SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફર सितम्बर - २०१३ ૧. આદિનાથવિવાહલો - કર્તા નીબો આ કૃતિમાં ૨૪૫ ગાથા છે. એનો ગ્રંથાગ ૪૦૦ શ્લોક જેટલો છે. એ આદિનાથને અંગેની કૃતિ છે. જેન. ગુ. ક. (ભા. ૩, ખં. ૧, પૃ. ૯૭૧)માં આની નોંધ કરાયેલી છે. એ ઉપરથી આની એક હાથપોથી શ્રાવિકા ચંપાના પઠનાર્થે વિ. સં. ૧૯૭પમાં લખાયાનું આપણે જાણી શકીએ છીએ. ૨. આદીશ્વરવિવાહલો - કર્તા ઋષભદાસ આનો વિષય ઉપલી કૃતિથી ભિન્ન નથી. એના કર્તા ખંભાતના શ્રાવક છે. એમણે અનેક રાસ રચ્યા છે. તેમાં ઋષભદેવનો રાસ વિ. સં. ૧૯૯રમાં અને હીરવિજયસૂરિરાસ વિ. સં. ૧૯૮૫માં રચાયેલ છે. એ ઉપરથી આપણે પ્રસ્તુત કૃતિને સત્તરમી સદીની કૃતિ ગણીએ તો તે ખોટું નથી. ૩. આદ્રકુમારવિવાહલુ - કર્તા સેવક આ ૪૬ ગાથાની કૃતિ છે. એ આદ્રકુમારને અનુલક્ષીને રચાયેલી છે. આ આદ્રકુમાર તે બેબિલોનનો ઈ. સ. પૂર્વે ૬૦૪માં સમ્રાટુ બનનાર નેબુચદનેઝારનો પુત્ર થાય છે એમ કેટલાક માને છે. વિશેષમાં પ્રભાસપાટણના એક તામ્રપત્ર ઉપરથી ડો. પ્રાણનાથ એમ કહે છે કે આ નેબુચદનેઝારે નેમિનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અંચળ-વિધિ ગચ્છના ગુણનિધાનસૂરિના પ્રસાદથી વિ. સં. ૧૫૯૦માં આદિનાથદેવરાસધવલ તેમ જ એ પૂર્વે ઋષભદેવવિવાહલુધવલબંધ રચનારા સેવકે આ આદ્રકુમારવિવાહલુ રચેલ છે. એમણે સીમંધરસ્વામિશોભાતરંગ નામની કૃતિ પણ રચી છે. ૪. ઋષભદેવવિવાહલુધવલ – કર્તા સેવક પહેલી બે કૃતિનો વિષય એ જ આનો વિષય છે. આદિનાથનું બીજું નામ ઋષભદેવ છે. આ ધવલ એક મહાકાય કૃતિ છે. એમાં ચુમ્માલીસ ઢાલ છે. એની રચના ઉપર્યુક્ત સેવકને હાથે વિ.સં. ૧૫૯૦ પૂર્વે થયેલી છે એમ એની વિ. સં. ૧પ૯૦ની હાથપોથી ઉપરથી જાણી શકાય છે. જે. ગૂ. ક. (ભા. ૩, ખં. ૧, પૃ. ૫૮૨-૩) માં આ કૃતિની શરૂઆતની ચાર ૧. જે. ગૂ. ક. ભા. ૭, પૃ. ૧૮૮, ૨. જે. ગૂ.ક. ભા. ૧, પૃ. ૩૧૦, ૩. જે. ગૂ. ક. ભા. ૧, પૃ. ૩૧૧. નવી આવૃત્તિમાં આ કૃતિ કર્તા શ્રીવંતના નામ સાથે જોડાયેલી છે. For Private and Personal Use Only
SR No.525282
Book TitleShrutsagar Ank 2013 09 032
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2013
Total Pages84
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy