________________
200
જે સાધુઓ હોય તે બુધ્ધિમદ, તપોમદ, ગૌત્રમદ અને આજીવિકામદ ન કરે. જે આવો મદ કરતા નથી તેજ પંડિત છે અને તે જ સર્વશ્રેષ્ઠ છે.
એવી જ રીતે માત્ર બાહ્ય લક્ષણો કે બાહ્ય આચરણથી ઉત્તમ મનુષ્ય નથી થઇ શકાતું, પરંતુ આંતરિક સદ્ગુણો ખીલવવાથી તેમ થવાય છે તે દર્શાવતાં ભગવાને સરસ કહ્યું છે:
न वि मुण्डि ओण समणी,
10. and any pedida nakauna
न ओंकारेण वम्भणी ।
कुसचीरेण न तावसे ॥ बम्भचरेणे म्भणी ।
नाणेण व मुणी होइ,
तवेणं होइ तावसो ॥ (‘પુત્તરાધ્યયન’, મૂત્ર ૨૬/૨૭-૩૦)
न मुणी रण्णवाशेणं,
समयाञे समणी होड़,
શિરમુંડનથી કોઈ શ્રમણ થતું નથી. ૐનો જાપ કરવાથી કોઇ બ્રાહ્મણ થતો નથી. અરણ્યવાસ કરવાથી કોઇ મુનિ થતો નથી અને વલ્કલનાં વસ્ત્રો પહેરવાથી કોઇ તાપસ થતો નથી. સમતાથી માણસ શ્રમણ થાય છે. ને બ્રહ્મચર્ચથી બ્રાહ્મણ થાય છે. જ્ઞાનથી મુનિ થાય છે અને તપશ્ર્ચર્ચાથી તાપસ થાય છે.
कम्मुला बम्भणो होई, कम्मुणा होई खत्तियो । बसो कम्मुणा होई, सुदो कम्मुणा होई ॥
કર્મથી (આચરણથી) બ્રાહ્મણ થવાય છે, કર્મથી ક્ષત્રિય થવાય છે, કર્મથી વૈશ્ય થવાય છે અને કર્મથી શૂદ્ર થવાય છે.
વળી ભગવાન મહાવીરે ઉત્તરા ધ્યયનસૂત્રમાં વર્ણવ્યવસ્થા જયારે નીચે ઉતરીને સમાનતાની સાચી અંગે સ્પષ્ટ જ કહ્યું છે કે
આચાર્ય વિજયવલ્લભસૂરિશ્વરજી એ ૮૦ વર્ષ પહેલાં કહ્યું હતું કે તે ઉપર મુજબની ભગવાન મહાવીરની વાણી સાથે સુસંગત છે. તેમણે કહ્યું હતું “હિંદુ નથી ચોટલીવાળા જન્મતા,
Jain Education International_2010_03
મુસલમાન નથી સુન્નતવાળા જન્મતા, શીખ નથી દાઢીવાળા જન્મતા. જન્મ લીધા પછી જેવા જેના સંસ્કાર અને જેવા જેના આચાર તેવો તેને રંગ ચઢે છે. આત્મા તો બધામાં એકજ છે. સર્વે મોક્ષ અધિકારી છે. સર્વ સરખા છે. આપણે બધા એકજ છીએ. હું જૈન નથી, બૌધ્ધ નથી, વૈષ્ણવ નથી, શીખ નથી, હિંદુ નથી, મુસ્લિમ નથી. હું પરમાત્માને શોધવા માટેના પથ પર આગેકૂચ કરવા માગતો એક માનવી છું.” કેટલી વિશાળ દ્રષ્ટિ ! કેવા ઉન્નત વિચાર!
વૈદિક પરંપરાના હિન્દુઓમાં જ્યારે વર્ણવ્યવસ્થા અત્યંત ચુસ્ત હતી ત્યારે જૈન પરંપરામાં ચારેય વર્ણ માટે મોકળો અવકાશ હતો. ભગવાન મહાવીર પોતે ક્ષત્રિય હતા. તેમના ગણધરો બ્રાહ્મણ હતા. તેમના સાધુઓમાં ક્ષત્રિયો, વૈશ્યો અને શૂત્રો પણ હતા. એટલે કે જૈન ધર્મના પરિપાલનમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચારે વર્ણને સરખો અધિકાર હતો. વર્ણને કારણે કોઈને ઉંચ કે નીચ લેખવામાં આવતા ન હતા. ભગવાનના શ્રમણસંઘમાં દીક્ષા લેનાર રાજકુમારો પોતાની પૂર્વે સાધુ થયેલા પોતાના શૂદ્ર દાસને
પણ વંદન કરતા.
મથુરાના શિલાલેખમાં ઉલ્લેખ છે તે પ્રમાણે સોની, લુહાર, તેલી, નાવિક, નર્તક, વેશ્યા વગેરે જૈનધર્મનું પાલન કરતા હતા. મેતાર્ય, હરિબલ, અર્જુનમાલી, સોમદત્ત માલી, અનંગસેવા નામની તથા ચામેક નામની વેશ્યા, કોશા, માછીમારની પુત્રી કાણા, માછીમાર હરિબલ વગેરેએ જૈન ધર્મની સંયમપૂર્વક આરાધના કરેલી છે. ભગવાને સમતા અને આત્માની સમાનતાનો એવો એક આદર્શ પ્રજા સમક્ષ મૂકયો હતો. ઉંચે બેઠેલા માણસો
डन्द
વાતો કરે છે ત્યારે તે પ્રિય અને સર્વ સ્વીકાર્ય બને છે. ક્ષત્રિય રાજકુમાર વર્ધમાને રાજ્યના સુખોપભોગોનો અને ગૃહસ્થ જીવનનો ત્યાગ કરીને જયારે વર્ણવ્યવસ્થા અને જાતિમ, કુલમદ કે ગોત્રમદનું અભિમાન ન કરવા માટે ઉપદેશ આપ્યો ત્યારે તે સહર્ષ સ્વીકાર્ય બન્યો હતો.
વર્ણવ્યવસ્થાનો પ્રશ્ન આજે આપણને ગૌણ લાગે છે, પરંતુ એ સમયે, અઢી હજાર વર્ષ પૂર્વે આવી રૂઢ વ્યવસ્થા સામે માનવમાત્રની સમાનતાના ક્રાંતિકારી વિચારો દર્શાવવા એ સરળ વાત નહોતી.
The sea is great because it never rejects the tiniest rivulet.
Forvat151er avroseromy
www.jainhelibrary.org