SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SHRUTSAGAR January-2016 ચોથું ફરમાન આ ફરમાનમાં તો તે વખતના મુગલ સમ્રાટોની હિન્દુ જાતિ પ્રત્યે, હિન્દુ ધર્મ પ્રત્યેની નિષ્પક્ષપાત નીતિનું આછું દર્શન બહુ જ સુંદર રીતે થાય પ્રસંગ એવો છે કે સમ્રા શાહજહાં દિલ્હીના તખ્ત ઉપર ગાદીનશીન થયો છે. ન્યાય અને નીતિથી ભારતવર્ષનું પાલન કરે છે. આ વખતે ઔરંગઝેબને ગુજરાતની સૂબાગીરી સોંપાયેલી છે. એના ઝનૂની અને ધર્માધ સ્વભાવ મુજબ સૂબાગીરીના તોરમાં શેઠ શાંતિદાસે બંધાવેલા એક ભવ્ય જૈનમંદિર ઉપર તેની ધર્માધતાની ક્રૂર દૃષ્ટિ પડી છે અને ત્યાં થોડી મહેરાબ (કમાનો) બનાવી તેને મસીદ બનાવી છે. બાદશાહ પાસે આ સંબંધી ફરિયાદ જતાં બાદશાહે મહેરાબવાળા ભાગ અને જૈન મંદિર વચ્ચે દીવાલ ચણાવી લેવરાવી જૈન મંદિરમાં પૂર્વવત્ દર્શન પૂજન હક્ક-વ્યવસ્થા શાંતિદાસ શેઠની મરજી મુજબ થાય તેવો હુકમ આપ્યો છે, તેમજ કેટલાક ફકીરોએ ત્યાં ધામા નાખ્યા હશે અને મંદિરમાં જતા આવતા ભક્તોને અડચણ કરતા હશે, બાદશાહે તેમને માટે ત્યાંથી ઊઠી જવાનો હુકમ કાઢી મંદિરને અને ભક્તજનોને શાંતિ આપી છે. વળી તે વખતે ‘બાબરી' જાતના કેટલાક માણસો જૈન મંદિરની ઇમારતનો મસાલો ઉપાડી લુંટી ગયા છે તે પાછો અપાવવા અને તેમ ન બને તો રાજ્યના ખર્ચે તે મસાલોતેની કિંમત અપાવવાનું સૂચવ્યું છે. પોતાના પુત્રની પરવા કર્યા સિવાય બાદશાહ શાહજાહાંએ કરેલો આ હુકમ તેની નિષ્પક્ષ વૃત્તિનો અચૂક પુરાવો છે એમાં તો સંદેહ નથી જ. આ ફરમાન ૧૦૮૧ હીજરી સંવતનું છે. ફરમાન ઉપર મહોર સમ્રાહ્ના પુત્ર મહમદ દ્વારા શકુહની છે. પાંચમું ફરમાન શેઠ શાંતિદાસની મોગલ સમ્રા ના દરબારમાં કેટલી લાગવગ, કેટલું ચલણ હશે તે સૂચવે છે. શેઠના બાગબગીચા, હવેલીઓ, દુકાનો-પેઢીઓના રક્ષણ માટે આ ફરમાન છે. તેમને તેમનાં ફરજંદોને કે નોકરોને અડચણ ન પડે, તેમનાં બાગબગીચા, હવેલીઓમાં કોઈ અફસરોના ધામાં ન નંખાય, તેમજ તેમની મિલકત જપ્ત ન થાય, અને તેમના નોકરોને ભાડું વગેરે ઉઘરાવતાં કોઇ ડખલગીરી ન કરે તે સંબંધી સખત આજ્ઞા છે. આ ફરમાન હીજરી સં. ૧૦૪૫ નું છે. લેખના ઉપરના ભાગમાં મહોર સિક્કો સમ્રાટ શાહજહાંનો છે અને બીજો સિક્કો દારા શકુહનો છે. છઠ્ઠું ફરમાન આખા જૈન સંઘને લગતું છે. મોગલ સમ્રાટોના દરબારમાં For Private and Personal Use Only
SR No.525306
Book TitleShrutsagar 2016 01 Volume 02 08
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2016
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy