SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ jäin તેમનું વાહન ગરૂડ અને હાથમાં ચક્ર ધારણ કરેલ છે. તેમની મૂનિઓ ચાર આઠ-બાર અથવા સોળ હાથવાળી જોવા મળી છે. હાથમાં ચક્ર માળા વજ તલવાર ધનુષ્ય સાથે વરદ મુદ્રા પણ છે જે અભયતાનું સુચક છે. તેમની મૂર્તિ ભ.ષભદેવની પ્રતિમાના પરિકરમાં હોય છે જુના ખોદકામમાં મળેલી ભગવાન ઋષભદેવની મૂર્તિની બાજુમાં ચક્રેશ્વરી માતાની મૂર્તિ સાથે મળી છે. ચકેશ્વરી માતાની મૂર્તિ હિંદુ માન્યતા મુજબ વિષગ પત્નિ લીમી પણ માનવામાં આવે છે. 9 | સરરવતી દેવી સરરવતીને વિદ્યાની દેવી માનવામાં આવે છે. તેમનું વાહન હંસ, અને મુખાકૃતિ લાવણ્યમયી અને કરૂણા વાત્સલ્ય થી ભરેલી, સફેદ વસ્ત્ર ધારિણી હોય છે. તેમનાં ચાર હાથ હોય છે. ડાબી બાજુના હાથોમાં કમળ અને વીણા છે. જમણા હાથમાં પુસ્તક અને માળા છે. આ દેવી સરસ્વતી, મૃતદેવી, શારદા અને વાગીશ્વરી નામે ઓળખાય છે. ઉત્તમ વિદ્યા, બુદ્ધિ, સદાચાર અને સુવિચાર અને તે માટે તેમની આરાધના કરવામાં આવે છે. સવિશેષ કારતક સુદ ૫ શ્રુતપંચમી કે જ્ઞાનપંચમીનાં રોજ તેઓની પૂજા થાય છે જે શાસ્ત્રપૂજા જ છે. તેઓ સકળ શાસ્ત્રનાં જ્ઞાતા હોય છે. જૈન દર્શન પ્રમાણે સરરવતી એટલે આગમ વાણીનાં સાક્ષાત પ્રતીક છે. સકળ જ્ઞાનની દેવી છે. તેમની ભક્તિ ગીત-સંગીત થી કરવામાં આવે છે. 11 લક્ષ્મી દેવી દેવી લક્ષ્મી પધા, રમા, શ્રી, કમલા અને ઇંદિરા વગેરે નામોથી પણ ઓળખાય છે. આચાર્ય નેમિચંદ્રજીએ આ નામોનો ઉલ્લેખ કર્યો છે. જૈન સાહિત્યમાં સૌંદર્ય, શક્તિ અને સમૃદ્ધિનાં દેવી તરીકે તેમનો ઉલ્લેખ છે. કલાસૂત્રમાં તીર્થકરની માતાનાં પવિત્ર સ્થાનોમાં લક્ષ્મીનું ચોથું સ્થાન છે જેમાં તેમના ઉપર હાથી દ્વારા કળશથી અભિષેક કરતાં બતાવવામાં આવે છે. લક્ષ્મીના ચાર હાથ દર્શાવવામાં આવે છે જેમાં ઉપરના બે હાથમાં કમળ અને નીચેનાં બે હાથમાં કળશ અને વરદ મુદ્રા છે જે આશીર્વાદ અને અભયતાનું સુચક છે. તેમનું આસન કમળ છે. કેટલી જગ્યાએ હાથી દ્વારા કળશાભિષેક દર્શાવાયું નથી. વિવિધ સ્થળોએ તેમની વિવિધ કલાત્મક બેઠેલી મૂર્તિઓ જોવા મળે છે તેઓને ધન-સંપત્તિની દેવી માનવામાં આવે છે. સુખ-સમૃદ્ધિ, ભૌતિક સુખ માટે તેમની આરાધના થાય છે. દિવાળીના સમયે તેમનું પૂજન કરવામાં આવે છે. તેમની મૂર્તિ અલંકૃત અને સૌમ્ય મુદ્રામાં બનાવવામાં આવે છે. 10 ચકેશ્વરી માતા પ્રથમ તીર્થંકર ભ. ક્ષભદેવનાં શાસન દેવી ચક્રેશ્વરી માતા છે. Jain Education Interational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy