SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 22 जनवरी-२०१६ श्रुतसागर જૈનોનું કેટલું માન હતું તેનું આ ફરમાન આપણને પૂરેપૂરું ભાન કરાવે છે. જૈનો સદાય ન્યાયપ્રિય, ધર્મપ્રિય, અને શાંતિપ્રિય રહ્યા છે. તેમણે અન્યાય અને અનીતિ સામે પુણ્યપ્રકોપ પ્રગટાવ્યો છે, સમાજની-પ્રજાની નેતાગીરી કરી છે અને પ્રજાના હિતમાં પોતાનું હિત માની રાજા અને પ્રજા વચ્ચે પુલરૂપ બની દેશભક્તિ અને પ્રજાહિતના કાર્યો કરી પોતાનાં ધર્મસ્થાનોની પણ ખૂબ ખૂબ રક્ષા કરી છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ફરમાનમાં શેઠ હરખા પરમાનંદજીએ સમ્રાટ્ જહાંગીરના દરબારમાં અરજી કરી, તે વખતના મહાન્ યુગલ જૈનાચાર્યો શ્રી વિજયસેનસૂરિ, શ્રી વિજયદેવસૂરિ અને ખુશહમ' નંદવિજય તેમનાં ધર્મસ્થાનો ઉપાશ્રયો અને મંદિરોની રક્ષાની માંગણી કરી છે. ધર્મસ્થાનોમાં કોઈ ઊતરે નહીં, આશાતના કરે નહીં અને ધર્મકાર્યમાં દખલ કરે નહીં તેમજ સિદ્ધિગિરિ-શત્રુંજય તીર્થ ઉપર જતાં યાત્રાળુઓનો કર માફ કરાવ્યો છે. અને આ ફરમાનમાં જણાવ્યા મુજબના દિવસોમાં અહિંસા-અમારી પળાવી છે. મોગલ સમ્રાટ્ અબકરના દરબારમાં જઈ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીએ જૈન શાસનની જે પ્રભાવના કરી, જૈન ધર્મનો જે પ્રચાર કર્યો અને જૈન સાધુઓનાં ત્યાગ-તપ-સંયમનો જે પ્રભાવ બેસાડ્યો અને અહિંસા ધર્મની જે ઉદ્ઘોષણા કરાવી, તે માર્ગ તેમના શિષ્ય-પ્રશિષ્યોમાં, શ્રાવકોમાં અને અન્ય ગચ્છીય આચાર્યો દ્વારા પણ ચાલુ રહ્યો હતો, જેનાં ફળ આપણે આવાં ફરમાનો દ્વારા જાણી શકીએ છીએ. આ છયે ફરમાનોનો સાક્ષર શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ કરેલો અનુવાદ, જૈન જનતા માટે ઉપયોગી સમજીને, ગૂજરાતી સાહિત્ય પરિષદના ઇ.સ. ૧૯૨૪ના અહેવાલમાંથી સાભર લઇને અહીં આપું છું. (જૈન સત્યપ્રકાશ વર્ષ-૯, અંક-૨ થી પુનઃ પ્રકાશિત) 1. સારી બુદ્ધિવાળા. ખુશહમનું બિરુદ બાદશાહ જહાંગીરે સિદ્ધિચંદ્રને આપ્યું છે તેમજ સમ્રાટ અકબરે નંદિવિજયને આપ્યાનું પ્રસિદ્ધ છે. આ નંદવિજયજી કદાચ એ જ હોય, ખુશહમ સારી બુદ્ધિવાળા. શ્રી વિજયસેનસૂરિજી જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના મુખ્ય પટ્ટધર છે. તેઓ પણ સમ્રાટ અકબરની વિનંતિથી લાહોર અકબરને મળ્યા હતા. શ્રી વિજયદેવસૂરિ, શ્રી વિજયસેનસૂરિજીના પટ્ટધર છે. અને સમ્રાટ જહાંગીર તેમને માંડવગઢમાં મળ્યો હતો. For Private and Personal Use Only
SR No.525306
Book TitleShrutsagar 2016 01 Volume 02 08
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2016
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy