________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુંભારિયાજી તીર્થ એક પરિચય (શ્રી આરાસણ તીર્થ)
કનુભાઈ લ. શાહ
ભૂમિકા –
આબુ પર્વત ગુજરાતને રાજસ્થાનથી અલગ પાડે છે. આબુ પર્વતથી દક્ષિણપૂર્વ દિશામાં આરાસણના પહાડો આવેલા છે. આબુ પહાડથી દશ ગાઉ દૂર આરાસણના પહાડોની વચમાં પહેલાં આરાસણ નામે નગર હતું. આરાસણ નગરની ચારે બાજુ નાના મોટા પહાડ આવેલા હતા. તે વનરાજીથી ભરેલા હતા. તેમાં અસંખ્ય જાતિની ઔષધિઓના છોડ મળતા હતા. મહત્વની વાત એ છે કે આ પહાડોમાં ખનીજ ભરપૂર છે. આ આરાસણ નગરની પશ્ચિમે પ્રખ્યાત શ્રી અંબાજી માતાનું મંદિર આવેલું છે.
શ્રી ‘વસ્તુપાલચરિત્ર'માં શ્રી જિનહર્ષગણિની નીચે પ્રમાણે નોંધ મળે છે - 'प्रासादं जगदाह्लादं प्रासादादम्बिकोद्भवात् ।
समुद्धृत्य नगोत्तुङ्गं नेमिनः स्वामिनः पुनः ॥ पुण्यात्मा पासलिर्मन्त्री चित्रप्राचिकृतापरः । व्यधादारासणक्षोणीधरं रैवतदैवतम् ।।'
‘દેવોને પણ આશ્ચર્ય પમાડનાર પુણ્યાત્મા પાસલિ મંત્રીએ અંબિકાદેવીના પ્રસાદથી જગતને આનંદ આપનાર તથા પર્વત સમાન ઉન્નત એવા શ્રી નેમિનાથ ભગવાનના ચૈત્યનો ઉદ્ધાર કરાવીને આરાસણ પર્વતને રૈવતાચલ જેવો બનાવી દીધો.' આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે શ્રી નેમિનાથ ભગવનના દેરાસરનો પાસલિ મંત્રીએ જીર્ણોદ્ધાર કરાવ્યો છે. તો આ મંદિર ખૂબ પુરાણું હોવું જોઇએ.
આ આરાસણ નગર જૂનું હતું. તેનાં પ્રમાણો જૈન ધર્મના પ્રાચીન પુસ્તકોમાંથી મળી આવે છે. ‘વિમલપ્રબંધ'માં આરાસણ'ની હકીકત મળે છે. અહીંના સ્થાનિક શિલાલેખોમાં આરાસણા, આરાસણાકર, આરાસણ, આરાસણાનગર અને આરાસણપુર નામથી ઉલ્લેખો મળે છે. ડૉ. ભાંડારકરના મત મુજબ ‘આરાસ’ (આરસ) એટલે જેને ગુજરાતીમાં ‘પથ્થર’ કહે છે તે હશે. તેથી આ પહાડની ૧. વિમલ પ્રબંધ ખંડ ૪ ચોપાઇ ૭૦, ખંડ ૬, ઢાળ ૮, ખંડ ૮ મો ચોપાઇ ૫૮, ૨.અર્બુદાચલ પ્રદક્ષિણા શિલાલેખ સર્રાહ (આબુ ભાગ-૫) નં. ૩ના ૧૧૧૮ના શિલાલેખમાં 'આરાસણા'નો ઉલ્લેખ છે. એજ પ્રકારે અન્ય નાોના પણ ઉલ્લેખ છે.
For Private and Personal Use Only