SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિંઘી જૈન ગ્રંથમાલા અશ્વિન બી. ભટ્ટ ફ્રિ જ્ઞાન સાં પવિત્રમિઢ વિદ્યતે' વાસ્તવમાં આ સંસારમાં જ્ઞાનથી પવિત્ર બીજું કંઈ નથી, કારણ કે જ્ઞાનજ્યોતિ પ્રાપ્ત કરવાનું પ્રધાન સાધન શાસ્ત્ર છે. શાસ્ત્ર દ્વારા જ જ્ઞાનનો વિકાસ થઈ શકે છે, માટે શાસ્ત્રોનું સંરક્ષણ કરવું મનુષ્યમાત્રનું પરમ કર્તવ્ય છે. આ ભગીરથ કાર્ય ને સુચારુ સ્વરૂપ આપીને જૈન આગમિક, દાર્શનિક, સાહિત્યિક, ઐતિહાસિક, કથાત્મક ઇત્યાદિ વિવિધ વિષયગુણ્ડિતા પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, પ્રાચીનગૂર્જર, રાજસ્થાની આદિ નાનાભાષાનિબદ્ધ સાર્વજનિક પુરાતનવાલ્મય તથા નવીન સંશોધનાત્મક સર્વશ્રેષ્ઠ સાહિત્ય પ્રકાશિની જૈનગ્રન્થાવલી એટલે સિંઘી જૈન ગ્રંથમાલા. આ ગ્રંથમાલા એ જ્ઞાનગંગાને નવો જ પ્રવાહ આપ્યો છે. આ ગ્રંથમાલા દ્વારા માત્ર જૈન જ નહીં પરંતુ જૈનેતર સાહિત્ય પણ પ્રકાશિત કરેલ છે. આવા સર્વધર્મસમભાવને કારણે તેમનું નામ આજે આંતરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત છે. આ ગ્રંથમાલા દ્વારા સંપાદિત સાહિત્ય સરળભાષામાં શાસ્ત્રનાં રહસ્યોને સમજાવે છે. જેમકે મેરૂતુંગાચાર્ય વિરચિત પ્રબંધચિંતામણિનો હિંદી અનુવાદ તથા ભારતીય પ્રમાણશાસ્ત્ર માટે ઉપયોગી પ્રમાણમીમાંસા ઉપરોક્ત બાબતની સાક્ષી પુરે છે. તે ગ્રંથની સાથે સંપાદિત કરવાથી સાક્ષર વ્યક્તિ પણ આપણા શાસ્ત્રના ગૂઢ રહસ્યને સરળતાથી સમજી શકે છે અને આ પ્રકાશનો બધાં માટે બુદ્ધિગમ્ય અને રોચક બને છે. જેથી આજની પેઢીના જે લોકો સંસ્કૃત અને પ્રાકૃત ભાષાથી વિરક્ત છે. તેવા લોકોને આપણી સંસ્કૃતિનું માહાસ્ય સમજાશે અને આ સાહિત્યની દિવ્યતા ઓળખીને તેમનું સંરક્ષણ કરવા પ્રેરાશે. હજુ પણ એવું ઘણું સાહિત્ય છે. જેનું ઉદ્ધરણ અવશિષ્ટ છે. તેથી આ ગ્રંથમાલાના આવા ભગીરથ કાર્યોથી આપણે સૌને નષ્ટપ્રાયઃ થતાં પ્રાચીન-સાહિત્યનાં સંરક્ષણ તથા સમ્માર્જન કરવાની પ્રેરણા મળે છે. ગ્રંથમાલા-સંસ્થાપકનો પરિચય – अस्ति वङ्गाभिधे देशे सुप्रसिद्धा मनोरमा। मुर्शिदाबाद इत्याख्या पुरी वैभवशालिनी ।। श्री बहादुरसिंहाख्यो गुणवाँस्तनयो स्तयोः । अभवत् सुकृती दानी धर्मप्रियश्च धीनिधिः ।। For Private and Personal Use Only
SR No.525316
Book TitleShrutsagar 2016 11 Volume 03 06
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2016
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy