________________
82
=tain
7
પદ્માવતી માતાજી:
શાસનદેવ દેવીઓ જે તે તીર્થંકર ભગવંતોના સમયમાં તેમની તપસ્યા વગેરે કાર્યોમાં ઉપસર્ગ ના થાય તેનું ધ્યાન રાખનાર હોય ...
પદ્માવતી માતા પાર્શ્વનાથના શાસન દેવી હતા. આજે સર્વ પિાણી કે દેવીઓમાં તેઓની સૌ થી વધુ માન્યતા પુજા થાય છે.
તપ કરનાર પાર્શ્વનાથ ના સમયમાં તેઓના જ્ઞાનથી કમઠના પંચાગ્નિ તપમાં નાંખેલ લાકડાં માંથી નાગ નાગિણીનું બેડ બચી જાય છે પણ આખા શરીરે દાઝી ગયેલ હોય છે. પાર્શ્વનાથ દ્વારા સંભળાવવામાં આવેલ નમસ્કાર મંત્રથી તેઓ મરણ પામી નાઝિનકાય દેવોમાં ધર્મેન્દ્ર અને પદ્માવની દેવ-દેવી બને છે. જયારે તપસ્યામાં લીન પાર્શ્વ પ્રભુ પર કમઠ ઉપસર્ગ કરી વિવિધ ઉપ કરે છે ત્યારે આંધી તૂફાન અતિવૃષ્ટિ નાં ઉપસર્ગ કાળે વી પદ્માવતી અને ઇંદ્રાણીઓ સાથે આવી એક કમળની રચના કરે છે અને જેમ જેમ પાણી વધે તેમ તેમ કમળને ઉચા કરતા જાય જેથી પાર્શ્વપ્રભુની સાધનામાં કોઇ વિક્ષોપ ન પડયો. ઉપસર્ગનું નિવારણ થયું. આ કારણે પદ્માવતી શાસન દેવી તરીકે સ્થપાયા. તેઓને સધ્ય: (ત્રત) ફળ આપનાર દેવી માનવામાં આવ્યાં. અને અનન્ય ભક્તિથી સ્તોત્ર-લોકો-ભજનો લખાયા. મદિરોમાં મૂર્તિ સ્વરૂપે સ્થપાયા તેઓ ઇચ્છિત ફળ આપનાર હોવાથી ‘કામદા’ અને ઐશ્વર્યશાળી હોવાથી ‘ભગવતી' અને દુષ્ટોનો નાશ કરનાર હોવાથી ‘કાલી’ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેઓનું રૂપલાવણ્ય અદ્ભુત પવિત્ર છે. આંખોમાં વાત્સલ્યનાં અમી ઝરે છે. તેઓ અનિષ્ટથી શાસનની રક્ષા કરે છે તેઓની સિદ્ધિ પ્રામ કરવા પુજન સ્તોત્ર પણ મંત્ર જાપ અને ધ્યાન કરવામાં આવે છે.
Jain Education International_2010_03
8
અંબિકા માતા: અંબિકા માતા ૨૨ માં તીર્થંકર નેમિનાથ ભગવાનના શાસન દેવી છે. ઓદાવી અંબા, અંબિકા, અંબિણી, કુસુમાંડી, અને કોદંડી પાંચનામે ઓળખાય છે, તેમની આરાધનાથી મનોરથ પૂર્ણ થાય છે અને વિઘ્ન દૂર થઇ રિદ્ધિ સિદ્ધિ મળે છે. તેમની કાયા તપેલા સુવર્ણ જેવી સિંહ પર આરૂઢ ચાર હાય વાળી માનવામાં આવી છે. જમણા બન્ને હાથોમાં બીજોરા અને પાશ, ડાબા હાથોમાં અંકુશ અને પુત્રને બનાવ્યા છે. મુકુટ, મોતીનો હાર, કંકણ, નૂપુર વગેરે અલંકારોથી સજજ હોય છે. તેમના વિષે કથા છે કે બ્રાહ્મણના ઘરમાં રહીને પણ એક વખત માસખમણની તપશ્ચર્યા કરીને ગોચરી માટે આવેલ જૈન સાધુને આહાર પાણી આપવાથી તેઓના સાસુ ગુસ્સે થયા અને સાસુ તથા પતિએ તેમને બન્ને પુત્રો સાથે ઘરમાંથી કાઢી મુકો, તરસથી વ્યાકુળ બણી એક સ્કો નળાબની પાસે પહોંચે છે ત્યારે તળાબમાં પાણી ભરાઇ જાય છે. આજુ બાજુ લીલોતરી અને ક્ષો કુલ ફળથી યુક્ત બને છે. ઘરનાં તે વાસણો જેનાંથી સાધુ-મહારાજને ગોચરી આપી હતી તે સોનાનાં થઇ જાય છે. આ બધા ચમત્કાર અંબિણી ના ચારિત્ર અને ધર્મભાવનાની પ્રભાવનાનાં ફળરૂપેજ હતા. સાસુ આ વધુ જાણીને પોતાની ભૂલ સુધારવા અંબિણીને પાછી તેડવા મોકલે છે. અંબિણી પતિને આવતો જુવે છે અને કદાચ મારવા આવ્યો છે એમ વિચારી ભયથી બન્ને બાળકો સહિત નેમિપ્રભુનું ધ્યાન કરી કુવામાં પડી મરણ પામે છે. . નેમિનાથના ધ્યાનનાં શુભ પરિણામને લીધે સૌધર્મ લોકમાં કોદંડ પ્રદેશમાંઅંબિકા નામની રિદ્ધિ સિદ્ધિ ધારી દેવી રૂપે જન્મી. ભ.નેમિનાથ પ્રત્યે તેની ઘડા-ભક્તિને લીધે ઇન્દ્રે તેમને મિનાથનાં શાસન દેવી તરીકે
સ્થાપ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org