SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २८ કવર - ૨૦૧૩ કરાવાય છે. પાર્શ્વનાથ પ્રભુની આવી દિવ્ય, ભવ્ય, વિશાળ અને સુંદર પ્રતિમા ભારત વર્ષમાં અન્યત્ર ક્યાંય નથી. પરમાત્માની સાથે સાથે આ તીર્થભૂમિનું પ્રાકૃતિક સૌંદર્ય પણ યાત્રિકો માટે શાતાનું કેન્દ્રબિન્દુ છે. ચારે બાજુ અનેક વાવડી અને કુવાઓ છે. આ સિવાય એક વિશાળ સુંદર સરોવર પણ છે. ગામના કિનારે એક કલકલ નાદ કરતું ઝરણું વહે છે. તીર્થના પરિસરથી બે માઈલ દૂર પૂર્વ દિશામાં કાલીસીંઘ નામની વિશાળ નદી વહે છે. પશ્ચિમમાં એક માઇલ દૂર કાલિદાસની પ્રિય “ક્ષિપ્રા” નદી વહે છે. બન્ને નદીઓના મધ્યમાં પહાડી ભાગ છે. આ તીર્થમાં આચાર્ય શ્રી જીનકુશલસૂરિજી મ. ની દાદાવાડી પણ છે. જેમાં સાડા પાંચ ફૂટની એક કાઉસગ્ગીયમુદ્રામાં જિનપ્રતિમા બિરાજમાન છે. તેમજ અહીં વિશાળ ૯ માળનું શ્રી ઋષભદેવ જિનાલય, દેવગુરૂ હ્રીંકારધામ' જિન ચૈત્યનું નિર્માણ થયું છે. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ અલૌકિક અને ચમત્કારિક છે. આ તીર્થની સાથે અનેક ચમત્કારની ઘટનાઓ સંકળાયેલી છે. મંદિરના સંકુલમાં ધર્મશાળા અને ભોજનશાળાની સુંદર સગવડ છે. આ પાવન તીર્થ અવશ્ય દર્શનીય અને વંદનીય સંપર્ક શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થ શ્રી જૈન શ્વેતામ્બર નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ પેઢી સ્ટેશન માલા, મુ. પો. ઉનહેલ - ૩૨૦૫૧૫ જિલ્લો - ઝાલાવાડ (રાજસ્થાન) ફોન – (૭૪૧૦) ૨૪૦૭૧૫ સંદર્ભ સાહિત્ય ૧. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ સંપુટ ભા. ૧-૨, મુનિશ્રી પ્રશાંતશેખરવિજય મ. (સંપા.), મુંબઈ, ઉગમરાજ ભંવરલાલજી શાહજી ૨. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થનો સારગર્ભિત ઇતિહાસ, પંન્યાસ શ્રી અભયસાગરજી મહારાજ સાહેબ ૩. શ્રી જૈન તીર્થની ઝલક, અમદાવાદ, હિંમતલાલ સકરચંદ શાહ ૪. જૈન તીર્થ માર્ગદર્શિકા, શાહ સુભદ્રાબેન નરોત્તમદાસ (સંકલન) ५. जैन तीर्थ परिचायिका, श्रीचन्द सुराना, आगरा, दिवाकर टैक्स्टो ग्राफिक्स For Private and Personal Use Only
SR No.525283
Book TitleShrutsagar Ank 2013 10 033
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2013
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy