________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
अप्रैल - २०१३ એમના દ્વારા પ્રાપ્ત થતી કૃતિઓનો આંશિક પરિચય વિ. સં. ૧૩૭માં વિજયાદશમીના દિવસે પ્રાકૃતમાં ૨૦૫ ગાથાઓમાં વાસ્તુશાસ્ત્ર સંબંધી વાસ્તુસાર નામના ગ્રંથની રચના કરી, ગૃહ-પ્રકરણ, બિંબપરીક્ષા, અને પ્રાસાદ-પ્રકરણ એમ ત્રણ ખંડમાં વિભાજિત વાસ્તુસાર મધ્યકાલીન શિલ્પશાસ્ત્ર અને તત્કાલીન શૈલી ઉપર નવો જ અભ્યાસ આપે છે. તો વિ. સં.૧૩૭પમાં ૧૪૯ ગાથાઓમાં ભારતીય સાહિત્યના અદ્ભૂત ગ્રંથ સમાન દ્રવ્ય પરીક્ષા (મુદ્રાશાસ્ત્ર સંબંધી) ની રચના કરી. ગણિત વિષયક ગણિતસાર નામના મહત્ત્વપૂર્ણ ગ્રંથની ૩૧૧ ગાથામાં રચના કરી, ખરતરગચ્છીય મુનિશ્રી કાંતિસાગરજી મહારાજે ઠકુર ફેરુના નામે ભૂગર્ભપ્રકાશ (વિ. સં. ૧૩૭૬, શ્લોક ૩૧ ભાષા સંસ્કૃત) નામનો એક ગ્રંથ પણ ઉલ્લેખિત કર્યો છે. જે હજુ સુધી ક્યાંયથી પ્રાપ્ત થયો નથી. ઠક્કર ફેરુની રચનાઓ પ્રાકૃત પ્રધાન રહી છે. માત્ર યુગપ્રધાન ચોપાઈની ભાષામાં પ્રાકૃત અને અપ્રભંશની છાંટ ઉતરી આવી છે. એમની કૃતિઓમાં વિર્ય વિષય લોકોપયોગી અને લોકવ્યવહાર પ્રધાન હોવાથી ઠક્કુર ફેરુએ પ્રાકૃત ભાષાની બહુ સરળ શૈલીનો જ ઉપયોગ કર્યો છે.
ઠક્કુર ફેરુ કજ્ઞાણાના નિવાસી હતા, પરંતુ પાછળથી દિલ્લીમાં આવીને રહ્યા, ઠકકુર ફેરુ અલ્લાઉદ્દીન ખીલજીના રાજ્યદરબારમાં ઉચ્ચ-પદે પ્રતિષ્ઠિત હતા, અલ્લાઉદ્દીન ખીલજીના કોશાગારનો કાર્યભાર ઠકુર ફેરુ સંભાળતા હતા, આ વાત એમણે દ્રવ્યપરીક્ષા અને રત્નપરીક્ષા નામના ગ્રંથની રચનાના પ્રારંભમાં જણાવી છે. દ્રવ્ય પરીક્ષા ગ્રંથના ઉલ્લેખાનુસાર દિલ્લીની ટંકશાળમાં કામ કરતાં કરતાં મુદ્રાઓ(દ્રવ્ય)ના અનુભવના આધારે અને રત્નપરીક્ષા ગ્રંથના ઉલ્લેખ અનુસાર અલ્લાઉદ્દીન ખીલજીને રત્નાગારમાં રત્નોનું પોતાની આંખે કુશળ પરીક્ષકો દ્વારા રત્નના યથાર્થ સ્વરૂપ અને શ્રેષ્ઠતાનું જ્ઞાન પ્રાપ્ત કરીને, રત્નોની વિવિધ પ્રકારે પરીક્ષાઓ ફરી, એની સત્યતાની ખાતરી કરીને એમાંથી મળેલા અનુભવોને આધારે આ ગ્રંથોની રચના કરી છે.
जे नाणा मुद्दाई सिरि ढिल्लिय टंकसाल कज्जठिए, अणुभूय करिवि-पत्तिउ वन्हि मुहे जह पयाउ घियं ।।२।।
(દ્રવ્ય પરીક્ષા) अल्लावदीणकलिकाल चक्कवट्टिस्स कोसमज्झत्थं, रयणायरु ब्व रयणुच्चयं च नियदिट्ठिए दट्टुं ।।४।।
(ત્નપરીક્ષા)
For Private and Personal Use Only