________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાંક મહત્ત્વનાં ફરમાનપત્રો
સંગ્રાહક-મુનિશ્રી ન્યાયવિજયજી (બ) (ત્રીજું ફરમાન) (ગતાંકથી આગળ)
આ ફરમાન પણ ગુજરાત (શહેર)ના હાકેમ તથા અમલદારોના ઉપર કાઢવામાં આવ્યું છે.
સદરહુ શહેરમાં રહેતા મહાજનોમાં લોકા નામની એક કોમ વસે છે. તે કોમ અમારા દરબારમાં આવી, ને હેણે અમારી મદદ માટે અરજ ગુજારી કે શાંતિદાસ, સૂરદાસ વગેરે મહાજનો અમારી જોડે ખાનપાનનો તથા સગપણનો વ્યવહાર રાખતા નથી. આ ઉપરથી આફતાબ જેવી પ્રકાશિત દરબારમાંથી એવો હુકમ કાઢવામાં આવે છે કે ઉંચા દરજ્જાના શરીઅત તથા દેદીપ્યમાન એવા (હમારા) ધર્મ પ્રમાણે પરસ્પર ખાવા પીવાનો કે સગપણનો વ્યવહાર રાખવો એ બંને પક્ષની રાજીખુસી તથા રઝામંદી (ઇચ્છા) ઉપર આધાર રાખે છે.
તેથી જો એમની તે બાબતની ઈચ્છા હોય તો હેમણે એક બીજા જોડે સગપણનો વ્યવહાર બાંધવો તથા પરસ્પર જમવા ખાવાની છૂટ રાખવી; પણ જો તેમ ઈચ્છા ન હોય તો કોઈ પણ શખસે કોઈ બીજાને તે બાબત અડચણ કરવી નહિ અને એને સંબંધે કોઈએ કોઈને હેરાન કરવું નહિ.
તેમ છતાં જો કોઈ કોઇને હેરાન કરશે તો (હમારા) ધર્મ પ્રમાણે હેનો ન્યાય થશે. તેથી કોઈએ હમારા ફરમાનથી વિરુદ્ધ વર્તવું નહિ. લખું તારીખ ૨૭ માટે રજન્ ઉલ્ મુરજ્જબૂગાદીએ બેઠાનું વરસ ૧૮મું તે હીજરી સને ૧૦૩૪.
આ લેખના ઉપરના ભાગમાં એક હોટી ચોરસ મહોર છે, તેમ એક વર્તુલ આકારની મહોર છે, તે વર્તુલની આસપાસ નવ ગોળાકાર મહોર છે. અને તે દરેકમાં બાદશાહના વડવાઓનાં તમૂર સુધીનાં નામ છે. પાછળ મહમદ દારા શકુહની મહોર છે અને ઈસ્લામખાન મારફત એ સનદ નીકલી છે એમ લખ્યું છે. (ક) (ચોથું ફરમાન)
(ગુજરાતના સુબા તથા અમલદારોના અંગે જે ખેતાબો વગેરે વાપર્યા છે તેનો અમે અનુવાદ કર્યો નથી)
ગુજરાતના હાલના તથા હવે પછીના સૂબાઓને માલુમ થાય કે અત્યાર
For Private and Personal Use Only