SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નાગેશ્વર તીર્થ એક પથિથી નુભાઈ લ. શાહ - ભારત દેશ વિવિધ ધર્મોનો, વિવિધ શાતિઓનો, વિવિઘ સંસ્કૃતિઓના મિલનનો દેશ છે. ભારતમાં ધાર્મિક સહિષ્ણુતાનો જોટો નથી. ભારત ભૂમિના વિશાલ પટ પર અનેક તીર્થો વસેલાં છે. તીર્થ શબ્દની વ્યાખ્યા : “તને સંરક્ષરો યેન તીર્થનું અર્થાત્ તારે તે તીર્થ. ભારતની ધન્ય ધરા પર શ્રી પાર્શ્વનાથ ભગવાનના ૧૦૮ થી પણ વધારે તીર્થો આવેલાં છે. આ બધા તીર્થો પૈકી રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના ગંગાધર તાલુકામાં ઉન્હેલ ગામે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સીમા પર આવેલું શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ પોતાની ઐતિહાસિકતા અને પ્રાચીનતાથી પોતાની ખ્યાતિ પ્રસરાવી રહ્યું છે. જૈન અને જૈનેતર લોકોની અપૂર્વ શ્રદ્ધા આ તીર્થ પર છે. નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થમાં પ્રતિષ્ઠિત પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા લગભગ ૨૫૦૦ વર્ષ પ્રાચીન હોય એવું અનુમાન છે. પ્રતિમાના નિર્માણ માટે પાષાણના સ્થાને રત્નોનો ઉપયોગ વધારે શ્રેષ્ઠ મનાય છે. એ કારણસર આ પ્રતિમા મરકત માિની સમાન છે. મરકત મહિણની બનેલી આટલી વિશાળ પ્રતિમાનું નિર્માણ હજારો વર્ષ પૂર્વે જ સંભવી શકે. આજે પણ કુલપાકજી તીર્થમાં(આંધ્રપ્રદેશ) બિરાજમાન મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાન માણિક્યરત્ન નિર્મિત છે. સૌ પ્રથમ આ પ્રતિમા અહિછા નામની નગરીના સુવર્ણમંદિરમાં સ્થાપિત થઈ હતી. તે નગરી પ્રભુના જીવનકાળ દરમ્યાન વસેલી હતી. આ નગરી કોણ અને શા માટે વસાવી તેનો સંક્ષિપ્ત ઇતિહાસ નીચે પ્રમાણે છે. પાર્શ્વકુમાર કમઠ નામના એક પ્રભાવશાળી તાપસના તપની પ્રસંશા સાંભળી જોવા ગયા હતા. તાપસ ચારે દિશામાં ચાર અગ્નિકુંડોના તાપને સહન કરવાની કળા જનમેદની સમક્ષ પ્રત્યક્ષ કરી રહ્યો હતો. આ સમયે પાર્શ્વકમારે પોતાની દિવ્ય દૃષ્ટિથી એક લાકડામાં નાગ બળી રહ્યો છે જાણી તે લાકડું અલગ કઢાવી અર્ધજલિત લાકડામાંથી લાકડું ફડાવીને નાગને બહાર કઢાવ્યો. તે નાગને નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો. નાગ મરીને ધરણેન્દ્રના રૂપમાં ઉત્પન્ન થયો. પાર્થકુમારે તાપસને જણાવ્યું કે સાચી તપસ્યા જયણામાં છે. જયણા જ ધર્મ છે. જ્યાં જયણા ન હોય ત્યાં ધર્મ કે તપ સંભવી ન શકે. જેના કારણે તાપસનો અહમ્ ઘવાયો અને વેરની તીવ્ર ભાવનાની સાથે મરીને તે અસુર યોનિમાં મેઘકુમાર નિકાયમાં For Private and Personal Use Only
SR No.525283
Book TitleShrutsagar Ank 2013 10 033
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2013
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy