SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુવાણી જીર્ણ ગ્રંથોદ્ધાર મુનિશ્રી બુદ્ધિસાગરજી આજથી 100થી વધુ વર્ષો પૂર્વે પૂ. યોગનિષ્ઠ આ. શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી દ્વારા જીર્ણ પ્રતો બાબતે હૃદયસ્પર્શી ચિંતા વ્યક્ત કરતો આ લેખ છે. આ સાથે પૂ. બુદ્ધિસાગરજીએ પૂ. આત્મારામજી મહારાજના ઉદ્ગાર પણ શબ્દશઃ ટાંક્યા છે. મૃતવારસા સુરક્ષાની ઉપેક્ષા સામે આ લેખમાં જે ચોટનાર શબ્દોના ચાબખા મારવામાં આવ્યા છે તે કદાચ બીજે ક્યાંય નહીં હોય. આવા પૂજ્યોના પ્રતાપે આજે શ્રુતક્ષેત્રે ક્યાંક-ક્યાંક જાગૃતિ જોવા મળી રહી છે છતાં આજે પણ આ લેખ એટલો જ પ્રસ્તુત છે એટલે જ અત્રે રજૂ કરવામાં આવ્યો છે. વિશેષ જાગૃતિ માટે લેખ સાવંત વાંચી જવા ખાસ ભલામણ છે. આ વિષે બહુ અગત્યનો છે. પાટણ જેસલમેર, વિગેરે ઠેકાણે બહુ જીર્ણ ગ્રંથો ભંડારોમાં છે. કેટલાંક સૂત્રો તથા ગ્રંથો તાડપત્ર પર લખેલા જોવામાં આવે છે. હવે જુના થએલા ગ્રંથોની પ્રતોનો નકલ તરીકે ઉદ્ધાર કરવામાં નહીં આવે તો થોડા કાલમાં તે અમૂલ્ય ચિંતામણિ રત્ન સમાન ગ્રંથોનો વિનાશ થશે એમ સંભવ છે. કેટલાક પ્રાચીન ગ્રંથોને હાથમાં લઇ તેનાં પાનાં ફરેવતા કકડે કકડા થઇ જાય છે. કેટલાંક પુસ્તકો ઘણો કાળ ભંડારમાંને ભંડારમાં રહેવાથી ઉધહી લાગી નાશ થવા પામે છે. જૈન દર્શનની શ્રેષ્ઠતા, સત્યતા, જ્ઞાનના આધારેજ રહી છે. આપણા પૂર્વચાર્યોએ ઘણી મહેનતે ગ્રંથો બનાવ્યા છે તથા લખાવ્યા છે, તે ગ્રંથોનો નાશ થવા દેવો તે ઠીક કહેવાય નહીં. એક ગ્રંથ રચવામાં કેટલી મહેનત પડે છે તે વિદ્વાન વર્ગ જાણે છે. તેમ છતાં સકળ સંઘના આગેવાન પંડિત મુનિ વર્ગ તથા સદ્ગહસ્થો હજુ પ્રમાદ તજી યથાયોગ્ય પ્રયત્ન કરતા નથી તે ખેદકારક છે. હાલમાં નવાં દેરા બાંધવાં તેના કરતાં પણ નીર્ણ ગ્રંથોદ્ધારમાં જો ધન ખર્ચવામાં આવે તો ઘણો ફાયદો સમજાય છે. ઘણે ઠેકાણે ગાડરીયા પ્રવાહની પેઠે ઉજમણાં કરવામાં આવે છે. તેમાં ધામધુમ જોઇએ તો ચંદ્રવા તથા પુંઠીયાની અને પુસ્તક તો થોડા રૂપૈયાનાં કે આનાના હોય છે. પણ ખરી રીતે તો જુના ભંડારોમાંથી લહીયાઓ રાખી જુના પુસ્તકોની જેટલી શક્તિ હોય તે પ્રમાણે નકલો લખાવી તેનું ઉજમણું કરવું તે ઠીક લાગે છે. જો તેવી રીતે જુના પુસ્તકોનો ઉદ્ધાર કરવાની હાલમાં પ્રવૃત્તિ ચાલે તો તેથી ઘણો ફાયદો થશે. - પાંચ કે દશ રૂપૈયાનાં ચંદ્રવા કે પુંઠીયાં જોઇએ. તેને ઠેકાણે પાંચસે પાંચસે રૂપૈયાના ચંદ્રવા, પુંઠીયાં કરાવવા અને જ્ઞાનને ઠેકાણે પાંચ દશ રૂપૈયાના કે પાંચ દશ આનાના પુસ્તક For Private and Personal Use Only
SR No.525311
Book TitleShrutsagar 2016 06 Volume 03 01
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2016
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy