________________
10dh anniversary pratishaha mahokama
GION ICCTII
આટલું કરશો? છોકરાને મારવા નહિ, બાળકને વઢવું નહિ તેનું અપમાન કરવું નહિ. બાળકને વ્હીવરાવવું નહિ, બાળકને લાલચ આપી, સમજાવવું નહિ, બાળકને બાપા કરી ચડાવવું નહિ. બાળકને વારેવારે શિખામણ દેવી નહિ, વારેવારે હુલાવવું નહિ, વારે વારે વાંક કાઢ્યા કરવો નહિ, વારેવારે રોફ છેડવો નહિ બાળકને માગે તે દેવું નહિ, પણ તે કરતા શીખવવું. બાળકને તે જે કરવા માગે તે કરવા દેવું, બાળકના કામને હલકું ગણવું નહિ. બાળકના કામમાં વચ્ચે પડવું નહિ. બાળકનું કામ લઇ લેવું નહિ.
ગિજુભાઈ
એક હતો રાજા
(બાલ-કથા કાવ્ય). એક હતો રાજા ખાતો એ ખાજાં. એ ને એક રાણી એક આંખે કાણી! - ૧ તેને એક ભાણી તે તો બહુ શાણી ! બદ્ધિમાં તો ભારે, કોઇથી ના હારે ! - ૨ એક કાળી રાતે, સહુ સૂતાં નિરાંતે ! ચોર આવ્યા ચાર, ચોરીનો વિચાર. - ૩ રાજ-મહેલે દાખલ થયા, ચારે બાજુ જોતા રહ્યા ! આંખ ખૂલી ભાણીની જ્યાં, ચોર દીઠા તેણે ત્યાં ! - ૪ ધીમે તે તો ઊભી થઇ, બારણાં પાછળ લપાઇ ગઇ ! બિલ્લી પગે બહાર જઇ ! દ્વાર ધીમે વાંસી દઇ ! - ૫ મોટી મોટી બુમો પાડી ! “ચોર આવ્યો છે, રે માડી !” ચોર ચારે ભાઇ પૂરાયા ! કહે, આપણે ફસાયાં ! - ૬ રાજા-રાણી જાગી ગયાં ! ચોકીદારો ભેગાં થયાં ! સૌ એ આવ્યા ઓરડા પાસ, અંદર કરી પૂરી તપાસ ! - ૭ ચોર પકડાયાં ચાર ! ભારે પડ્યો માર ! ભાણીના સૌ વખાણ કરે ! રાજા-રાણી મુખ હરખે ! - ૮ કેવી મઝાની વારતા ! સાંભળી સહું મહાલતા ! રાજા-રાણીનું દિલ ઠર્યું ! ખાધું પીધું ને રાજ કર્યું - ૯
લે - પ્રવીણભાઇ, ‘બાલપ્રેમી' લેસ્ટર
Jain Education Intemational 2010_03
Forvalt 15ernal Use Only
www.jainelibrary.org