SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २० जुलाई - २०१३ ગાદી પરના સં. ૧૧૪૮ (ઇ. સ. ૧૦૯૨)ના લેખમાં તેની પ્રતિષ્ઠા આદિ જિનાલયમાં થઇ હોવાનો ઉલ્લેખ છે. ૫. શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર શ્રી નેમિનાથ ભગવાનના દેરાસરની દક્ષિણે લગભગ ૨૦૦ કદમ દૂર સમૂહનું છેલ્લું મંદિર આવેલું છે. આ શ્રી સંભવનાથનું મંદિર ચૈત્યપરિપાટીઓમાંથી જે તારવણી નીકળે છે તે પરથી તે મૂળે શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર હોવું જોઇએ. બધા મંદિરો કરતાં આ મંદિરની બાંધણી જુદી પડે છે અને પ્રમાણમાં નાનું પણ છે. આ મંદિરમાં દેવકુલિકાઓનો વિસ્તાર નથી તેમજ છ ચોકી પણ નથી. આ મંદિર મૂળગભારો, ગૂઢમંડપ, સભામંડપ, શૃંગાર ચોકી, કોટ તેમજ શિખરબંધી છે. મંદિરમાં પ્રદક્ષિણા પથ ભમતી નથી. દરેક દરવાજામાં મોટાભાગે કોરણી છે તેમજ શિખરમાં પણ કરણી કરેલી છે. આ આરાસણ ઊર્ફ શ્રી કુંભારિયાજીનું તીર્થ પ્રાચીન અને પ્રાભાવિક છે. વળી દેરાસરની કારીગરી ભવ્ય અને સુંદર છે. ચારે બાજુએ પર્વતમાળા હોવાથી કુદરતના સાનિધ્યને લીધે આ સ્થળ અભૂત લાગે છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ હવે આ તીર્થનો વહીવટ સંભાળ્યો હોઇ ધર્મશાળા-ભોજનશાળાની તેમજ અન્ય વ્યવસ્થાનું સુંદર આયોજન કર્યું છે. સંદર્ભ ગ્રંથ ૧. આરસીતીર્થ આરાસણ કુંભારિયાજી, શેઠ આણંદજી કલ્યાણજી અમદાવાદ ૨. શ્રી કુંભારીયાજી ઉર્ફે આરાસણ, મથુરાદાસ છગનલાલ શેઠ ૩. શ્રી આરાસણ તીર્થ અપરના શ્રી કુંભારીયાજી તીર્થ - મુનિ શ્રી વિશાલવિજયજી, પ્રકા. શ્રી યશોવિજય જૈન ગ્રંથમાલા ભાવનગર For Private and Personal Use Only
SR No.525280
Book TitleShrutsagar Ank 2013 07 030
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2013
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy