SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SHRUTSAGAR 12 December-2016 શામળપાર્શ્વનાથ પ્રભુનું એમ ૩ ગભારાવાળું તેમજ ૩ દ્વારવાળું ચૈત્ય હતું તેની પણ મહત્ત્વપૂર્ણ સામગ્રી છે. ધન્યાસી રાગની પ્રથમ ઢાળમાં કવિ દ્વારા ભાવથી કરાયેલી પૂજા શું શું ફળ આપે છે તેનો ચિતાર કાવ્યમાં આલેખાયેલ દેખાય છે. તો આજ રાગવાળી બીજી ઢાળમાં કવિ જ્યારે ૧૬૮૩માં ઉન્નતપુરયાત્રાએ પધાર્યા હતાં ત્યારે તેમણે ઉન્નતપુરમાં અન્ય કયા કયા જિનાલયોની જિનપ્રતિમાઓની વંદના કરી હતી તેનું આલેખન અહીં જોવા મળે છે. નેમિનાથ પ્રભુના જિનાલય સિવાય સંભવનાથપ્રભુનું જિનાલય, અમિઝરા પાર્શ્વનાથનું જિનાલય, ઋષભદેવ પ્રભુનું જિનાલય તથા શાંતિનાથપ્રભુનું જિનાલય આ ચારેય જિનાલયની નોંધ ઉનાના અન્ય જિનાલય સંબંધી એક મહત્ત્વનો પુરાવો છે. પોતાની આ રચનાનું શ્રેય પણ પોતે જાણે ગુરૂભગવંતને જ આપતાં હોય તેવા ભાવો વર્ણવતાં કવિએ ઉન્નતપુરના એ પાંચેય જિનાલયોને અનુત્તર સુખ આપનારા, પાંચમાં જ્ઞાનને તથા પંચમગતિને આપનારા આ જ ઢાળની ૬ઠ્ઠી ૭મી ગાથામાં વર્ણવ્યા છે. પોતાના નામનો ઉલ્લેખ પૂર્વક ઉન્નતપુર સંઘના આગ્રહથી પ્રસ્તુત કૃતિની રચના કર્યાનું કારણ જણાવી કવિ આ ઢાળનું સમાપન કરે છે. કાવ્યાન્નની ઢાળમાં શરૂઆતમાં રહેલા ૩ પવો કવિના દાદાગુરૂ આ. શ્રીહીરવિજયસૂરિજીને ઉદેશી લખાયેલ ઐતિહાસિક પડ્યો છે. ગંધાર બંદરે રહેલા સૂરિજીને અકબર દ્વારા તેડુ, સૂરિજી દ્વારા અકબર સાથે ધર્મચર્ચા, સૂરિજીથી પ્રભાવિત થયેલાં અકબર દ્વારા પર્યુષણ પર્વના ૧૨ દિવસ અમારિ ઉદ્ઘોષણાના તથા ૧૨ કોશના ડામર સરોવરમાં માછીમારી નિષેધનાં ફરમાનની વિગત તેમાં નોંધાઈ છે. અંત્ય ૨ પદ્યોમાં કવિ પોતાની ગુરુપરંપરાનો તેમજ તેમનાં ગુણવૈભવનો ઉલ્લેખ કરવા દ્વારા કાવ્યનું સમાપન કરે છે. કર્તા પરિચય : પ્રસ્તુત કૃતિકાર શ્રી હીરવિજયસૂરિજી મ.સા.ની પરંપરામાં શ્રી ધર્મવિજ્યજીના શિષ્ય ધનહર્ષ છે. તેમની અન્ય ૧-૨ કૃતિઓ મળે છે. તેમની રચના ભાષાકીય દ્રષ્ટિએ સરળ છે. ઓછા શબ્દમાં પણ ઘણું બધું કહેવાયું હોય તેવું તેમની રચના જોતા લાગે છે. સંપાદનાર્થે પ્રસ્તુત કૃતિની હસ્તપ્રત આપવા બદલ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડારના વ્યવસ્થાપક શ્રી યતિનભાઈનો ખૂબ ખૂબ આભાર. For Private and Personal Use Only
SR No.525317
Book TitleShrutsagar 2016 12 Volume 07
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2016
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy