________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
दिसम्बर २०१२ જિનેશ્વરપ્રભુને પુષ્પ અર્પણ કરવાની વિધિ જણાવવામાં આવી છે. જો ભક્ત શ્રદ્ધાપૂર્વક જિનેશ્વરપ્રભુને પુષ્પ અર્પણ કરે તો તે મનુષ્યને સારું પ્રારબ્ધ, રાજાશાહીકુળમાં જન્મ, સૌમ્યતા અને કલ્યાણ પ્રાપ્ત થાય છે.
શ્રીમાળાપૂજાકથા - શ્રીમાળાપૂજાકથામાં કુલ ૮૦ શ્લોક છે. તેમાં ૩૬મો શ્લોક દોધક છંદમાં છે. એ સિવાયના બધા જ લોક અનુષ્ટ્રમ્ છંદમાં છે. આ કથામાં જિનેશ્વરપ્રભુને માળા અર્પણ કરવાની વિધિ જણાવવામાં આવી છે. ભક્ત શ્રદ્ધાપૂર્વક માળા જિનેશ્વરપ્રભુને અર્પણ કરે તો તેનો ઉત્તમકુળમાં જન્મ, સમૃદ્ધ રાજ્યની પ્રાપ્તિ અને આત્માને આનંદ પ્રાપ્ત થાય છે.
શ્રીવર્ણપૂજાકથા - શ્રીવર્ણપૂજા કથામાં કુલ ૬૮ શ્લોક છે અને બધા જ લોક અનુષ્ટ્રમ્ છંદમાં છે. આ કથામાં જિનેશ્વરપ્રભુને રંગબેરંગી પુષ્પોથી પૂજન કરવાની વિધિ જણાવવામાં આવી છે. આ વર્ણપૂજાના ફળસ્વરૂપે સમૃદ્ધરાજ્યની પ્રાપ્તિ અને કૃત્રિમ પુષ્પોને કુદરતી પુષ્પો બનાવવાની શક્તિ પ્રાપ્ત થાય છે. શત્રુઓની શક્તિને બિનઅસરકારક બનાવે છે અને મનોવાંછિત વસ્તુની પ્રાપ્તિ થાય છે.
શ્રીકપૂરપૂજાકથા - શ્રીકŞરપૂજાકથામાં કુલ ૧૨૪ શ્લોક છે. ૧ થી ૧૨૩ શ્લોક અનુષ્ટ્રભુ છંદમાં છે. અંતિમ શ્લોક વસંતતિલકા છંદમાં છે. આ કથામાં જિનેશ્વરપ્રભુને કપૂરપૂજન કરવાની વિધિ જણાવવામાં આવી છે. આ કપૂરપૂજા દ્વારા ભક્ત કુશાગ્ર બુદ્ધિ, સારું પ્રારબ્ધ અને અનંતકાળ સુધી આનંદની પ્રાપ્તિ કરે છે.
શ્રી ધ્વજારોહણપૂજાકથા - શ્રી ધ્વજારોહણપૂજકથામાં કુલ ૧૨૩ શ્લોક છે. જેમાં ૪૭મો લોક માલિની છંદમાં છે અને ૬૩મો શ્લોક ઉપજાતિ છંદમાં છે. આના સિવાયના બધા જ લોક અનુષ્ટ્રમ્ છંદમાં છે. આ કથામાં જિનેશ્વરપ્રભુને ધ્વજારોહણ પૂજન કરવાની વિધિ જણાવવામાં આવી છે. જિનેશ્વરપ્રભુને ભક્ત જો શ્રદ્ધાપૂર્વક ધ્વજા અર્પણ કરે તો તેને રાજ્યની પ્રાપ્તિ થાય છે અને અષ્ટાપદનું બહુમાન મેળવે છે.
જણાપુજાકથા - શ્રીઆભૂષણપૂજાકથામાં કુલ ૮૨ શ્લોક છે અને બધા જ લોક અનુભૂ છંદમાં છે, આ કથામાં જિનેશ્વરપ્રભુને આભૂષણ અર્પણ કરવાની વિધિ જણાવવામાં આવી છે. જિનેશ્વરપ્રભુને આભૂષણથી શણગાર કરે તો ભક્તની સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને દિવ્ય સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
શ્રીપુષ્પગૃહપૂજાકથા - શ્રીપુષ્પગૃહપૂજાકથામાં કુલ ૬૪ લોક છે અને બધા જ શ્લોક અનુષ્ટ્રમ્ છંદમાં છે. આ કથામાં જિનેશ્વરપ્રભુને પુષ્પોથી શણગાર કરવાની વિધિ જણાવવામાં આવી છે. જો કોઈ ભક્ત આ પ્રમાણે જિનેશ્વરપ્રભુના શણગાર કરે તો તે ધનવાન બને છે અને વિશાળ રાજ્યને પ્રાપ્ત કરે છે. તેમજ મોટા ઉદ્યાનવાળી સુંદર હવેલી પ્રાપ્ત કરે છે.
શ્રીપુષ્પપ્રકરપૂજાકથા - શ્રીપુષ્પપ્રકરપૂજા કથામાં કુલ ૩૮ શ્લોક છે. અંતિમ શ્લોક વસંતતિલકા છંદમાં છે. બાકીના બધા જ શ્લોક અનુષ્ટ્રમ્ છંદમાં છે. આ કથામાં જિનેશ્વરપ્રભુને પુષ્પગુચ્છ અથવા પુષ્પના ઢગલાથી પૂજન કરવાની વિધિ જણાવવામાં આવી છે. આ પુષ્પપ્રકરપૂજા કરવાથી સમૃદ્ધ રાજ્યની પ્રાપ્તિ થાય છે અને પોતાનું કલ્યાણ થાય છે.
શ્રીઅષ્ટમંગલપૂજાકથા – શ્રીઅષ્ટમંગલપૂજાકથામાં કુલ ૩૯ શ્લોક છે અને બધા જ શ્લોક અનુષ્ટ્રમ્ છંદમાં છે. આ કથામાં જિનેશ્વરપ્રભુને આઠ પવિત્ર મંત્રો બોલી ચોખા અર્પણ કરવાની વિધિ જણાવવામાં આવી છે. આ અષ્ટમંગલપૂજા કરવાથી ભક્ત રાજાશાહી કુળમાં જન્મે છે, અખંડ રાજ્યની પ્રાપ્તિ થાય છે તેમજ ઉત્કર્ષની સાથે સાથે ઉત્તમ પત્નીનું સુખ મેળવે છે.
શ્રીધૂપપૂજાકથા - શ્રીધૂપપૂજા કથામાં કુલ ૧૦૭ શ્લોક છે અને બધા જ શ્લોક અનુભુ છંદમાં છે. આ કથામાં જિનેશ્વરપ્રભુને ધૂપ કરવાની વિધિ જણાવવામાં આવી છે. જો કોઈ ભક્ત આ ધૂપપૂજા કરે તો તે સમૃદ્ધ રાજ્યની પ્રાપ્તિ કરે છે, કયા સુગંધિત થાય છે, મને સંતોષી થાય છે અને તે દુર્ગધને દૂર કરવાને શક્તિમાન થાય છે.
શ્રીગીતપૂજાકથા – શ્રીગીતપૂજાકથામાં કુલ ૮૨ શ્લોક છે અને બધા જ શ્લોક અનુષ્ટ્રભુ છંદમાં છે. આ કથામાં જિનેશ્વરપ્રભુને ગીત અર્પણ કરવાની વિધિ જણાવવામાં આવી છે. આ ગીતપૂજા કરવાથી રાજાશાહીકુળમાં જન્મ, સમૃદ્ધ રાજ્ય, ગીતકળામાં કુશળ, ગંધર્વમાળાની પ્રાપ્તિ, ઉન્મત્ત હાથીને વશમાં કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે તેમજ સુખ અને શાંતિ મેળવે છે.
For Private and Personal Use Only