહિત્ય તથા બ્લેક ડાયરી પુરૂ પાડવા તૈયાર છે પણ તમારા તેમના ઉપર ડાયરેકટ પત્ર માગે છે તે તેને માટે બટતું કરશેા. તાર કે પત્ર જે ઠીક લાગે તે તેમના ઉપર ડાયરેકટ લખશે એટલે તે સંબંધમાં ઘટતું જરૂર થશે. પ્રમુખને પુજ્યશ્રી સાથે મેળવી શકાય તેમ નથી. દૈનીક પત્રના પ્રતિનિધિ સાથે વાતચીતને પ્રસંગ તેમની ‘સાથે થેાજી શકાય. ઉપયોગી હોય તે પ્રગટ કરવા, આને માટે પણ ઘડીયાળીને લખરો.
આવતી કાલે રાતે સેાસાયટીની મીટીંગ છે; પ્રતિનિંધિ એની ચુટણી માટે જીવાભાઇ ત્યાં કેશરીચંદ આવી ગયા છે. નગીનદાસ શેઠ કાલે આવવા વકી છે. બાપાલાલ પણ કાલે આવશે. પ્રતિનિધિ તે ચુંટાશે પણ મુળ વસ્તુ માટે બાપાલાલ હજી કાલે આવશે ત્યારે બધુ બનશે, કારણ બધે વાંધા તેમાં આવી પડે છે.
રૂ. ૮૬૦૦૦) સબંધીની રકમ અત્યાર સુધી કાન્સે વસુલ કેમ કરી નહીં અને તે સંબંધમાં કેન્દ્ર એપીસના માસિક સેકડા રૂપીયાના ખરચે તાં ાની ભુલથી તે રકમ વસુલ થઇ નથી તે સંબંધમાં તપાસ કરવાને આ કાન્ફ્રન્સે એક કમીશન નીમવું, આવે ઠરાવ સુરતની સેાસાયટી તરફથી તરત માકલી આપશે.’
ચુવાની પ્રાથમિક સભા,
યુવકોની પ્રાથમિક સભા જે તા. ૬-૭ ફેબ્રુઆરી માહુ સુદ ૮-૯ ગુરૂ-શુક્રવારે મુંબઇ ખાતે ભરવાનુ નક્કી” કયુ છે તેના આમત્રણા અપાઇ ગયા છે; તેમાંથી ઘણાખરાને સહુ કાર આવી ગયો છે. પ્રતિનિધિઓના નામે જેએએ હજા સુધી ન માકલ્યા હોય તેએને તુરત માકલી આપવા વિનંતી છે. ઉતારા માટે જે ભાઈઓને સગવડતા ન હોય તે અમેને તુરત જણાવશે કે જેથી યોગ્ય સગવડતા કરી શકાય.