________________
યુવાન નવ સૃષ્ટિને સરજનહાર
- Reg. No. B 2016
મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા.
તંત્રી–જમનાદાસ અમરચંદ ગાંધી.
-
અંક ૧ લે.
સંવત ૧૯૮૬ ના માર્ગશીર્ષ વદ ૦)) સામવાર
તા. ૩૦-૧૨-૨૮ ,
0 લવાજમ છુટક નકલ
અડધે આને,
યુવકોને આહવાન. બંધુઓ!
* આજે સાથે સમાજ પરિવર્તન યાચી રહ્યો છે, તેની ચારે તરફ કાંતિનાં પૂર ફરી વળ્યાં છે, સ્થિતિચુસ્તતા અને ધર્માધતાની દિવાલે જમીનદોસ્ત થતી જાય છે, સારી આલમમાં પરિવર્તનયુગને - ઉદય થઈ ચૂક્યો છે. આ પરિવર્તન યુગમાં યુવકો ઉપર મહાન જવાબદારી આવી પડી છે. સૌથી પહેલાં તો આજે યુવક શકિતને ભિન્ન ભિન્ન સ્થાનોમાં નિરર્થક હાસ થઈ રહ્યો છે, તે ન કરતાં સમગ્ર સમાજની યુવક શક્તિને એકત્રિત કરી પ્રચંડ શકિત ઉત્પન્ન કરવાની ખાસ અગત્ય છે. યુવક એટલે સયમી ધેરા તેનામાં અઘટિત ઉદ્ધતાઈ ન શોભે, યુવક એટલે બળવાખોર પણ તે અજ્ઞાનતા, રૂઢિચુસ્તતા, અને સમાજોતિબાધક તત્વો સામે. યુવક એટલે સમાજનું નર, જે સમાજમાં યુવાન લેાહી નથી વહેતું એ સમાજ, સમાજ નંહિ પરંતુ હાડકાંને ઢગલો કહીએ તો જેરાએ અતિશકિત નહિ થાય. યુવક શકિતનું માપ ઉંમર ઉપર નથી પરંતુ કાયર ઉપર છે. ૨૫ થી ૩૦ વરસની ઉંમરને એક માણસ કે જેમાં બીલકુલ ઉત્સાહ ને હોય, અને પિતાની શક્તિને કશે સદુપયોગ ન કરે, તે તેવા માણસને યુવક કહે એ વાંધા ભરેલું છે, પરંતુ ભલે ૬૦ થી ૭૦ વરસને વૃદ્ધ (old man) હોય છતાં તેનામાં ઉત્સાહ હોય કાર્ય કરવાની ધગશ હાય અને પરિવર્તન યુગને અનુસરીને સમાજોત્કર્ષ સાધવાની ભાવના હોય તો તે યુવક છે, એમ હું માનું છું આવા યુવાનોને જુને ચીલે ચાલવાનું પસંદ ન હોય. તે તો સલામત અને સરલ માર્ગ શોધે, સમાજોન્નતિ માટે મરી ફીટવાનું પણ પસંદ કરે,
આજે સમાજમાં અનેક પ્રકા ખડા છે જેને હજુ સુધી ઉકેલ થયે નથી, જેવાકે દીક્ષાનો મહાન પ્રત, બેકારીને પ્રશ્ન, બાળલગ્ન અને વૃદ્ધલગ્નને પ્રશ્નન, સંઘ સત્તા, અને તેવા નાના મોટા અનેક પ્રશ્નો અણખેડાએલા પડયા છે. તેનો વ્યવસ્થિત તોડ કાઢવા જોઇએ અને તે યુવકેજ કરી શકે તેમ છે. આ પ્રશ્નો યુવકે એ પહેલી તકે હાથ ધરવાની જરૂર છે.
રાષ્ટ્રીય બાબતમાં તો આપણે ઘણુંજ પછાત છીએ જ્યારે સમસ્ત રાખ્યું એકત્ર થઈને પરાધીનતાની ધૂંસરી ફગાવી દઈ સ્વતંત્ર થવાને મરી ફીટવા પણ કટિબદ્ધ થઈ રહ્યું હોય ત્યારે આપણને ઉજમણાં, જમણવાર, રંગરાગ કે સંઘ કાઢવાનું કેમ શોભે એ સમજી શકાતું નથી. પરાધીન રાષ્ટ્રનાં સમાજોએ કદિએ ઉન્નતિ કરી હોય તેમ સાંભળ્યું છે? જૈન સમાજની 'જ્યારે જ્યારે ઉન્નતિ થઈ છે, ત્યારે રાષ્ટ્રની લગામ જૈનોના હાથમાં હતી એ ભૂલવું જોઇતું નથી. રાષ્ટ્રસ્વાતંત્ર્ય વગરની ઉન્નતિએ ઉન્નતિ નથી પણ અવનતિનું મૂળ છે, એટલે આપણે જે ઉન્નતિના ઉપાસક હાઇએ તે આંતરિક ઝગડા , એને બાજુએ મૂકી રાષ્ટ્રની સ્વતંત્રતામાં ફાળે આપવાની જરૂર છે.
* સમગ્ર જગતમાં આજે ક્રાંતિની ઉદુષણ થઈ રહી છે, સ્થળે સ્થળે એક હસત્તાને નાશ થઇ રહ્યો છે, રાષ્ટ્રીય પરાધિનતાની જંઝરે તોડી સ્વતંત્ર ર થઈ રહ્યાં છે, અને સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછીજ સામાજીક બાબતનો ઉકેલ થઈ રહ્યો છે, આજનું તુકી તેને માટેનો પુરાવે છે. રશીઆએ પણ એજ પસંદ કર્યું છે. અને ભારત પણ પોતાની સિદ્ધિ માટે કદાચ એજ રસ્તો ગ્રહણ કરે તો તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી.
સ્વતંત્રતા મેળળવી એ સુગમ નથી, તેમાં તો મોઘામૂલાં અનેક બલિદાન આપવાં પડે છે,. સત્તાપ્રિય નરરાક્ષસે અનેક નિષેની કલ ચલાવે છે, અને સ્વાતંત્ર્ય દેવીનું ખપ્પર લેહીથી તરબોળ કરી નાંખે છે સ્વાતંત્ર્યના ઉપાસકો એ કટીમાંથી પસાર થવા છતાંએ જ્યારે પિતાના ધ્યેયમાં અડગ રહે છે ત્યારેજ સ્વાતંત્ર્ય દેવી વરમાળા આપે છે. રશીયા, તુર્કસ્તાન, આયેલiડ અને ચીનના સ્વતંત્રતાના ઇતિહાસ જ્યારે વાંચવામાં આવે ત્યારેજ સ્વાતંત્ર્યના માટે કેવા ભેગે આપવાની જરૂર છે તેને આછો ખ્યાલ : આવી શકે. હવે વાત કરવાનો જમાને ચાલી ગયો છે પરંતુ કરી બતાવવાની જરૂર છે. આમ પરિવર્તન, યુગમાં યુવકોએ પિતાનું ધ્યેય નક્કી કરી એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે વ્યવસ્થિત કાર્યમાં લાગી જવું જોઈએ. ' '
– મયુર.