SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિ.સં.૨૦૬૧-માર્ગશીર્ષ २१ શ્રીવાઘપૂજાકથા - શ્રીવાઘપૂજાકથામાં કુલ ૧૫૯ શ્લોક છે અને બધા જ શ્લોક અનુભુ છંદમાં છે. આ કથામાં જિનેશ્વરપ્રભુને વાઘ દ્વારા સંગીત સંભળાવવાની વિધિ જણાવવામાં આવી છે. આ વાઘપૂજા કરવાથી રાજાશાહીકુળમાં જન્મ, સમૃદ્ધ રાજ્ય તેમજ સંગીત, વાદ્ય વગાડવા માટેની કુશળતા પ્રાપ્ત થાય છે અને સંગીત સમ્રાટ બને છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીનાટકપૂજાકથા - શ્રીનાટકપૂજાકથામાં કુલ ૧૬૨ શ્લોક છે અને બધા જ શ્લોક અનુભુ છંદમાં છે. આ કથામાં જિનેશ્વરપ્રભુને નાટ્ય દ્વારા અર્ચન કરવાની વિધિ જણાવવામાં આવી છે. આ અર્ચન કરવાથી રાજાશાહીકુળમાં જન્મ, સમૃદ્ધ રાજ્ય, ઉત્તમ પ્રકૃતિ તેમજ ઉત્તમ નાટ્યકાર અને ઉત્તમ નૃત્યકાર બને છે. ઉપસંહાર પ્રત્યેક કથામાં નાયક પોતાના પુણ્યકર્મથી અર્થાત્ પૂર્વ જન્મમાં જિનેશ્વરપ્રભુની પૂજા કરવાથી ઉચ્ચકુળમાં અથવા રાજાશાહીકુળમાં જન્મ પ્રાપ્ત કરે છે તેવું દર્શાવવામાં આવ્યું છે. આથી એમ સ્પષ્ટ થાય છે કે જિનેશ્વરપ્રભુની નિત્ય પૂજા કરવી જોઈએ. આથી તે સમયમાં જિનેશ્વરપૂજનનું વિશેષ મહત્ત્વ સિદ્ધ થાય છે. માણિક્યસુંદરસૂરિએ આ ગ્રન્થમાં વિશેષરૂપથી ભક્તિરસનો પ્રયોગ કર્યો છે તેમજ માધુર્ય અને પ્રસાદનો પણ પ્રયોગ કર્યો છે. દૈનિક જીવનનાં ઉદાહરણો સાથે કથાનું રસપૂર્વક વર્ણન સુંદર રીતે કરવામાં આવ્યું છે. જેથી સામાન્ય માણસને પણ તે સમજવામાં સરળતા રહે તેવી ભાષા શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. કથામાં પોતાના વિચારોને સુંદર રીતે પ્રસ્તુત કરી શકાય તે માટે અનુષ્ટુમ્ છંદનો વ્યાપક ઉપયોગ કરેલ છે અને તેમણે વસંતતિલકા, દોધક, માલિની અને ઉપજાતિ છંદનો ઉપયોગ પણ કરેલ છે. આથી એમ સિદ્ધ થાય છે કે માણિક્યસુંદરસૂરિ છંદશાસ્ત્રના વિદ્વાનુ છે એમાં શંકા નથી. માણિક્યસુંદરસૂરિએ પોતાના ગ્રન્થમાં ઉપમા, વિનોક્તિ, સોક્તિ, એકાવલી વગેરે અલંકારોનો પણ પ્રયોગ કર્યો છે. તેમણે સુભાષિતનો પણ તેમની રચનામાં પ્રયોગ કર્યો છે, તે આ મુજબ છે - पृथिव्यां त्रीणि रत्नानि जलमन्त्रं सुभाषितम् । મૂઢ: પાષાળવન્રેજી રત્નસંજ્ઞાઽમિથીયતે ||૧/૪૧|| बालसखित्वमकारणहास्यं स्त्रीषु विवादमसज्जनसेवा । गर्दभयानमसंस्कृतवाक्यं षट्सु नरा लघुतामुपयान्ति । १६ / ३६ ।। विद्यया बहुरूपिण्या रूपाणि च सहस्रशः । जायन्ते कौतुकं नात्र विद्याभिः किं न साध्यते ।1९/९०11 विद्याद्वयेन सिद्धेन यत्र तत्र स्थितो रिपुः । हेलया हन्यते मित्र साधने युक्तिरुच्यते ।।९ / ९१ ।। यत्र सिंहो वसत्यद्रौ साध्यते तत्र सा निशि । વિદ્યાં સાથયતઃ પુંતો હરિ: શાન્તોઽતિષ્ઠતે ૫૫૬/૧૨/ कोकिलानां स्वरो रूपं नारीरूपं पतिव्रता । વિદ્યારૂપ રૂપાળાં ક્ષમાપં સર્વસ્વનામ્ ।19૬/૨૮।। માણિક્યસુંદરસૂરિ મ. સા. શ્રેષ્ઠ વિદ્વાન અને જિનેશ્વરપ્રભુના ૫૨મઉપાસક જણાય છે. કારણ કે તેઓ આ ૧૭ પૂજાકથા દ્વારા આપણને જિનેશ્વરપ્રભુનું પૂજન અને ૧૭ પ્રકારની પૂજા તરફ પ્રેરણા પ્રદાન કરે છે. ૧. ગુજરાતી વિશ્વકોશ, પ્રમુખ સંપાદક - ધીરુભાઈ ઠાકર, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ, ૧૯૯૯, પૃ. ૫૬૩ ૨. શ્રી સ્નાત્રપૂજા થા, સંકલનકર્તા પ.પૂ. મુનિરાજ સર્વોદયસાગરજી મ. સા. અને સંપાદક પ. પૂ. મુનિરાજ ઉદયરત્નસાગરજી મ. સા. પ્રકાશક - શ્રી ચારિત્રરત્ન ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ, અમલનેર, પૃ. ૧ For Private and Personal Use Only
SR No.525273
Book TitleShrutsagar Ank 2012 12 023
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy