________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SHRUTSAGAR
32
November-2016
જેમ કેટલાક મુસલમાન બાદશાહો એવાં કાર્ય કરવાને પોતાના ધર્મને લાભ થાય છે એમ ગણતા, ત્યારે બીજાઓ, હિંદુ મુસલમાનોને સરખા ગણી તેમને અદલ ઈન્સાફ આપવામાં, સર્વ ધર્મને માન આપવામાં આવે, અન્ય ધર્મી સાથે ભાઇચારો વધારવામાં આપણું કર્તવ્ય રહેલું છે એમ સમજતા; બાબર, અકબર, જહાંગીર અને શાહજહાન આ બીજા વર્ગના બાદશાહ થઇ ગયા.
અમદાવાદના નગરશેઠ શાન્તિદાસ ઝવેરીએ ઘણા પૈસા ખરચીને મોટું જૈન દેવાલય બંધાવ્યું હતું. શાહજાદા ઔરંગજેબના હુકમથી તે દેવળ તોડી પાડીને તેને ઠેકાણે મસીદ બાંધવામાં આવી, તેથી નારાજ થઇ શાન્તિદાસ બાદશાહને ફરિયાદ કરવા માટે દિલ્હી ગયા.
શાહજહાને શેઠની સર્વ હકીકત સાંભળીને ન્યાયની ખાતર પોતાના શાહજાદા દારાશિકોહની સહીથી પરવાનો લખી મોકલ્યો. તેમાં અમદાવાદના હાકેમને એવું ફરમાવ્યું કે તેણે મસીદને સ્થળે નવું દેરૂં બાંધી આપવું, જૂના દેવલનો જે સરસામાન મુસલમાનોએ લઇ લીધો હોય તેનો કબજો શેઠને સોંપવો.
હવે પછી કોઇએ તેમને હેરાનગતિ કરવી નહિ તથા અમુક અમુક જૈન તહેવારોએ શહેરમાં જીવહિંસા કરવી નહિ. પરધર્મી બાદશાહે જેવો ઈન્સાફ આપ્યો, તેવો ઈન્સાફ બીજા પરધર્મી મહારાજા ભાગ્યે જ આપી શકે.
વળી શાહજહાન બાદશાહે જૈનોના પૂજ્ય શેત્રુંજા પર્વતની આસપાસ તેમ પાલીતાણામાં જીવહિંસા ન કરવાનો પરવાનો કાઢ્યો હતો. એ જ પ્રમાણે અકબરે અને જહાંગીર બાદશાહે પણ જીવહિંસા ન કરવાના તથા જૈનધર્મને મદદ આપવાના હુકમો કર્યા હતા. આવા ન્યાયી બાદશાહો મુસલમાનો છતાં પણ તેમને માટે હિંદુઓ વફાદારી બતાવે એમાં શી નવાઇ?
શેઠ શાન્તિદાસ ઠેઠ દી‚િ દ્વાર જૈ ચઢ્યા. પાદશાહ પાસે અર્જ આપવા ત્યહાં અડયા. દેહરો બાંધી આપવા, મસીદ પાડી નાખવા. ન્યાયનો ઠરાવ કીધ, શાહ નામ રાખવા.
- શ્રી જૈન સત્યપ્રકાશ ઈ.સન ૧૯૪૩ વર્ષ-૯ અંક-૨માંથી સાભાર
For Private and Personal Use Only