SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Jain. of the faith', but if we were a nation in all that, name implies with our own government and our own rulers, with our laws and institutions controlled by us free and independent, I affirm that we should seek to establish and forever maintain peaceful relations with all the nations of the world.” શ્રી વીરચંદભાઈનો એટલે પ્રભાવ પડ્યો કે વિશ્વધર્મ પરિષદના આવાહકો અને વિદ્વાનોએ એમને રૌથચંદ્રક એનાયત કર્યો હતો. એ પછી ૧૮૯૪ની ૮મી ઑગસ્ટે કાસાડાગા શહેરના નાગરિકોએ એમને સુવર્ણચંદ્રક આપ્યું હતું. એમણે આ શહેરમાં “Some Mistake Corrected' અને પ્રવચન આપ્યું હતું. અને એ પ્રવચન પૂરું થયા પછી કરી ફરી પ્રવચન કરવાનું કહેવામાં આવ્યું એમ ‘બેફ કેરિયર' નામનું અખબાર નેધે છે. અમેરિકામાં એમણે “The Gandhi Philosophical Society' અને “The school of Oriental Philosophy' નામની બે સંસ્થાની સ્થાપના કરી. શિકાગોમાં Society for the Education of women of India' નામની સંસ્થા સ્થાપી. આ સંસ્થાના મંત્રી શ્રીમતી હાવર્ડ હતાં કે જેમણે વીરચંદભાઈની પ્રેરણાથી શુદ્ધ શાકાહાર અને ચુસ્ત જૈન ધર્મ અપનાવ્યો હતો. સ્વામી વિવેકાનંદનાં શિષ્યા ભગિની નિવેદિતાની જેમ શ્રીમતી કાવ વીર હમાઈનાં શિખ્યા બની ગયાં અને તેઓ રનની જેમ વિધિસર સામાયિક પણ કરતાં હતાં. આ પછી શ્રી વીરચંદભાઈ ગાંધી ઇંગ્લેન્ડ આવ્યા. અહીં એમણે બૅરિસ્ટર થવાની ઈરછા પૂરી કરી, પરંતુ આ જ્ઞાનનો ઉપયોગ એમણે અર્થો પાર્જન માટે ભાગ્યે જ કર્યો. ઈલેડમાં જૈન ધર્મની જિજ્ઞાસા જોઈને એમણે શિક્ષણ વગ છે. આગળ જતાં લંડનમાં જેન લિટરેચર સોસાયટીની સ્થાપના કરી, એક ધમજિજ્ઞાસુ હર્બર્ટ વોરને માંસાહારને ત્યાગ કરીને જેન ધમનો સ્વીકાર કર્યો. એમણે વીરચંદભાઈનાં ભાષણની નેાંધ રાખી. તેમ જ અંગ્રેજીમાં જૈન ધર્મ વિશે એક પુસ્તક લખ્યું. આ ઉપરાંત વિશ્વધર્મ પરિષદના પ્રમુખ ચાલસ સી. બેની એમનાથી પ્રભાવિત થયા હતા. અને વીરચંદભાઈ એ ભારતમાં ૧૮૯૬-૯૭માં દુષ્કાળ પડયો ત્યારે અમેરિકામાં સ્થાપેલી દુષ્કાળ રાહત સમિતિના બેની પ્રમુખ હતા. આ સમિતિએ તત્કાળ ચાલીસ હજાર રૂપિયા અને અનાજ ભરેલી સ્ટીમર ભારત કયાં હતાં. શ્રી વીરચંદભાઈ ગાંધીએ આ પ્રવાસ દરમ્યાન ૫૩૫ જેટલાં વ્યાખ્યાન આપ્યાં. તેઓ ગુજરાતી, હિંદી, બંગાળી, અંગ્રેજી, સંસ્કૃત, ફ્રેન્ચ જેવી ચૌદ ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા. આમ ઓગણત્રીસ વર્ષનો એક યુવક પરદેશગમનની ખફગી વહેરીને વિદેશમાં ધર્મપ્રચાર કરે અને એક વાર નહિ બલકે ત્રણ ત્રણ વખત વિદેશની સફર કરી માત્ર જૈનદર્શન જ નહિ બઢકે ભારતીય દર્શનને પ્રચાર કરે છે તેવી વિરલ ઘટના કહેવાય ! શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું અ૯૫ આયુષ્ય પણ અનેકવિધ યશસ્વી સિદ્ધિઓથી ભરેલું છે. ૧૮૮૪માં ઓનર્સ સાથે બી.એ. થનારા જૈન સમાજના એ પ્રથમ સ્નાતક હતા. ૧૮૯૦માં પિતાનું અવસાન થતાં રોવાકુટવા જેવી કુરૂઢિઓને એમણે એ જમાનામાં તિલાંજલિ આપી હતી તે જેવીતેવી વાત ન કહેવાય. એકવીસ વર્ષની ઉંમરે “શ્રી જૈન ઍસેસિયેશન ઓફ ઇન્ડિયા'ના મંત્રી તરીકે પાલિતાણા આવતા યાત્રીઓને મૂંડકાવેરો નાબૂદ કરવાનું કામ કર્યું. મૂંડકાવેરો અને બીજી રંજાડથી પરેશાન થઈને આણંદજી For Private & Personal Use Only Jain Education International 2010_03 www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy