________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
15
श्रुतसागर
अक्टूबर-२०१६
“શ્રુતસાગર” માસિકમાં બ્રાહ્મીનો ચાર્ટ તૈયાર કરનાર લિપિ-વિશેષજ્ઞ ડૉ. શ્રી ઉત્તમસિંહજીનો રૂબરૂ સંપર્ક કર્યો, વિદ્વત્તાના ભાર વગર તેઓશ્રીએ મને ખૂબ જ ઉદારતાપૂર્વક પ્રોત્સાહન અને પ્રેરણા કરી મારી ક્ષતિઓ દૂર કરવા માર્ગદર્શન આપ્યું, જે કોબા જ્ઞાનમંદિરની લાક્ષણિકતાને કારણે મારા માટે ખૂબ જ ઉપયોગી થયું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમ પૂજ્ય આ. શ્રી અજયસાગરસૂરિજી જે કોબા સ્થિત જ્ઞાનમંદિરના શ્વાસ અને પ્રાણ સ્વરૂપ જ્ઞાનપિપાસુ વ્યક્તિઓને માટે એક જ્ઞાનની પરબ સમાન છે તેઓશ્રીએ પણ ખૂબ જ નિખાલસતાથી પ્રોત્સાહન પૂરું પાડેલ છે.
બ્રાહ્મી લિપિને પુસ્તકારૂઢ કરવા માટે મારી જાણ મુજબ કોઈ ટાઈપો ફોન્ટ કોમ્પ્યુટરથી કામ કરવા માટે નથી તેમ છતાં ઘણી શોધખોળ કરી પણ કાંઈ હાથ લાગ્યું નહીં. ધ્યેયને સિદ્ધ કરવા હિંમત હાર્યા વગર એક નિશ્ચય કર્યો કે બ્રાહ્મીને પુસ્તકારૂઢ કરવી છે. આ વિચારને ફલિતાર્થ કરવા મેં ટાઈપો-મેટ્રીસબીબા કોમ્પ્યુટર દ્વારા કામ થઈ શકે તે માટે દિવસો નહીં મહિનાઓની મહેનતે બ્રાહ્મી લિપિ કોમ્પ્યુટર દ્વારા લખવાને માટે મૂળાક્ષરો તૈયાર કરાવ્યા જેના દ્વારા પુસ્તકારૂઢ થયેલ બ્રાહ્મી લિપિ આપના કરકમલોમાં પ્રસ્તુત છે.
પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવે તેઓની પુત્રી બ્રાહ્મીને લિપિજ્ઞાન આપ્યું તેથી તે લિપિનું નામ બ્રાહ્મી પડ્યું પણ આજે બ્રાહ્મી લિપિ લુપ્ત થવામાં હોય તેના જાણકાર પણ બહુ જ ઓછા છે. આવતા વર્ષોમાં આ લિપિ નાબુદ ન થઈ જાય તે માટે મારો નમ્ર પ્રયાસ છે.
હું કોઈ લિપિ વિશેષજ્ઞ નથી કે નથી વિદ્ભોગ્ય સાહિત્ય રચી શકું તેવી ક્ષમતા ધરાવતો, હું વિદ્યાર્થી અવસ્થાનો જ્ઞાનપિપાસુ છું. બ્રાહ્મી લિપિના પુરાતન શિલાલેખો ઉકેલી શકું તેવી કુસળતા ધરાવતો નથી તેમ છતાં મેં એવો નિર્ણય કર્યો કે બ્રાહ્મી લિપિમાં કોમ્પ્યુટરથી કામ કરી શકાય તેવી રીતે મૂળાક્ષરો તૈયાર કરાવી નાની-નાની કૃતિઓ છપાવીને વિજ્રનો સમક્ષ પ્રસ્તુત કરી બ્રાહ્મી લિપિને પ્રકાશમાં લાવવી.
આ મારા પ્રયત્નમાં દરેકને અબાધિત અધિકાર છે કે, મારી ક્ષતિઓ જણાય તેનું સૂચન કરી પ્રોત્સાહન પૂરું પાડશો તેવી હાર્દિક નમ્ર અરજ છે.
બ્રાહ્મી લિપિ પુસ્તકારૂઢ કરવા માટે પ.પૂ. આચાર્ય શ્રી શીલચંદ્રસૂરિજી મ.સા. ના શિષ્યરત્ન શ્રી કલ્યાણકીર્તિવિજયજી મ.સા.એ માર્ગદર્શન આપ્યું જેથી તેઓનો તેમજ જે જે વ્યક્તિઓએ સહયોગ, માર્ગદર્શન અને સહકાર આપેલ છે તેઓને શત શત વંદન સહ આભારની લાગણી વ્યક્ત કરું છું.
For Private and Personal Use Only