SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Confd..... બને અને પરમગતિ નિકટ થાય. P@dh and extry polida minutes) અનેક પ્રયત્નો છતાં માણસ શા માટે ધર્મવિમુખ થતો જાય છે? આજનું શિક્ષણ વધુને વધુ તર્કવાદી અને પ્રત્યક્ષવાદી બનતું ચાલ્યું છે. જેથી આજનો માનવ ધર્મના તત્વોને જેવાં કે આત્મા, સ્વર્ગ, મોક્ષ, ભગવાન વગેરેને તર્કથી કે પ્રત્યક્ષ સિધ્ધ થતાં નથી. માટે તેને માનતો નથી. ટી.વી. અને વિડીયોએ ધર્મ અને સંસ્કૃતિ ઉપર મરણતોલ ફટકો માર્યો છે. પાંચ પંદર વર્ષ પછી આ દેશની પરિસ્થિતિ શું હશે? તેની કલ્પના કરવી મુશ્કેલ છે. પાઠશાળાના વિદ્યાર્થીને ગાથા ગોખવી કઠિન પડે છે. પણ સિનેમાના ગીતો તરત યાદ રહી જાય છે. બીઝનેસ રીલેશન વ્યવહારો, પ્રવાસો, દોડધામો, ફેશનો, વ્યસનો અને મોંઘવારીથી ઉભરાતી આજની આ જિંદગી, જિંદગી મટીને અંગારા બનવા લાગી છે. માણસ વિના કારણે એટલો બધો બીઝી થઇ ગયો છે કે એની પાસે પુસ્તકના બે પાના વાંચવા જેટલો સમય નથી. અનેક પ્રકારનાં સાધનો વસાવવાં છતાં શાંતિ નથી. ડિગ્રી મેળવવા છતાં દોડાદોડી તો લખાયેલી જ છે. પૈસો પ્રાપ્ત કરવાં છતાં પરિવારનો પ્રેમ નથી! જીવનમાં શાન્તિ નથી, તંદુરસ્તી નથી, પ્રેમ નથી, આનંદ નથી તો આ બધા પ્રયત્નો શા કામના? આ બધા પરિબળો જીવનના ઘડતરના વિકાસમાં અવરોધક બને છે. જેને માટે સકળ સંઘ ચિંતિત છે. ધાર્મિક શિક્ષણને રસપ્રદ રસપ્રદ અને અસરકારક બનાવવા માટેના પ્રયત્નો દરેક આત્મા તેનાં પૂર્વના સંસ્કારોનો વારસો લઇને જ જન્મે છે. એ સંસ્કારોને જાગૃત કરવાનું, એમનું ઘડતર કરવાનું કાર્ય માતા-પિતા, ગુરુભગવંતો અને પાઠશાળા દ્વારા જ થઇ શકે છે. બાળકને બાળમંદિરમાં એટલે કે નર્સરીમાં સમજણ આવ્યા પછી મોકલીએ છીએ? બાળક જયારે બિમાર પડે છે, ત્યારે તેને દવા રૂચિ થાય ત્યારે જ દવા આપીએ છીએ? તો શા માટે જે વયમાં નાનું બાળક તમારી આંગળી પકડીને કયાંય પણ આવવા તૈયાર છે, એ વયમાં એને તમે સિનેમાના થિયેટરમાં ન લઇ જતાં ઉપાશ્રય કે દેરાસરમાં લઇ જાઓ. તમે જે બોલાવો, એ બોલવા તૈયાર છે. સિનેમાના ગીતોના બદલે પરમાત્માની સ્તુતિઓ બોલાવો. માટે જ હંમેશાં હલકી વાતોને બદલે સાત્વિક વાતોજ સંભળાવો. બાળક એ કુમળો છોડ છે. જેમ વાળો તેમ વાળી શકાય છે. જેમ શિક્ષણના ઘણાં લાભો હોવાં છતાં નાના બાળકને પ્રેરણા કરીને જેમ શરૂઆતમાં સ્કૂલે મોકલવો પડે છે. તેમ ધર્મમય જીવનના અગણિત લાભો હોવા છતાં, પ્રારંભિક કક્ષામાં બાળકને પ્રેરણાની Jain Education International_2010_03 જરૂર પડે છે. એ પ્રેરણા બાળકને પરિવારમાં થતી ધર્મ પ્રવૃત્તિઓ દ્વારા મળી રહે છે. તેમજ મા-બાપોએ બાળકની અપરિપકવ અવસ્થામાં કઠોરતાં કે કોમળતાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી તેનું પાલન પોષણ કરવું, આજના બાળકનો બુધ્ધિ અંક ઘણો વધી ગયો છે. તે કોઈપણ બાબતને તરત સ્વીકારી લેશે નહિ. તેના માટે તેના મગજમાં અનેક પ્રશ્નો થશે, કારણો શોધશે અને જયારે સાચો જવાબ મળશે તોજ તેનો સ્વીકાર કરશે. માટેજ સમયની સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિની સાથે ધાર્મિક શિક્ષણને સી.ડી. - કેસેટો દ્વારા આપવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેના માટે જોઇતી માહિતીઓ, સાહિત્ય અને શૈક્ષણિક ઉપકરણો જરૂરિયાત પ્રમાણે ઉપલબ્ધ હોવા જોઇએ. તેમજ ધાર્મિક શિક્ષણનું અસરકારક પરિણામ લાવવા માટે બાળકની સાથે માતા-પિતાએ ધાર્મિક વિધિમાં સાથે ભાગ લેવો જોઇએ અને તેના અભ્યાસમાં પ્રોત્સાહન આપવું. જેવી રીતે શાળાની શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃત્તિઓ જેવી કે સ્પોર્ટસ, સ્વીમીંગ વગેરે માટે સમય હોય છે, તો ધર્મનું શિક્ષણ આપવા સમયે શા માટે ઉપેક્ષા દાખવવી જોઇએ? અતિ મહત્વની બાબત એ છે કે ધાર્મિક શિક્ષણ મેળવવા માટે હંમેશા તેને પ્રેમ, ઉષ્મા અને આનંદભર્યું ધાર્મિક વાતાવરણ મળવું જોઇએ. પછી બાળક ઘરમાં હોયકે વર્ગખંડમાં, કેમકે બાળક એ તો ખીલતી કળી છે. તેને અપરિપકવ અવસ્થામાં પરિપકવ થઇ સોળે કળાએ એટલે કે સંપૂર્ણ રીતે કશી અડચણ દ્વારા એ અકાળે મૂરઝાઇ ન જાય. એ ઉપરાંત પણ ધાર્મિક શિક્ષણ બીજા અનેક પ્રયત્નો દ્વારા આપી શકાય છે. જેવાં કે ધાર્મિક શિબિરો દ્વારા (કેમ્પસ), ધાર્મિક પ્રવચનોના આયોજન દ્વારા (હળવી શૈલીમાં) કલ્પસૂત્ર, ચાલો જિનાલય જઇએ જેવી અનેક પુસ્તકોની ‘Open Book Exam' દ્વારા ધાર્મિક શિક્ષણ આપી શકાય છે. ધાર્મિક શિક્ષણ મેળવવા માટે કોઇ ઉંમર, સ્થળ કે વિશેષ લાયકાતની જરૂર નથી. પરંતુ શિક્ષણ મેળવવા માટેની સાચી શ્રધ્ધા અને પ્રયત્નોની જરૂર છે. આજના આ વિજ્ઞાનયુગમાં મનુષ્યની ધર્મ પ્રત્યેની શ્રધ્ધાની વાત આવે છે ત્યારે તેને તર્કવિતર્ક, દલીલો અને ચર્ચાના જોરદાર પ્રવાહ વડે ધર્મની સાબિતી કે પુરાવા શોધવાનો પ્રયત્ન કરે છે, ત્યારે આ સમયે ‘જલન માતરી'નો એક પાણીદાર શેર યાદ આવે છે, શ્રધ્ધાનો જો હો વિષય તો પુરાવાની શી જરૂર આગમમાં કયાંય મહાવીરની સહી નથી. માતૃભાષાનાં શિક્ષણનું મહત્ત્વ ધાર્મિક શિક્ષણની સાથે માતૃભાષાના શિક્ષણનું વિશેષ મહત્ત્વ છે. માતૃભાષા એટલે ગળગૂંથીમાં મળેલી ભાષા. જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે બાળકને માતાના ધાવણ પહેલાં ગોળના પાણીનું મિશ્રણ એટલે કે ગળથૂથી તેનાં મોંમા મુકવામાં આવે છે. તે આપતી Take care of the minute, for the hours will take care of themselves. For Fate105 onall Ise Only Lord Chesterfield. www.jainelibrary.org
SR No.525531
Book TitleThe Jain 1998 07
Original Sutra AuthorN/A
AuthorAmrit Godhia, Pradip Mehta, Pravin Mehta
PublisherUK Jain Samaj Europe
Publication Year1998
Total Pages198
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy