SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुतसागर नवम्बर-२०१६ માત્ર જૈન આચાર્યોના ઇતિહાસ જ નહીં સાથોસાથ તત્કાલીન અનેક રાજાઓ, વિદવાનો, પ્રધાનો, કવિઓ અને પ્રસંગોપાત વિશિષ્ટ ઉલ્લેખ તથા ઐતિહાસિક તો અન્તર્નિહિત છે. ભારતનાં સાહિત્ય-સમ્રાટોની પણ કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓનો ઉલ્લેખ કરેલ છે. ભાષાની દ્રષ્ટિએ પણ પ્રભાવશાળી છે. વર્ણન પણ સુસંબદ્ધ તથા સુપરિમિત છે. આ ચરિત્ર-પ્રબંધનાં અવલોકનથી વિદ્વાનોને ઘણી વિશિષ્ટ વાતોનું જ્ઞાન થશે જેમકે જૈનધર્મનાં કેવા કેવા પ્રભાવશાળી વિદ્વાનોનાં આપણે વારસદાર છીએ તથા જૈનદર્શનને કેવી રીતે એક ધાર્મિક સમુદાયનું સ્વરૂપ મળ્યું. જૈન ધર્મ તથા જૈન સમાજના વિકાસ અને પરિવર્તનનાં તથ્યપૂર્ણ ઇતિહાસને આ પ્રબંધનાં અધ્યયન-મનનથી ઉત્તમ પ્રકારનું સાહિત્ય પ્રદાન થયું છે. દિગ્વિજય મહાકાવ્ય (કાવ્યાત્મક ગ્રંથ) દિગ્વિજ્ય મહાકાવ્ય સત્તરમી-અઢારમી શતાબ્દીના મહાન પ્રાભાવિક અને મહાવીરસ્વામીની પટ્ટપરંપરાના ૬૧માં ભટ્ટારકાચાર્યશ્રીવિજયપ્રભસૂરીશ્વરજીનું ચરિત્રવર્ણન આલેખે છે અને તેમનાં ગુરુ વિજયદેવસૂરિનું પણ ચરિત્રાલેખન છે. શ્રીવિજય પ્રભસૂરીશ્વરજીએ કરેલા ગામ, નગર અને શહેરના વિહારવર્ણન દ્વારા ભૌગોલિક માહિતી સહજતાથી સમજાય તેવી છે. કવિએ ઉદયપુર, શંખેશ્વર, | સિરોહી, આગરા, બનારસ, પટના અને સમેતશિખર આદિ મોટાં મોટાં સ્થળોનું વર્ણન કર્યું છે, તેના કરતાં કાવ્યનું કવિત્વ દ્રષ્ટિને વધુ સ્પર્શે છે. જૈન પુસ્તકપ્રશસ્તિ સંગ્રહ (ઐતિહાસિક) પાટણ, તંભતીર્થ, જેસલમેર આદિસ્થાનોમાં સંરક્ષિત જૈન જ્ઞાનભંડારોમાંથી ઉપલબ્ધ જૈન પુસ્તક0 પ્રશસ્તિઓનો સંગ્રહ. આ પ્રશસ્તિસંગ્રહમાં ૨ પ્રકારની પ્રશસ્તિઓ સંગ્રહિત કરવામાં આવેલી છે. પ્રશસ્તિલેખોમાં મુખ્ય વર્ણન એ વ્યક્તિનું હોય છે, જે પુસ્તકના પ્રારંભમાં લેખકનાં વંશનો ઉલ્લેખ કરવામાં આવે ત્યાર બાદ તેના એ નિકટવર્તી પુરુષની વંશાવલી શરૂ કરવામાં આવે જેની પ્રસિદ્ધિ થઈ હોય પછી દાદા- પિતા માતા આદિના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે અને ધર્મોપદેશી વ્યક્તિની પ્રેરણાથી લખાયું હોય તેના ગુરૂ આદિનો પરિચય અને નામનિર્દેશ કર્યો હોય છે તથા સમકાલીન રાજાઓનો પણ ઉલ્લેખ કરેલો હોય છે. અંતે પુસ્તક પઠન-પાઠન કરનારાઓ માટે મંગલ, કલ્યાણ અને આશીર્વાદનું નિરુપણ કરેલું હોય છે. આ ગ્રંથમાં ૧૧૧ પ્રશસ્તિઓ છે તથા તાડપત્રીય પુસ્તકના સંક્ષિપ્ત લેખો આપેલાં છે, જે ૪૩૩ છે. For Private and Personal Use Only
SR No.525316
Book TitleShrutsagar 2016 11 Volume 03 06
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2016
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy