________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુવાણી
આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી आत्मज्ञाननी ज्योतिमां, सदा रहे आनंद। बुद्धिसागर ज्ञानीने, नडे न दुनिया फंद ॥१॥ प्रारब्धे जे जे थतुं, साक्षी त्यां निज होय। बुद्धिसागर ज्ञानीने, सहज भाव अवलोय ॥२॥ प्रारब्धे करणी थी, नहि करणीय विचार। बुद्धिसागर ज्ञानीनी, दशा अलौकिक धार ॥३॥ आत्मामां तृप्ति थतां, रहे न आशा लेश। बुद्धिसागर ज्ञानीने, सहजानंद हमेश ॥४॥ लेवू नहीं देवू नहीं, जगनी साथ लगार। बुद्धिसागर ज्ञानीने, सहजभाव निर्धार ॥५॥
અધ્યાત્મ દૃષ્ટિએ આત્મામાં લોકાલોક સમાઇ જાય છે. આત્મામાં શુભ પરિણામ રૂપ દિવ્ય ભાવનો આવિર્ભાવ તે અધ્યાત્મદૃષ્ટિએ સ્વર્ગ છે. આત્મામાં અશુભ પરિણામનો આવિર્ભવ તે અધ્યાત્મ દૃષ્ટિએ નરક છે. શુભ પરિણામ અને અશુભ પરિણામ એ બે સ્થૂલ જગતમાં સુખ દુઃખના હેતુભૂત છે. શુભ પરિણામ એ અશુભ પરિણામથી ભિન્ન એવા શુદ્ધ પરિણામમાં મોક્ષ છે. આત્મામાં શુદ્ધ પરિણામ રૂપે મોક્ષનો અધ્યાત્મ દૃષ્ટિએ આવિર્ભાવ થતાં શુભાશુભમાં કંઇ કર્તવ્ય જણાતું નથી અને કર્તવ્યની બુદ્ધિએ શુભાશુભની આચરણા થતી નથી. આત્મસંતુષ્ટ મુનિને ઇન્દ્ર વરદાન માગવા કહે તો તેને કંઇ વરદાન માગવાનું કર્તવ્ય જણાતું નથી. કોઇનું અશુભ કરવાનું પણ તેને રહેતું નથી. કારણકે શુભાશુભમાં ચિત્ત દેવું એ તેને ગમતું નથી. આવી આત્મજ્ઞાનયોગીની દશા વર્તે છે તેને અજ્ઞાનીઓ બહિ થી દેખી જાણી શકે નહિ. અજ્ઞાનીયોની દૃષ્ટિમાં જ્ઞાનયોગીની દશા દેખાય જ નહિ. જ્ઞાનયોગથી સંતુષ્ટ થએલનો આત્મા પૂજવા ધ્યાવવા યોગ્ય છે. તેમનું જ્ઞાનસ્વરૂપ આરાધવા તથા પ્રાપ્ત કરવા યોગ્ય છે.
આત્મજ્ઞાની અને આત્મ સંતુષ્ટને કંઇ કર્તવ્ય રહેતું નથી, તેનું કારણ નીચે મુજબ છે –
For Private and Personal Use Only