________________
યુવાન નવ સૃષ્ટિના સરજનહાર છે.
સાગર મત સમીક્ષા.
Reg. No. B. 2016
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
અંક ૪ થે.
સંવત ૧૯૮૫ ના ભાદરવા વદ ૩ શનીવાર
તા. ૨૧-૯-૨૯
લવાજમું છુટક નકલ
અડધી આને.
નવ્ય યુગને સિદ્ધાન્તવાદ.
સમય-ધર્મની હાકલ. (ાજક--ન્યાયવિશારદ-ન્યાયતીર્થ શ્રી ન્યાયવિજયજી મહારાજ ). (૧) જૈનધર્મ વિષે મને દઢ શ્રદ્ધા છે. જિંદગી પંર્ગત તે ઉપર મક્કમ રહીશ. (૨) આરોગ્ય, સંયમ, વ્યાયામ અને સુશિક્ષણ એ જીવન-વિકોશનાં મહાન સાધન છે, એમ મારે દૃઢ વિશ્વાસ છે. '
અને તેના અર્થે મારાથી બનતું કરીશ. . ' . . (૩) અન્યાયનું પગલું ભરી સંઘમાં કુસંપ નહિ રાખીશ. (૪) રાષ્ટ્રીય પ્રવૃત્તિની કોઈ પણ હીલચાલમાં હું ન જોડાઉં, એ જુદી વાત, પણ તેનો વિરોધ તે કદી- મનીશ ' .
નહિ બલકે તેવી યોગ્ય પ્રવૃત્તિને યથાશકિત સમર્થક રહીશ. (૫) આજના નોકારશી, કે જમણવારમાં પૈસા વેરવા કરતાં કેળવણીમાં કે સાધર્મિક બધુઓના ઉદ્ધારમાં ,
Lઆપવો બહુ જરૂરી અને વધારે લાભદાયક છે, એમ હું માનું છું... ૬) પેટા-જ્ઞાતિઓને તેડવામાં મારાથી બનતું થઈ. શકશે તે ચૂકીશ નહિ. (૭) જૈન ફિરકાઓની એ કસંપ થવામાં સમાજ અને શાસનનું ભલું જોઉં છું. (૮) કતામ્બર-દિગમ્બરેના ઝગડા હોલવાઈ જઈ તે બન્ને પરિવાર એકય-સૂત્રમાં બદ્ધ થતા જૈનધર્મને સહાન
ઉત્કર્ષ થાય એમ હું માનું છું. . (૯) નબળી ગણાતી જૈન વણિક કામમાં નબળાઈ અને કાયરતાને ખંખેરી નાખવા સારૂ વ્યાયામની વિશેષ
જરૂરીઆત જોઉં છું. ' (૧૦) રડવા-કુટવાના દુષ્ટ રિવાજને વખોડી કાઢું છું. (૧૧) દેશમાં ખાદી અને રેરીઆને પ્રચાર દેશના ભલા માટે સરસ માર્ગ છે એમ હું માનું છું. (૧૨) સંતાડી-ભગાડીને, ધાંધલ ઉભી થાય એવી બાળ-દીક્ષા કે અગ્ય દીક્ષાના કાર્યની હું વિરૂદ્ધ છું, (૧૩) મયો પાછળ દોડે કે ખર્ચ કરે ગેરવ્યાજબી સમજું છું. (૧૪) લગ્નાદિ પ્રસંગમાં આડંબરે બતાવવા પાછળ પૈસો નહિ વેડતાં પરોપકારમાં ખર્ચા ધર્મની શોભા
વધારવી ઉચિત સમજું છું. (૧૫) સ્વચ્છતા અને સુઘડતાના નિયમ પર ધ્યાન આપીશ. (૧૬) બાળલગ્ન, અનમેલ લગ્ન અને વૃદ્ધ લગ્નમાં શામિલ થવું એ પાપ માનું છું.. (૧૭) દેવદ્રવ્ય કરતાં સાધારણ દ્રવ્યને પુષ્ટ કરવાની વિશેષ આવશ્યકતા સમજું છું. (૧૮) કાણે-મકાણે જવાની અજ્ઞાન પ્રથા નાબુદ થવાની જરૂર જોઉં છું. (૧૯) હિસાજન્ય રેશમન ઉપગ દોષિત હોઈ, તે અનાવશ્યક વસ્તુનું વર્જન કરવું ઘટે. (૨૦) ત્યાગી મુનિવરોએ સામાજીક સુધારણું અને ગૃહસ્થાશ્રમની ઉન્નતિ અથે પણ સદુપદેશ આપે જરૂર
' છે એમ મારે દઢ મત છે. (૨૧) હલને બારીક વખત જોતાં સંધ-યાત્રા, ઉપધાન, ઉજમણુ વગેરેમાં વપરાતું ઘન જે વિદ્યાલય, ગુરૂકુળ, ' ' હોરપીટલ અને હુનરશાળા જેવી મહાન સંસ્થાઓ ઉભી કરવા પાછળ ખર્ચવામાં આવે તો સમાજ
અને શાસનને મહાન ઉદ્યોત થાય. (૨૨) એક “ જૈન બેન્ક ” બોલાય તે જુદાં જુદાં તીર્થો અને દેરાસર વગેરે સંસ્થાઓની અવ્યવસ્થિત ધનરાશિનો
વ્યવસ્થિત પણે સદુપયોગ થઈ શકે. અને એ સમાજના ઉદ્ધારને સબળ માર્ગ છે. (૨૩) પ્રામાણિક બનવા બનતા પ્રયત્ન કરીશ. શા કે (૨૪) સેવા-ધર્મ એ મહાન ધર્મ છે.
! પ્રિય વાચક! આ પુણ્યમય સિદ્ધાન્તના પંથે તારા જીવનને ઉન્નત બનાવવા તૈયાર થા ! ભાદરવા સુદ ૧ વિ. સં. ૧૯૮૫
શ્રી જૈન યુવક-સંઘ, વડોદરા.