SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुतसागर - ३२ કાવ્યોમાં આદ્ય સ્થાન ભોગવે છે. એ સૂરિ વિ. સં. ૧૪૮૦માં સ્વર્ગે સંચર્યા. (૮) સૌથી પ્રથમ પ્રાકૃતિક વર્ણનો ગુજરાતીમાં રજુ કરનાર કોઇ હોય તો તે વિનયપ્રભ છે એમ વિદ્વાનો કહે છે. એમણે આ વર્ણનો વિ. સં. ૧૪૧૨માં રચેલા ગૌતમસ્વામી રાસમાં આપ્યાં છે. (૯) વાણિજ્યમૂલક અને રૂપકગ્રન્થિરૂપ વિશિષ્ટતાથી વિભૂષિત આદ્ય ગુજરાતી કાવ્ય તે પ્રબોધચિન્તામણિ યાને ત્રિભુવનદીપકમબન્ધ છે. એના કર્તા જયશેખરસૂરિ છે અને એનો રચનાસમય વિ. સં. ૧૪૬૨ છે. (૧૦) ઉપર્યુક્ત જયશેખરના શિષ્ય માણિક્યસુન્દરે વિ.સં. ૧૪૭૮માં રચેલ પૃથ્વીચન્દ્રચરિત્ર યાને વાગ્વિલાસ ગુજરાતીમાં રચાયેલી પહેલી સવિસ્તર ગદ્યાત્મક ધર્મકથા છે. આનો ગદ્ય કાદમ્બરી તરીકે આપણા કવિઓ (પૃ. ૩૭૦)માં ઉલ્લેખ છે. આ ચરિત્ર પ્રા. ગુ. કા. સં. માં તેમજ પ્રા. ગુ. ગદ્ય સંદર્ભમાં છપાયેલું છે. (૧૧) વિ. સં. ૧૪૫૦માં કુલમંડનસૂરિએ મુગ્ધાવબોધ ઔક્તિક રચ્યું છે. એ તે સમયની ગુજરાતી ભાષા ઉપર પુષ્કળ પ્રકાશ પાડે છે. આ ઓક્તિકરૂપ સંસ્કૃત વ્યાકરણની, ગુજરાતી માધ્યમ દ્વારા, રચના કરાઈ છે. આ વ્યાકરણ મધ્યકાલીન ગુજરાતીના સીમાં પ્રાંત તરીકે દીપે છે. જુઓ આપણા કવિઓ (પૃ. ૩૫-૭), કોઈ સંગ્રામસિંહે આની પહેલાં બાલશિક્ષા નામનું ઔક્તિક રચ્યું છે. અને એની નકલ વિ.સં. ૧૩૩૬ જેટલી જૂની મળે છે. ૧૪મા શતકના ઉત્તરાર્ધમાં કે ૧૫મીના પૂર્વાર્ધમાં કોઈ ભટ્ટારક સોમપ્રભસૂરિએ ઔતિક રચ્યું છે. એ વિષેનો લેખ સ્વ. દલાલે લખ્યો છે. (જુઓ પાંચમો સાહિત્ય પરિષદ્ રિપોર્ટ). વિશેષમાં આ લેખમાં દેવભદ્રના શિષ્ય તિલકે ઉક્તિસંગ્રહ રચ્યનાનો ઉલ્લેખ છે. પણ સંસ્કૃત વ્યાકરણ ગુજરાતી માધ્યમથી સમજાવાયું છે. (૧૨) “અપભ્રંશ ભાષાનું વ્યાકરણ રચનારા તરીકે “કલિકાલસર્વજ્ઞ” હેમચન્દ્રસૂરિનું નામ જાણીતું છે. આની પહેલાંનું કોઈ વ્યાકરણ આ ભાષાને અંગે રચાયેલું હોય તો તે અત્યાર સુધી તો મળ્યું નથી. વિવાહલઉ-સુરતમાં “વિવાહ' શબ્દ “સગાઇ' એ અર્થમાં વપરાય છે. આવો અર્થ સંસ્કૃત કે પાઈય ભાષામાં નથી. ત્યાં તો એનો અર્થ “લગ્ન થાય છે. આ અર્થમાં જૂની ગુજરાતી ભાષામાં વિવાહલઉ, વિવાહલો, વીવાહલઉ ઇત્યાદી, શબ્દો વપરાયા છે. અહીં હું “વિવાહલઉ” સાહિત્ય તરીકે જે કૃતિઓ વિષે થોડોક ૨. આ કાવ્યો વિષે મેં “જૈન સત્ય પ્રકાશ” (વ. ૧૧, એ. ડ) માં કેટલાક નિર્દેશ કર્યો છે. For Private and Personal Use Only
SR No.525282
Book TitleShrutsagar Ank 2013 09 032
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2013
Total Pages84
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy