________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर
6
जून-२०१६
સુજ્ઞો! વિચારો! આ વાક્ય વાંચી કોને ખેદ થયા વગર રહેશે. બાદશાહો અને દુષ્ટ ધર્મીઓના ભયથી જેસલમેરમાં ગુપ્ત ભંડાર કર્યો તેની ખબર કોઈ લેતું નથી. જે પુસ્તકો વાંચી જાણે છે તેને પુસ્તક સબંધી લાગણી રહે છે. શ્રાવકવર્ગ સંસ્કૃત ભણ્યા વિના મુનિવર્ગ જેટલી લાગણી ક્યાંથી ધરાવી શકે. તો પણ હાલમાં સંસ્કૃતાભ્યાસી શ્રાવકવર્ગ જીર્ણ ગ્રંથોદ્ધારની ચિંતા ધરાવે છે તેથી આનંદ માનવો જોઈએ છીએ.
શ્રી સત્યવિજયજી પંન્યાસ તથા પંડિત મુનિરાજ શ્રી પદ્મવિજયજી વિગેરે સંવેગી સાધુઓએ શ્રી અમદાવાદમાં ડહેલાના ઉપાશ્રયે પુસ્તક સંગ્રહ કર્યો છે. તેનો યથાયોગ્ય મુનિવર્ગ લાભ લેશે તો સંતોષ માનવા જેવું થશે.
પાટણના ભંડારોની વ્યવસ્થા સારી થવી જોઇએ. મુનિરાજ શ્રી કાંતિવિજયજી મહારાજ પાટણના ભંડારોની વ્યવસ્થા સુધારવા જે પ્રયત્ન કરે છે તે પ્રશંસનીય છે. પાલનપુરમાં ડાયરાના ઉપાશ્રયનું પુસ્તકાલય છે. તેનો મુનિવર્ગ લાભ લે એમ થશે તો ઠીક છે.
કેટલાંક પુસ્તક આણંદજી કલ્યાણજીની દુકાને (પેઢીએ) છે એમ સાંભળ્યું છે. તેની પણ ટીપ થઇ ઉપયોગ થાય તો આનંદ તથા કલ્યાણ થાય. મારવાડમાં મેડતા વિગેરે સ્થાને પ્રાચીન ગ્રંથો ઉધેહીના ભોગ થઇ પડ્યા છે. તેની સંભાળ લેવાય તો સારૂ. આ બાબત જો મુનિવર્ગ વ્યાખ્યાનદ્વરા બોધ આપે તો લાભ થઇ શકે. દરેક ઉપાશ્રયના સાધુ યા શ્રાવકવર્ગે આ બાબત પર વિશેષ લક્ષ આપવું જોઇએ. આ જીર્ણ ગ્રંથોદ્ધારનું કૃત્ય હાલ અગત્યનું છે અને કરવા લાયક છે. ધનવાન ગૃહસ્થોએ ધન ખર્ચી જ્ઞાનનો લાભ લેવો જોઇએ. મુનિવર્ગે સ્વશકત્યાનુંસાર ઉપદેશ આપીને આ કામમાં પ્રયત્ન કરવો જોઇએ.
સુરતમાં ને અમદાવાદમાં જૈન શાળાઓ નીકળી તેમ બીજે ઠેકાણે પણ વ્યવહારિક જ્ઞાન સાથે ધાર્મિક જ્ઞાન શીખવાની શાળાઓ નીકળવાની ઘણી અગત્યતા છે, નવકારશી જમાડવી, સંઘ કાઢવો વિગેરે કૃત્યમાં લાભ છે, તેમ જૈની શાળાઓમાં પણ મોટો લાભ છે. માટે તે કૃત્ય કરવું જોઇએ. મુનિરાજ મહારાજ કે જે અભ્યાસી હોય તેમને ભણાવવામાં પંડિતના પગારની સગવડ થવી જોઇએ. અને તેમને પુસ્તકો જે ભણવામાં જોઇએ તેની સગવડ કરી આપવી જોઇએ. તેથી મોટો લાભ થાય છે. જે ભવ્યો આ લેખ વાંચી યથાશક્તિ તન, મન ધનથી પ્રયત્ન કરશે તે આ ભવમાં અત્યંત લાભ મેળવી અનુક્રમે શિવસુખ પામશે.” રૂત્યતં વિસ્તરે.
(જૈન ધર્મપ્રકાશ વર્ષ ૧૯૫૯ અંક ૪-૫ માંથી સાભાર)
For Private and Personal Use Only