________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर
मार्च-२०१५
મળીને ભિન્ન ના થાશો
-
છે
જ
આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી મળ્યા તો હો મળી જાણો, હજારો સંકટો સહીને, વિચારીને વિચારો એ, મળીને ભિન્ન ના થાશો. ૧ પડે જો દૃષ્ટિમાં ભેદો, પડે આચારમાં ભેદો, કરી ઝટ ચિત્તને મોટું, મળીને ભિન્ન ના થાશો. વિચારો બહુ કરશે પૂર્વે, મળ્યા પહેલાં ઘણી વેળા, તજીને સ્વાર્થ સંબંધો, મળીને ભિન્ન ના થાશો. પડે જો ચિત્તમાં આંટી, મળ્યા પણ નહિ મળે સારું, ભલે આગળ ચઢો ભાવે મળીને ભિન્ન ના થાશો. મળ્યા જે અજ્ઞતા યોગે, મળ્યા જે મોહના યોગે, મળ્યા તે નહિ મળ્યા જાણો, મળીને ભિન્ન ના થાશો. ૫ વપુથી મેળ ના સાચા, નથી એ મેળ હસ્તોથી, હૃદયના શુદ્ધ સંબંધ, મળીને ભિન્ન ના થાશો. વપુમાં શસ્ત્ર ભોંકાતાં, વપનો નાશ પણ થાતાં. સહજ એ ધર્મ સંબંધે, મળીને ભિન્ન ના થાશો. નયોની બહુ અપેક્ષાએ, મળાતું સુવિચારોથી, મળાતું નય અપેક્ષાએ, મળીને ભિન્ન ના થાશો. મળ્યા પૂર્વે સહુ સાથે, મળો છો સર્વની સાથે, વિચારી સ્યાદ્વાદે એ, મળીને ભિન્ન ના થાશો. નથી ખાલી મળ્યા પણ કંઈ, હજુ મળશો સહુ સાથે, અનુભવ જ્ઞેય જ્ઞાન એ, મળીને ભિન્ન ના થાશો. મળી વ્યાપક બન્યા સૌથી, ગ્રહણ નો ત્યાગવાનું શું? અહો એ જ્ઞાનને જોયે, મળીને ભિન્ન ના થાશો. ૧૧ અનુભવ જ્ઞાનીના ઘટમાં, મળ્યાના ભેદ સૌ જાણે, બુધ્યબ્ધિ સન્ત લોકો એ, મળ્યા મળતા મળી રહેશે. ૧૨
For Private and Personal Use Only