SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિવિધ જ્ઞાનભંડારોના સ્કેન ડેટાના સૂચિકરણનો પ્રારંભ ગજેન્દ્રભાઈ પઢિયાર રાષ્ટ્રસંત પ. પૂ. આ. ભ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા. ના શુભાશીર્વાદ સાથે આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર કોબા ખાતે રહેલી હસ્તપ્રતોનું વિસ્તૃત કોટલોગીંગ કાર્ય ચાલી રહ્યું છે તેની સાથે આ જ્ઞાનમંદિર એક નવું કદમ ભરવા જઈ રહ્યું છે. તેમાં આ સંસ્થા પાસે ભારતભરના અનેક પ્રાચીન જ્ઞાનભંડારોની હસ્તપ્રતોનો સ્કેન ડેટા સારી સંખ્યામાં ઉપલબ્ધ છે. જેમાં રહેલ કૃતિ, વિદ્વાન આદિ ઘણી બધી માહિતીઓ સંશોધનાદિ કાર્યોમાં બહુજ ઉપયોગી બની શકે તેમ છે. પ્રાથમિક તબક્કે આવશ્યક માહિતીઓ સાથે એકવારનું સૂચિકરણ કરવાના પ્લાનીંગ સાથે ૧૨ થી ૧૫ કાર્યકર્તાઓની એક ટીમ જ્ઞાનમંદિરની શહેર શાખા પાલડી ખાતે તૈયાર કરીને દિ.૨૦/૦૨/૨૦૧૬ શુભ દિને પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસંગમાં સંસ્થાના માનનીય ટ્રસ્ટીવર્ય શ્રી કિરીટભાઈકોબાવાલા, ટ્રસ્ટીવર્યશ્રી દર્શિતભાઈ શાહ, કારોબારી સભ્યશ્રી વિક્રમભાઈ રાણા, શ્રીડિમ્પલભાઈ મારફતીયા, શ્રીધનેશભાઈ શાહ આદિ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી કલ્પનાબેન શેઠના નેતૃત્વમાં ચાલનાર આ પ્રોજેક્ટને બિરદાવતા ઉપસ્થિત અનેક મહાનુભાવોએ પોતાનાં મંતવ્ય રજુ કર્યાં હતાં. પૂ. આ. ભ. શ્રી અજયસાગરસૂરીશ્વરજી મ.સા. ના આશીર્વચન પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું. અલ્પાહાર સાથે કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ થયો હતો. પાલડી ખાતે દિ. ૦૩/૦૩/૨૦૧૬ના રોજ પ. પૂ. આ. ભ. શ્રી અજયસાગરસૂરીશ્વરજી મ. સા.ના સાક્ષાત સાન્નિધ્યનો પણ લાભ મળ્યો હતો. પૂ.શ્રી તરફથી ટીમને આશીર્વચન, માર્ગદર્શન, કાર્યની મહત્તા, કાર્યમાં સમર્પણ ભાવ આદિ બાબતો પર બે દિવસ સારો એવો પ્રકાશ પાડવામાં આવ્યો હતો. अधिकारपदं प्राप्य नोपकारकरो यदि । अकारस्तस्य नश्यन्ति धिकारः प्राप्यते तदा ॥ For Private and Personal Use Only
SR No.525308
Book TitleShrutsagar 2016 03 Volume 02 10
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2016
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy