________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુdiણી
આ. ઘઢસાગરસૂરિજી વિષય: સંસાર છે સંસાર ગ્રહણ કરવામાં દુરાચાર અને સંસારની કવાયતા પ્રાપ્ત થાય છે. સંસારના ત્યાગમાં સદાચાર અને સંસારનો ક્ષય પ્રાપ્ત થાય છે. સંસારનો ક્ષય થવાથી આત્મા સંસારનાં ભયંકર દુઃખોથી મુક્ત બને છે અને પરમ આનંદનો ભોક્તા બને છે. સંસાર ખારો ઝેર છે. તેને મીઠો બનાવવો હોય તો પ્રેમ અને સહિષ્ણુતાને
વ્યાપક બનાવો જેથી સંસાર પણ સુખમય લાગશે. આ સંસારના ભોગોમાં મૂર્ષિત થઈ ગયા તો યાદ રાખજો કે તમારી ખૂબ જ
ભયંકર દુર્દશા થશે, પછી ખૂબ પસ્તાવો થશે અને ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હશે. મરણ વખતે જ્યારે પસ્તાવો થશે, ત્યારે કાંઈ નહીં કરી શકો. અશક્ત હશો, યમરાજ સામે લેવા આવી જશે, પછી જાગ્રત થશો. ક આત્મામાં રહેલાં સાચા આનંદનો અનુભવ થાય તો સંસારને આનંદ સાવ ફિક્કો લાગે છે, પરમાત્માની સાથે જ એક વાર મિલન થઈ જાય તો સંસારનાં સર્વ સુખો તુચ્છ લાગે. સંસાર છે ત્યાં સુધી સમસ્યા રહેવાની જ છે. પણ સમાધિથી સમસ્યા શમે છે. આરાધનામાં જો સંસારનું ચિંતવન હશે તો તે આરાધના ફળવાની નથી. મનને અનુકૂળ વિષય ખૂબ ગમે છે અને તેને પકડી રાખે છે. જ્યારે પ્રતિકૂળ વિષય ગમતો નથી તેને તે છોડી દે છે. અનાદિ કાળના સંસ્કારને લીધે સંસાર મનને અનુકૂળ લાગે છે. આથી સંસારમાં મન, વિના પ્રયત્ન જતું રહે છે, જ્યારે પ્રયત્નો કરવા છતાંય મન અધ્યાત્મમાં લાગતું નથી. માણસ જ્યારે ગર્ભમાં અપાર દુઃખ પામે છે ત્યારે ભગવાનને યાદ કરીને કહે છે, “હે ભગવાન! મને ગર્ભમાંથી બહાર કાઢ. હું ધર્મ કરીશ, સદાચારનું પાલન કરીશ, ભક્તિ કરીશ, ધ્યાન ધરીશ, સદ્વિચારથી જિંદગી વ્યતીત કરીશ.’ પણ જ્યારે જન્મ થાય છે, સંસારની હવા લાગે છે ત્યારે તે ભગવાનને ભૂલી જાય છે.
For Private and Personal Use Only