________________
એ છે કે એમણે પરધમની ટીકાના આશરે લીધે નથી. જીવનમાં અ`િસા અને વિચારમાં અનેકાન્તની ભાવના ધરાવનારા સાચા જૈનને જેબ આપે તેવી, સાંપ્રદાયિક આગ્રહો અને પૂર્વગ્રહેથી મુકત એવી તટસ્થ એમની વિચારસરણી છે. શુદ્ધ અંગ્રેજી ભાષા, સ્વાભાવિક રજૂઆત અને તલસ્પર્શી અભ્યાસના ત્રિવેણી સંગમ એમનાં પ્રવચનેમાંથી પ્રગટે છે. એમનામાં ધર્મ પ્રચારકની ધગશ છે, પણ એ ધગશ આડ`બર કે સપાટી પરની બની રહી નથી. ધર્મ પ્રચારના ઉત્સાહની સાથે અભ્યાસશીલતાનું સમીકરણ થતાં એમનાં વકતવ્યે, સુશિક્ષિત અમેરિકન સમાજને સ્પર્શી ગયા હતા. એમણે ‘The Yoga Philosophy', 'The Jain Philosophy' જેવાં પુસ્તકો આપ્યાં છે, પરંતુ એમનું ઉત્તમ પ્રદાન તે, ‘The Karma Philosophy' ગણાશે. જેમાં જૈન ધર્મની ક ભાવનાની છણાવટ કરતી વખતે એમની ઊડી અભ્યાસનિષ્ઠા અને જાગ્રત ધમ ભાવનાના માર્મિક પરિચય મળે છે.
શ્રી વીરચ'દ રાધવજી ગાંધી માત્ર તત્ત્વચિ'તક નહેાતા, બલ્કે દેશહિતની ચિ'તા પણ એમના હૈયે વસેલી હતી, અમેરિકામાં હિંદુસ્તાનને વિશે એવી માન્યતા હતી કે એ વાઘ, સાપ અને રાજાઓનેા દેશ” છે. ખ્રિસ્તી પ્રચારકોએ પણ હિંદુસ્તાનની પ્રજાનું હીણું ચિત્ર વિદેશમાં રજૂ કર્યું હતું. વીરચંદ ગાંધીએ ભારતની સાચી સમજ વિદેશીએમા જાગે તે માટે વિવેકાનંદ જેટલા જ પ્રયાસ કર્યાં. એમણે ભારતીય સસ્કૃતિનું મહત્ત્વ અતાવતાં વિદેશીઓને કહ્યું, “આશ્ચયની વાત તે એ છે કે ભારત ઉપર વિદેશીએ સતત હુમલાઓ કરતા રહ્યા છે અને એ બધાં આક્રમણેાની આફત આવ્યા છતાં ભારતના આત્મા જીવ'ત રહ્યો છે, જાગ્રત રહ્યો છે. એનાં આચાર અને ધમ સાબૂત છે અને સારાયે વિશ્વને ભારત તરફ મીટ માડીને જોવું પડે છે. સસ્કૃતિનાં લક્ષણ, ખેતી, કલાકારીગરી, સાહિત્ય, સદાચાર અને જ્ઞાનવિજ્ઞાનનાં સાધના, અતિથિ સત્કાર, નારીપૂજા, પ્રેમ અને આદર ~~ બધુ જ ભારતમાં કઈ જુદા જ સ્વરૂપે જોવા મળે છે. ખરીદી શકાય એવી એ સંસ્કૃતિ હોત તે ઇંગ્લેન્ડ આ દેશમાંથી એને ખરીદી લઈ શકત, પેાતાની બનાવી શકત, પણ એવું નથી મન્યું, નહિ બની શકે.”
છેક, ઈ. સ. ૧૮૯૩માં વીરચંદ રાઘવજી ગાંધીએ દેશના આર્થિક અને રાજકીય સ્વાતંત્ર્યની વાત કરી. એક વાર એમણે અમેરિકન લેાકોને કહ્યું કે ભારત અત્યારે પરદેશી એડી નીચે કચડાયેલું છે. એ માત્ર ધાર્મિક ક્ષેત્રમાં સ્વાતંત્ર્ય ધરાવે છે, પણ ભારત સ્વતંત્ર થશે ત્યારે તે હિહંસક માગે કોઈ પણ દેશ પર આક્રમણુ નહિ કરે.
૧૮૯૩માં ગાંધીજી માત્ર બેરિસ્ટર હતા, તે સમયે વીરચંદ્રભાઈ એ આ ભવિષ્યકથન કર્યું હતું. એમની એ કલ્પના કેટલી બધી વાસ્તવિક સાબિત થઈ!
પણ હું તે એથીય આગળ વધીને કહીશ કે આ ધર્મજ્ઞાતા અનેખાક્રાન્તદ્રષ્ટ હતા. આ જગતની પેલે પારનું જોઈ શકે તે ક્રાન્તદ્રષ્ટા, વર્તમાનને વીધીને ભવિષ્યને જાણી શકે તે ક્રાન્તદ્રષ્ટા. જ્યારે ભારતના રાજકીય સ્વાતંત્ર્યની ઉષાનું પહેલું કિરણ પણ ફ્રૂટથુ' નહેતુ ત્યારે વીરચંદભાઇએ એમ કહ્યું કે હિન્દુસ્તાન આઝાદ થશે તે બધા દેશે। સાથે શાંતિમય સહઅસ્તિત્વથી જીવશે. દેશને આઝાદી મળી તે અગાઉ પાંચ-પાંચ દાયકા પૂર્વે પેલે પારનું દર્શન કરતા વીરચંદભાઇ, The Jain Philosophy' વિશેના એમના પ્રવચનમાં કહે છે: “You know my brothers and sisters, that we are not an independent nation. We are subjects of Her Gracious Majesty Queen Victoria the 'defender
Jain Education International_2010_03
For Private Personal Use Only
Sain=
13
www.jainelibrary.org