________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર
જૈન શાસનમાં આત્મારામજી મહારાજ એક એવું ઝળહળતું નામ છે કેજેનાથી ભાગ્યે જ કોઈ અજાણ હોય. સર્વ ધર્મ તત્ત્વવેત્તા, ન્યાયાભાનિધિ, પડછંદ કાયા પ્રતિભાના ધણી એવા વિજયાણંદસૂરિજી જે આત્મારામજીના હુલામણા નામથી વિશેષ જાણીતા છે તેમના આપણા ઊપર અગણીત ઉપકાર છે. તે યુગના અજોડ શાસન પ્રભાવક, વિદ્વાન અને સાથે-સાથે કવિ પણ હતા જેમની સત્તરભેદી પૂજા આજે દરેક સંઘમાં હોંશે હોંશે ગવાય છે.
દેશ-વિદેશના તમામ ધર્મના વિદ્વાનો તેમની વિદ્વતાનો લાભ લેતા હતા. એવા તે યુગ પુરુષનો એક અંગ્રેજ વિદ્વાન સાથેનો પત્રાચાર અત્રે રજુ કરેલ છે જેનાથી જાણવા મળે છે કે એક અંગ્રેજ વિદ્વાનની જૈન ધર્મના મૂલ્યો અને તથ્યો પરત્વેની જિજ્ઞાસા અને જાણકારી કેવી છે! એક સમર્થ જૈનાચાર્ય દ્વારા અપાયેલ ઉત્તરો અને તેનાથી સંતુષ્ટ થયેલ તે વિદ્વાનની જૈનાચાર્ય પ્રત્યેની ભાવના કેવી છે ! તે જાણવા મળે છે. સાથે-સાથે ગુરુ પરંપરા અને ગચ્છ વિષયક માહિતી પણ
_જાણવા મળે છે.
| (અનેક ગુણ સંપન્ન શ્રીમન્મહારાજ શ્રી આત્મારામજી (આનંદવિજજી) એ બંગાલની એશીયાટીક સોસાયટીના સેક્રેટરી ડૉ. હોર્નલના પ્રશ્નોના આપેલા ઉત્તરો)
પ્રશ્ન કરનાર ડોક્ટર હોલને કોઈ શ્રાવક તરફથી પરભાર્યા ખબર મળેલા કે શ્રીમન્મહારાજ શ્રી આત્મારામજી (આનંદવિજયજી) એ એક જૈનમતના સઘળા આચાર્યોની પેઢી બતાવનારું કોઈ પ્રકારનું વૃક્ષ બનાવ્યું છે.
તે ઉપરથી સાહેબે તેની એક નક્કલ મંગાવેલી તે મોકલાવ્યા બાદ તે વૃક્ષ સંબંધી તેમણે પ્રશ્ન પુછેલા તે અસલ પત્ર જેમાં બીજી પણ કેટલીએક જાણવા લાયક હકીકત છે તે ઈંગ્રેજી પત્રનું ગુજરાતી ભાષાંતર આ નીચે આપ્યું છે અને ત્યારબાદ તે પત્રમાંહેના પ્રશ્નોના મોકલાવેલા ઉત્તરો પણ દાખલ કર્યા છે.
ધી. મદરેસા. વેસ્લી સ્કવેર.
તા.૨૮ ફેબ્રુઆરી સને. ૧૮૮૯. શ્રીમહારાજ મુનિ. આત્મારામજી. (આનંદવિજયજી)
For Private and Personal Use Only