SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SHRUTSAGAR 17 February-2016 ઉપધાન સ્તવન આં. ૧ ઢાળ-૧ સમરી સરસતી શારદા રે, શીશ નમી ગુરુ પાય રે, ઉપધાન વિધિ ભાવે ભણું રે, સાંભળતાં સુખ થાઈ રે, શ્રી અરિહંતની સીખડી રે વીરજિણંદ સમોર્યા રે, રાજગૃહ ઉદ્યાન રે, બારઇ પરષદા તિહાં મલી રે, નિસુણઇ જિનવર વાણિ રે. ભવિઅણની હિત કરણી રે, આણી રિદય મઝારિ રે, શ્રાવક શ્રાવિકા સહુ રે, વહિયો ઉપધાન સાર રે. શ્રી ઉપધાન વહ્યા વિના રે, કિમ સુઝઇ નુકાર રે, શ્રી જિનવરની એ દેશના રે, સાંભલયો નરનારિરે. પહિલું બીજું અઢારીયું રે, ત્રીજું દિન પાંત્રીસ રે, ચોથું યાર છઠ્ઠ સાતનું રે, પાંચમુ દિન અઠ્ઠાવીસ રે. પહેલા બીજઇ જાંણયો રે, જાનતણો વિસ્તાર રે, બીજે ચ્યારે નંદી નહી રે, આણો મનિ નિરધાર રે. પહિલા ઉપધાન પ્રવેશની રે, સુયો વિધિ અભિરામ રે, શ્રાવક શ્રાવિકા મહોત્સવઈ રે, આવઈ ગુરુનઇ ઠામિ રે. નાલિકેર ચોખા લેઇ રે, હાથમાં મુખિ નવકાર રે, નંદી પ્રદક્ષણા દેઇનઇ રે, સચિત્ત કરઇ પરિહાર રે. ચ્ચાર પાઈએ નાણ હેઠલી રે, ગુહલી પંચ પ્રધાન રે, શ્રીફલ પાંચ તિહાં મુકી રે, ચોખા શેર પાંચનું માન રે. સવામણ ચોખા વલી રે, મુકો શકતિ જો હોઈ રે, નહિ તો નાણું ઉધડું રે, ધન મન તણું બલ જોઈ રે. ચોમુખ કઇ પંચતીરથી રે, ચોવીસવટો નિરધાર રે, વાતી ધૂપ ઉવેખીએ રે, ધૃત દીવો અધિકાર રે. હવઇ ઇરિયાવહી પડિકમી રે, ગુરુ મુખિ પૌષધ ઉચાર રે, પડિલેહણ આદેશ માંગી રે, ઇહાં એટલો અધિકાર રે. For Private and Personal Use Only
SR No.525307
Book TitleShrutsagar 2016 02 Volume 02 09
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2016
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy