________________
=gain
તેઓ જેને જેટલા ઉગ્ર તપસુધી જતા નથી પરૂતુ સાધના માટે, સિધ્ધિ માટે બુધવની પ્રાપ્તિ માટે યોગ-ધ્યાનને સાધનાનો મહત્વપૂર્ણ અંગ માને છે.
યોગસાર જેવા ગ્રંથમાં વિષદ અને વૈજ્ઞાનિક છણાવટ કરવામાં આવી છે. આમ આ ‘યોગધ્યાન ભારતના સર્વે દર્શનોમાં ઇશ્વરપ્રાપ્તિ નાં ઉત્તમ અને સાચા માધ્યમ તરીકે આલેખવામાં આવ્યા છે. જૈન ધર્મમાં આ ‘યોગ-ધ્યાન ને સમાવેશ ‘સામાયિક અને સ્વાધ્યાયમાં ત્થા “તપ” સંપૂર્ણ રીતે થઇ જાય છે. એટલે જૈન દ્રષ્ટિએ યોગ-ધ્યાન સમાજવા માટે આ ત્રણ બાબતો સમજવાની વિશેષ જરૂરી છે. જૈન ધર્મમાં ધ્યાન અને યોગને સંયમ માટે ખૂબજ મહત્ત્વ પૂર્ણ માનવામાં આવેલ છે. પ્રાય: બધા ગ્રંથોમાં આ દર્શનની પ્રારંભથીજ ચર્ચા કરવામાં આવી છે. જ્ઞાનાર્ણવ, ઉતરાધ્યયન વગેરે અનેક ગ્રથોમાં તેનો ઉલ્લેખ છે. પરંતુ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ તેને વિધિવત ઉલ્લેખ ક્રિયા-પ્રક્રિયા દ્રારા આ લેખન કર્યું છે અને આલેખનો મૂળ આધાર તે યોગસાર ગ્રંથ છે. યોગમાં આસનોની મહત્તાનો ઉલ્લેખ છે પરંતુ આસનને માત્ર બાહ્ય ક્રિયા છે જે શરીરને સ્થિર થવામાં મદદ કરે છે એટલે આ લેખમાં આસનોની ચર્ચા ઉપયુકત માની નથી. જૈન યોગની વિષદ સમીક્ષા પૂર્વે સંક્ષેપમાં પાતંજલી અને કબીરની યોગ સાધના સમજવી પણ જરૂરી છે. જો કે ઉદેશ્યમાં તે સૌ એકજ વાતને માને છે અને તે છે સંસારથી મુકિત. જન્મ મરણથી મુકિત. પતંજલિએ અષ્ટાંગ માર્ગમાં યમ, નિયમ, સંયમ, પ્રાણાયામ પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ ની ચર્ચા કરી છે. આ બધા અંગો જૈન ‘ધ્યાન-યોગ ની ચર્ચામાં આવી જશે. કબરિ કુંડલિની જાગૃત કરી વિવિધ ચક્રોમાં થી ઉર્ધ્વગમન કરી સહાર ચક્ર સુધી પહોંચી પરમપદ કે સિદ્ધિ પ્રાપ્તિ ની વાત કરી છે. પતંજતિએ જે યમ-નિયમની વાત કરી છે તેને સમાવેશ તપમાં થઇ જાય છે અને ધારણા-ધ્યાન-સમાધિત ધ્યાનમાં આવશ્યક થઇ જાય છે. સમાધિ એટલે સંપૂર્ણ આત્મલીન બનવાની સાધનાનું પરિણામ, અને સહસ્ત્રારચક્ર સુધી પહોંચવાની ક્રિયા એટલે સંપૂર્ણ જગતથી ઉપર વઢમાંણ સુધી પહોંચવાની બ્રહ્માંડ..
Jain Yoga and Meditation The word yoga means to have connection with the soul (atman): the person who achieves this deeply can reach moksha. Meditation and yoga are important in all world religions. The soul (atman) has three layers, exterior, interior and transcendental. This is the Fundamental purpose of meditation. In the yogasastra Patanjali describes this, Sant Kabir also stresses the importance of meditation by which spiritual awareness (Kundalini) can be awakened. In Jainism this is practised in samayika and Swadhyaya: training shows how to sit, to breath, to utter mantras and how to concentrate the mind, and to go deeper into the soul. Samayika means to know oneself, to realise I am the master of my soul.' By this we can become free from worldly cares and could achieve moksha. In meditation one feed compassion for all living beings. For meditation a solitary or quiet place is best. The acceptance of austerities is conducive to firmness in meditation. Control of the five senses is made possible by control of the appetite for food. There are four kinds of meditation in the Jain writings, Two are good but two are bad. Meditation on worldly things and harm to living beings are bad forms. The good forms are known as dharma dhyana and sukla dharma and these are the valuable forms of meditation. In meditation we concentrate on the image of the Tirthankara.
જેનયોગ - (સામાયિક-રાકૃધ્યાય-ત૫) જૈનદર્શનમાં સામાયિક અને વાધ્યાય તપ આત્મ આરાધનાના ઉત્કૃષટ ઉપાયો છે. સામાયિકમાં સ્થિત સાધક આત્મયોગી બને છે. બૌદ્ધ ધર્મમાં પણ ચાર આર્ય સત્ય અને અપરાગી માર્ગની ચર્ચા કરીને તે દુખામાંથી છુટવા યોગ અને ધ્યાનની ચર્ચા કરવામાં આવી છે. બૌધ્ધો પણ સહજ સમાધિને સ્વીકારે છે. તેઓ પણ ઇન્દ્રિયવિજય ને મુકિત માટે જરૂરી માને છે અને તે માટે સંયમ, તપની મહત્તાનો સ્વીકાર કરે છે. હા!
સામાયિકની વિધિ જાણવાથી તેની વધુ સ્પષ્ટતા થઇ શકશે. કેમ બેસવું: વિશ્વમાં એક માત્ર જૈનમૂર્તિઓજ સંપૂર્ણ યોગમુદ્રા ની અવસ્થા દર્શાવે છે. સાધકે પદ્માસનમાં બેસીને બન્ને હાથ નાભિની નીચે એક બીજા ઉપર મૂકી ટટ્ટાર કરોડરજજુને ૯૦% સીધી રાખી ગર્દનને ટટ્ટાર રાખીને બેસવું જોઇએ. આંખોની દ્રષ્ટિ નાકનું ટેરવે રાખવી જોઇએ. આ આસન અને દ્રષ્ટિ સ્થિરતામાં પ્રારંભમાં કષ્ટ પણ થશે. પરતું આસનથી અન્તર-ઉર્જ જન્મે છે અને શકિત મળે છે. નાસાગ્રષ્ટિથી ભાલ પ્રદેશમાં દર્દ પણ થાય પણ તેના પર વિજય એટલે શારીરિક કષ્ટ પરનો પ્રથમ વિજય થયો કહેવાય. જૈન મૂર્તિયો પદ્માસન કે
127
Jain Education International 2010_
03
Jain Education Interational 2010_03
F
For Private & Personal Use Only
or Private & Personal Use Only
www.jainelibrary.org