________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાસાગણ ગુણપ્રાર્થના
હિરેન દોશી
નમું આપના ઉપકારને, નમું આપના ઔદાર્યને નમું આપનાથી મેળવેલી પુણ્યની સમૃદ્ધિને વંદન હજારો આપને, વાત્સલ્યના દાતારને હે પદ્મસાગર પરમ ગુરુવર, પામવા આજે તને મારા ગુરુ હે પદ્મસાગર પામવા આજે તને
છે યાચના આજે ગુરુ તારા ચરણને ચૂમીને છે ઝંખના આજે ગુરુ તારા શરણને પામીને વિશ્વાસ છે મારા ગુરુ મુજ આશને અવધારીને હે પદ્મસાગર પરમ ગુરુવર, પામવા આજે તને
સંતપ્ત આ સંસારમાં જિનવચન શીતળ જળ બન્યું. આ જિનવચન તારા પ્રતાપે આત્મ તૃપ્તિકર બન્યું. તારા વિના આ દિવ્યષધ પ્રાપ્ત કદીય ના થયું હે પદ્મસાગર પરમ ગુરુવર, પામવા આજે તને
છે કાળનું વિચિત્રને, મુજ મન તણી જે કુટિલતા છે દુર્ગુણો સઘળા ગુરુ, અવિનય અને અપવિત્રતા બસ એક છે વિશ્વાસ તારો કામનો ને કિંમતી હે પદ્મસાગર પરમ ગુરુવર, પામવા આજે તને
સૂરજ અને વળી ચંદ્ર જળને પુષ્યમાં જે સરસતા એ સરસતાથી અધિકતા ગુરુ આપમાં જીવતી સદા તવ જીવનથી વિલસે સદા ઉપકારભાવ તણું ઝરણ હે પધસાગર પરમ ગુરુવર, પામવા આજે તને
For Private and Personal Use Only