________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SHRUTSAGAR
26
June-2016
આ કર્ણદેવ કયા તે હજુ વિચારવાનું છે. ગ્રંથકાર શ્રીમાલવંશના હતા, પ્રાયઃ તે જૈન હશે, પરંતુ તે માટે નિર્ણયરૂપમાં કંઇ કહી શકાય તેમ નથી. તેઓ ‘ગૂજરાતના વતની હોવા જોઈએ’ એમ તો આ ગ્રંથમાં વપરાયેલ ભાષા ઉપરથી અનુમાન કરી શકાય તેમ છે. વૈશ્યો પણ વિદ્વાન થઇ ગયા છે અને તેમણે પણ સાહિત્યસેવામાં અમુક અંશે ભાગ લીધો છે એ આ ગ્રંથ જોવાથી વિશેષ સ્પષ્ટ જણાઈ આવે છે.
ગ્રંથકારે પ્રશસ્તિમાં જણાવ્યું છે કે-‘આ બાલશિક્ષા બહુ શાસ્ત્રોનું વિલોકન કરી રચેલી છે.' તે તેમાં મૂકેલાં શૃંગારિતલકાલંકાર, કુમારસંભવ, માઘ વગેરેનાં ઉદાહરણોથી પ્રમાણિત ગણી શકાય તેમ છે.
અપભ્રંશ ભાષા પર્યંત પ્રાચીન પદ્ભાષાનું સાંગોપાંગ વ્યાકરણ રચનાર, સુપ્રસિદ્ધ ગ્રંથકાર શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના સ્વર્ગવાસ (વિ.સં. ૧૨૨૯) પછી લગભગ સો વર્ષે, ગૂજરાતીથી હૈમવ્યાકરણનું સંક્ષિપ્ત જ્ઞાન કરાવનાર કુલમંડનસૂરિના મુગ્ધાવબોધ ઔક્તિકની રચના (વિ.સં. ૧૪૫૦) પહેલાં લગભગ સો વર્ષે, ગુજરાતમાં મુસલમાની રાજ્ય મંડાયું (વિ.સં. ૧૩૬૫) તે પહેલાં ત્રીસેક વર્ષ પહેલાં-આજથી સાડા છસો વર્ષ ઉપર ગૂજરાતી ભાષાનું સ્વરૂપ કેવા પ્રકારનું હતું? વર્તમાનમાં પ્રચલિત ગૂજરાતીથી તે કાળની ગુજરાતીમાં કેટલો અને કેવા રૂપમાં ફેરફાર હતો એ વિષયમાં ઘણો સારો પ્રકાશ પાડી શકે તેવો આ ગ્રંથ છે. તેથી તેના જૂદા જૂદા પ્રક્રમમાં વપરાયેલા શબ્દો સંગૃહીત કરી વાચકોની જાણ માટે અહિં દર્શાવું છું.
૧ સંજ્ઞા પ્રક્રમમાં- સ્વર કેતા ૧૪, સમાન કેતા ૧૦, સવર્ણ ૧૦, હ્રસ્વ ૫, દીર્ઘ ૫, નામીઆ સ્વરો ૧૨, સંધ્યક્ષર ૪, વ્યંજન ૩૩, વર્ગ ૫, કચટતપ, અઘોષ ૧૩, ઘોષવંત ૨૦.
લિંગુ ૩ પુલ્લિંગુ, સ્ત્રીલિંગુ, નપુંસકલિંગુઃ ભલુ પુલિંગુ, ભલી સ્ત્રીલિંગુ, ભલું નપુંસકલિંગુ.
3 સ્યાદિપ્રક્રમમાં- સિ એકવચનું, ઔ દ્વિવચનુ, જર્ બહુવચન.
૪ કારકપ્રક્રમમાં- પત્ર ૧૩ માં અથ પ્રત્યે વિમત્તિપ્રાપ્તિમાન્ન- કરઈ, લિયઈ, દિયઈ ફત્યાવૌ વર્તમાનના
કીજઇ, દીજઈ, લીજઈ કૃત્યાૌ વોૌ ધર્મળિ વર્તમાનયા आत्मनेपदम्।
કરિજે, લેજે, દેજે ફત્યાવો ારાંતવનને સપ્તમી
કરિ, લઈ, દઈ રૂત્યાવૌ અનુમતિ તંત્રની
કીજઉં, દીજઉ, લીજઉ ફત્યાવૌ ધર્મખ્યાત્મનેપવી કીધઉં, દીધઉં, લીધઉં નૃત્યાવો પરોક્ષ ચુસ્તન્યદ્યતત્ત્વો ના
For Private and Personal Use Only