SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ 80 =tain સંબોધન કરે છે. અને તેનાં મનની શંકાઓ જાણી તેમનું નિરાકરણ કરે છે. આ ચમત્કાર સર્જાના ને ગર્ધમુક્ત બનીને બ. મહાવીરનું શિષ્યત્વ સ્વીકારે છે અને ગૌતમ સ્વામીના નામે પ્રસિદ્ધિ પામે છે. તેઓ એટલા તો પ્રખર જ્ઞાની હતા કે જેને ઉપદેશ આપતા તેની મુક્તિ થઇ જતી પણ ભ. મહાવીર પ્રત્યેના રાગભાવને કારણે તેમની મુક્તિ થતી ન હતી. આ કારણેજ ભ. મહારે પોતાના નિર્વાણકાળની અવધિ જાણીને તે સમયે ગૌતમને અન્ય ગામે પ્રતિબોધ કરવા મોકલ્યા. અને નિર્વાણ પામ્યા. આ સમાચાર જયારે ગૌતમે જાગ્યા ત્યારે વિહવળ બનીને શબને કારણે મહાવીર, વીર, વી.... શબ્દોનું રટણ અને વિલાપ કરવા લાગ્યા,થોડા સમય પછી તેમને જ્ઞાન થયું કે અરે! હું વીતરાગની કેવા રાગભાવથી ઉપાસના કરું છું! આ જ્ઞાન થતાંજ વીતરાગભાવ ધારણ કરી આસો વદ અમાસની પાછલની રાત્રે કેવળજ્ઞાનની પ્રાપ્ત કરે છે. બાર વર્ષ સુધી વિચરણ કરી ભ.મહાવીરની વાણીને જન-જન સુધી પહોંચાડે છે. ૯૨ વર્ષની ઉમરે દ્વાદશાંગવાણીના જ્ઞાતા તપસ્વી અને કેવળજ્ઞાની સંઘની જવાબદારી સુધર્માસ્વામીને સોંપી મુક્તિપંથના પથે પ્રયાણ કરે છે. ERI ધી સુત 13મ ૧૨૯૨૨ Jain Education International_2010_03 G ઘંટાકર્ણ: ઘંટાકર્ણ મહાવીર બાવન વીરોમાં ત્રીશમા છે.તેઓ ચોધાગુણસ્થાનદેવ વાળા મનાય છે. તેઓ પ્રત્યક્ષ અને ચમત્કારિક મનાય છે. રિદ્ધિ સિદ્ધિ આપનારા, કનિવારક દેવ માનવામાં આવ્યા છે. મહુડીમાં અતિ ચમત્કારિક ઘંટાકર્ણ મહાવીરના મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૮૦ માં આ શ્રી બુધિસાગરસૂરીશ્વરજી એ કરાવેલ હતી. જયાં હતો જૈન જૈનેતર ભાવિકો મનોકામના પૂર્તિ માટે આવે છે. દર વર્ષે આ. શુ. ૧૪ ના દિવસે ધામધૂમથી હવન થાય છે. શ્વેતાંબર સમુદાયમાં તેની વિશેષ માન્યતા છે, શ્રીમદ રાજચંદ્ર' વર્તમાન યુગનો યુગપુરુષ, આત્મજ્ઞાની, મુદ્દે શીલવંત, આત્મચિં તક, મહાપુરુષ શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ સૌરાષ્ટ્રમાં વવાણીયા ગામે સંવને ૧૯૨૪ માં થયો હતો. બુ;િ વિચક્ષણતાને કારણે ચાર વર્ષમાં ગુજરાતી શાળાનો અભ્યાસ પૂર્ણ કરી ૧૩ મા વર્ષે પિતાની સાથે દુકાને બેસવુ શરૂ કર્યુ– પિતા વૈષ્ણવધર્માવલંબી અને માતા સ્થાનકવાસી હતા. કિશોરવયમાં રાજચંદ્રના હાથમાં જયારે પ્રતિક્રમણનું પુસ્તક આવ્યું અને પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીનું પ્રતિપાદન જોયું તો તેઓને રૂચી ગયેલ. દિવસે દિવસે તેમની વૈરાગ્ય ભાવના સમુદ્ર બની અને તેઓ ત્યાગમય જૈનધર્મ તરફ આકર્ષાયા. ૧૬ મા વર્ષે તેઓએ “મોક્ષમાલા' લખી. જેમાં જૈનદર્શનનું નિરૂપણ કર્યું જે ખૂબ સરળ ભાષામાં છે. નાનપણની એક વ્યક્તિને સાપ કરડવાથી થયેલ અકાળ મૃત્યુ અને તેનો અગ્નિદાહ જોઇને તેઓને વેદના થઇ અને તે સમયે તેને તેમના ૭૦૦ ભવ-જુના ભાવોનું જાતિસ્મરણ થયું. ત્યાર બાદ તેઓએ બુદ્ધિની વિલક્ષણતાને કારણે અવધાનના પ્રયોગો કર્યા. તેઓ જ્યોતિષના પ્રકાંડ જ્ઞાતા હતા પણ ૨૦ વર્ષની ઉમરમાં તેઓને જ્ઞાન થયું કે આ બધા પ્રયોગો મુકિત અપાવી ના શકે. પરિણામે તે બધાનો ત્યાગ કર્યો. ૧૯ વર્ષની ઉમરે લગ્ન કરી મુંબઇમાં ઝવેરાતના ધંધામાં જોડાયા. ૧૦ વર્ષ સુધી પ્રમાણિકપણે ધંધો કર્યો પણ ચિત્તમાં વૈરાગ્ય જ વધતા તે પ્રત્યે ઉદાસીન રહ્યા. આ વ્યાપારકાળમાં પણ મુમુક્ષો સાથે સતત સંપર્કમાં રહેતા અને કેટલીક વખતે એકાંત સાધના માટે ઈડરના પહાડોમાં જંગલમાં ચાલ્યા જતા. ૨૮ થી ૩૩ વર્ષના ગાળામાં વેપાર તજી તપસ્યા આદરી અને પછી જૈન દર્શનના માધ્યમથી મુમુક્ષુઓ સાધુઓને માર્ગદર્શન આપતા રહ્યા. સૌભાચંદભાઇની પ્રેરણા અને માંગણીથી પ્રસિદ્ધ` આત્મસિદ્ધિ’ ગ્રંથની રચના કરી જે જૈન દર્શનનો અદ્ભુત ગ્રંથ છે. દોહરા છંદમાં ગહન તત્વજ્ઞાનને ૧૪૨ શ્લોકમાં સમજાવી દીધો તેઓ શરીરની ચિંતા કર્યા વગર જ્ઞાન તપસ્યાને મહત્ત્વ આપતા. અપૂર્વ જ્ઞાન હોવા છતા ઉપદેશ ન આપવો એવો નિર્ણય તેઓએ કરેલ, માત્ર ૩૩ વર્ષની વયે સં. ૧૯૫૭ માં ચૈત્ર વદી ૫ ને મંગળવારે રાજકોટમાં દેહત્યાગ કર્યો. તેઓનું લખાણ અંતસ્ફૂરણાનું પરિપાક છે. તેના સાહિત્યમાં મોસમાળા ભાવના બોધ આત્મસિદ્ધિ શાસ્ત્ર મુની સમાગમ પ્ર તિમા સિદ્ધિ સ્ત્રીનીતિ બોધ-પુષ્પમાળા-બોધવચન વચનામૃત-૬પદેશ નોંધ ઉપદેશછાયા પંચાસ્તિકાય વ્યસંગ્રહ-વૈશાલિક સૂત્રનું ગુજરાતી ભાષાંતર છે. તેઓ સાધુ ન હતા પણ ચારિત્રમાં કોઇ સાધુ કરતા ઓછા ન ના જૈન દર્શનને પચાવીને જીવન દેવના તેઓને આવડતું હતું. ગાંધીએ તેઓને અહિંસા વગેરે ગુણોને કારણેજ પોતાના આધ્યાત્મિક ગુરૂ માન્યા હતા અને જેનો એકરાર ગાંધીજીએ ૧૯૨૧ માં અમદાવાદમાં જાહેર સભામાં કર્યો હતો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.525501
Book TitleThe Jain 1988 07
Original Sutra AuthorN/A
AuthorNatubhai Shah
PublisherUK Jain Samaj Europe
Publication Year1988
Total Pages196
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy