________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
5
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SHRUTSAGAR
આત્માની પરમાત્મતા પ્રગટ કરવી.
જ્ઞાનયોગીની આચારક્રિયા પણ ફલભેદથી ભિન્ન ભિન્ન ભેદવાળી હોય છે.
रत्नशिक्षादृगन्या हि तन्नियोजनदृग् यथा ।
फलभेदात् तथाचारक्रियाप्यस्य विभिद्यते ||12|| अध्यात्मसार ॥
March-2016
For Private and Personal Use Only
રત્નની શિક્ષા દૃષ્ટિ અન્ય છે અને તેની નિયોજન દૃષ્ટિ અન્ય છે, તે પ્રમાણે ફલભેદથી આ યોગની આચાર ક્રિયા પણ ભેદવાળી થાય છે. જ્યાં ફલભેદ પડે ત્યાં યોગની આચારક્રિયા સ્વતઃ એવ ભેદાય છે એમ અનુભવ દૃષ્ટિથી અવલોકતાં અવબોધાય છે. જ્ઞાનયોગીઓની ફલભેદે ક્રિયાઓ ભિન્ન ભિન્ન પ્રકારની ગણાય છે. અધિકાર ભેદ ક્રિયાઓ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. જ્ઞાનીઓ સંકલ્પ વિકલ્પથી રહિત થઇને સ્વાધિકારે આચારમાં પ્રવૃત્તિ કરે છે. જ્ઞાનયોગીઓ પોતાને શું શું કર્તવ્ય છે તેનો નિર્ણય પોતાની મેળે કરીને જે કાલે જે ક્ષેત્રે જે યોગ્ય હોય છે તે કરે છે. જ્ઞાનયોગીઓ અહંવૃત્તિથી મરી જઇને અને દેહાધ્યાસાતીત નિર્વિકલ્પક આધ્યાત્મિક મહાવિદેહક્ષેત્ર કે જે પોતાના અસંખ્યાત પ્રદેશ રૂપ છે તેમાં અવતરે છે. અધ્યાત્મદૃષ્ટિએ આત્મારૂપ મહાવિદેહક્ષેત્રમાં સત્તાએ રહેલા પરમાત્માને ધ્યાવે છે અને બહિરથી દ્રવ્યક્ષેત્ર કાલથી યોગ્ય એવી ક્રિયાઓને અધ્યાત્મદૃષ્ટિએ કરે છે. આત્મજ્ઞાનીઓ આત્માની શિક્ષાદૃષ્ટિને ધારણ કરે છે અને પશ્ચાત્ આત્માના સુદ્ધ સ્વરૂપમાં પોતાની દૃષ્ટિને યોજે છે. શરીરને તેઓ ઉપરનું ખોખું-પડ છે એમ જાણીને તેમાં રહેલા આત્માને જુવે છે. ઔદારિક શરીરમાં રહેલા કાર્યણ અને તૈજસ શરીરથી ભિન્ન એવા આત્માને દેખવા દૃષ્ટિની યોજના કરે છે. સ્વાત્માને કાર્પણ અને તૈજસ શરીરથી ભિન્ન પાડીને તથા મનથી પોતાના આત્માને દૃષ્ટિ વડે ભિન્ન પાડીને ઠેઠ ઉંડા પોતાના સ્વરૂપમાં ઉતરી જાય છે. આત્મામાં ઉતર્યા બાદ પણ તેઓ અશુદ્ધ સ્વરૂપને ભિન્ન કરીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં કે જે સ્વરૂપ ખરેખર નામરૂપાદિથી તથા શબ્દાદિથી ભિન્ન જ્યોતિર્મય છે તેમાં જ્ઞાનદૃષ્ટિની યોજના કરે છે. પોતાના શુદ્ધ સ્વરૂપમાં જ્ઞાનદૃષ્ટિ વડે રમે છે. ફલભેદે તેમની દૃષ્ટિમાં ભેદ પડે છે તેમાં તેમની પરિણામ ધારા કારણીભૂત છે. ખરેખર શુદ્ધાધ્યવસાય થયા પશ્ચાત્ જ્ઞાનીઓની બાહ્ય તથા આન્તરિક ક્રિયામાં પરસ્પર સંબંધ રહેતો નથી તે વાતનો આત્મજ્ઞાનીઓને અનુભવ આવી શકે તેમ છે.
(મશઃ)