________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યોતિર્વિદ્ આચાર્ય શ્રી અરુણોદયસાગ૨સરીશ્વરજી મ. સા. પંચાંગ ગણિતજ્ઞ પંન્યાસ શ્રી અરવિંદસાગરજી મ. સા. શ્રી સીમંધરસ્વામિ પ્રત્યક્ષ પંચાંગનું નામ, શ્રી સીમંધરસ્વામિ જૈન મહાતીર્થ, મહેસાણાની સ્મૃતિમાં રાખવામાં આવ્યું છે. ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા.ના આશીર્વાદથી શ્રી સીમંધરસ્વામિ પ્રત્યક્ષ પંચાંગના પ્રથમ અંકનું વિમોચન આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજાની શુભનિશ્રામાં ઈ. સ. ૧૯૭૯માં નિપાણી - કર્ણાટકમાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના હસ્તે સમ્પન્ન થયેલ હતું. આ જ્યારે પ. પૂ. રાષ્ટ્રસંત આચાર્ય ભગવંતશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં ૩૪મા અંક (વિક્રમ સંવત ૨૦૬૯-૭૦)નું વિમોચન ઈ. સ. ૨૦૧૨માં શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના જ હાલના પ્રમુખ શેઠશ્રી સંવેગભાઈ લાલભાઈના હસ્તે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા ખાતે સમ્પન્ન થયું હતું. અખિલ ભારતીય શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘનું 34 વર્ષથી સતત પ્રકાશિત થતું એક માત્ર આ પંચાંગ જૈનોના ચારેય ફિરકાઓને અત્યંત ઉપયોગી બન્યું છે. નોંધ - પ. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને આ પંચાંગ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. સંપર્ક સૂત્ર : શ્રી અરુણોદય ફાઉન્ડેશન મો. 9925495474 Email : morakhiya.rushabh@gmail.com TO, अंक प्रकाशन सौजन्य : श्री अरुणोदय फाउन्डेशन अहमदाबाद BOOK-POST / PRINTED MATTER For Private and Personal Use Only