SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ લેસ્ટર જિનાલયની ૧૦મી વાnિiઠઉન્ડાણી પ્રસંગે શુભ આશીવાદ... સંદેશ શ્રી લેસ્ટર જૈન સંઘ યોગ ધર્મલાભ દેવ-ગુરૂ કૃપાએ સુખમાતા છે. તમને પણ સદા હો. અમે વિહાર કરી જેસલમેર તરફ જઈ રહ્યા છીએ. લાભ મ રેગીસ્તાન જેવા રણપ્રદેશમાંથી પસાર થઈ રહ્યાં છીએ. શેઠ પ્રતાપભાઈ ભોગીલાલે મોકલેલો પત્ર મને બે ચાર દિવસ પૂર્વે મળ્યો, શરદભાઈ બખાઇના પત્રથી જાયું કે લેસ્ટરમાં તમે પ્રતિષ્ઠાની દશ વાર્ષિક તિથિએ મું પ્રભુભકિત મહોત્સવ ઉજવી રહ્યા છો. આવા ભારતથી દૂર વૃર્તિ અનાર્ય દેશમાં પણ તમે જૈનધર્મભાવનાને જીવંત રાખી છે અને મોટા પાયે ઉજવણી કરવાના છો તે ઘણી ઘણી મોટી આનંદની વાત છે. તમારા સર્વમાં ધર્મભાવના ણા જીવંત રહે અને ત્યાં રહ્યા રહ્યા પણ ઘર્મની આરાધના કરો તેમ જ ભારત સાથેનો તમારો સંસ્કારનો સંબંધ ભગવાનની કૃપાથી સદા ચાલુ રહે એવી પ્રભુને પ્રાર્થના. હવે ખાસ સૂચના – જૈન ધર્મની મોટી વિશેષતા અહિંસા અને ધ્યા છે. ઉજવણી કરે. બેન્ડવાજાં સાથે શોભાયાત્રા મોટા પ્રમાણમાં કરો એ બધી વ્યવહારની વાત છે. જરૂરી છે – ઊંચિત છે. પણ ખરેખરી ઉજવણી તો એ છે કે જૈનધર્મ એ સર્વ જીવોની (પશુ-પક્ષી-મય-માનવ અહિંસામાં ધ્યામાં માનનારો કરૂણાપ્રધાન ધર્મ છે અને એ જ સાચો વિશ્વમાં સ્વીકારવા લાયક વિશ્વનું કલ્યાણ કરનારો ધર્મ છે – એવી જૈન – શબ્દ તેમ જ જૈન ધર્મના ઉત્સવની વાત સાંભળીને સમગ્ર બિંદ્રામાં (લંડન અને લેસ્ટરમાં તો ખરું વાતાવરણમાં પણ મોટો પડઘો પડે એવી કાર્યવાહી – એવી પ્રવૃત્તિ થવી જોઇએ. જૈન ધર્મ માત્ર બાહ્ય ઠાઠ-માઠમાં માનનારે ઉત્સવપ્રધાન ધર્મ નથી, પણ સર્વ વિશ્વના જીવોનું ભલુ-કલ્યાણ ઇચ્છનારે એક અદ્ભુત ધર્મ છે એવો પડઘો ચારે બાજુ આ ઉજવણી સમયે તેમ જ ઉજવણી પછી પણ સમગ્ર વાતાવરણમાં પડવો જોઈએ. ત્યાં માંસાહાર પ્રધાન દેશમાં તમે પાંજરાપોળ આદિ તો ન કરી શકો, તો પણ લોકોને માંસાહારનાં નકશાનો- તેમજ નૈતિક દૃષ્ટિએ પણ હિંસા ન કરી શકાય – ન કરવી જોઇએ એવો લોકોને અપીલ કરે તેવી મુંe અને તર્કબદ્ધ ભાષામાં પ્રચાર તો કરી શકો જ. ઉપરાંત આ નિમિત્તે, ભારતમાં ચાલતી પાંજરાપોળો માટે કરોડોનું ફંડ કરીને મોકલી આપવાની જરૂરિયાત છે એ તો જૈનો તેમ જ બીજાઓને સમજાવી શકો. ૧ ડોલર એટલે ૪૦ રૂપિયા ગણો તો ૧ લાખ ડોલરમાં એક પાંજરા પોળ એમ એક કરોડ ડોલરમાં ૧oo પાંજરાપોળના પચાસ હજાર જીવોને જીવાડવાનું મહાન મહાન મહાન પૂણ્ય તો ઉપાર્જન કરી શકો. અહીં પાંજરાપોળો ઘણી છે, પણ લોકોનું દાન પાંજરાપોળના બદલે બીજા અનેક કાર્યોમાં વપરાઈ જતું હોવાથી અહીંની પાંજરાપોળો માંદી હાલતમાં ચાલે છે. એ પાંજરાપોળોને સહાય કરીને તમે હજારો જીવોને વર્ષો સુધી જીવાડી શકશો અને ભારતના જૈનોને પણ મોટી પ્રેરણા મળે એવી વિચારધારા વહેવાવશો. મારી ર્દષ્ટિએ આ ઘણી જ મોટી ભવ્ય ઉજવણી છે. એના ઉપર જરૂર તમે ધ્યાન આપશો. અને પ્રભુકૃપાએ જૈનધર્મના સાચા રહસ્યને જગત સમક્ષ રજુ કરશો એજ શુભેચ્છા. કૃa ) ધમભાજી, Jain Education Interational 1315 www.jainelibrary.org
SR No.525531
Book TitleThe Jain 1998 07
Original Sutra AuthorN/A
AuthorAmrit Godhia, Pradip Mehta, Pravin Mehta
PublisherUK Jain Samaj Europe
Publication Year1998
Total Pages198
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy