SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ नवम्बर २०१२ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર સંક્ષિપ્ત કાર્ય અહેવાલ, ઓકટોબર-૧૨ જ્ઞાનમંદિરના વિવિધ વિભાગોના કાર્યોમાંથી ઓક્ટોબર માસમાં થયેલાં મુખ્ય મુખ્ય કાર્યોની ઝલક નીચે પ્રમાણે છે - ૧. હસ્તપ્રત કેટલૉગ પ્રકાશન કાર્ય અંતર્ગત ભાગ ૧૪ માટે કુલ-૭૮૬ પ્રતો સાથે કુલ-૧૫૬૨ કૃતિલિંક થઈ અને આ માસાંત સુધીમાં કુલ ૪૩૬૮ લિંક કરવામાં આવી છે. ૨. હસ્તપ્રત વિભાગ હેઠળ ફોર્મ ભરવાં, કમ્યુટર ઉપર પ્રાથમિક માહિતીઓ ભરવી, ગ્રંથ ઉપર નામ-નંબર લખવા, રેપર તૈયાર કરવા, તાડપત્રોની સફાઈ-પૉલિશ, ફ્યુમિગ્રેશન તથા સ્કેનીંગ કાર્ય માટે હસ્તપ્રત ઈશ્ય-રીસીવ પ્રક્રિયા આદિ રાબેતા મુજબ કાર્યો કરવામાં આવ્યાં. ૩. હસ્તપ્રત સ્કેનીંગ પ્રોજેક્ટ હેઠળ હસ્તપ્રતોના ૮૪૧૨૯ પાનાઓનું સ્કેન કરવામાં આવ્યું, ૪. વિશ્વ કલ્યાણ ગ્રંથ પુનઃ પ્રકાશન પ્રોજેક્ટ હેઠળ ૬૫ પાનાઓની ડબલ એન્ટ્રી કરવામાં આવી. ૫. લાયબ્રેરી વિભાગમાં જુદા જુદા ૧૧ દાતાઓ તરફતી ૪૩૫ પુસ્તકો ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયાં. ૬. લાયબ્રેરી વિભાગમાં ૧૦૧ પ્રકાશનનોની સંપૂર્ણ માહિતી સુધારવામાં આવી તથા વિવિધ પ્રકાશનો સાથે ૨૧૩ - પેટાંકની સંપૂર્ણ માહિતીઓ ભરવામાં આવી તથા તેની સાથે યોગ્ય કૃતિ લિંક કરવામાં આવી. ૭. મેગેઝિન વિભાગમાં ૩૩૪ પેટાંકની સંપૂર્ણ માહિતીઓ ભરવામાં આવી તથા તેની સાથે યોગ્ય કૃતિ લિંક કરવામાં આવી. ૮. સંભવનાથ જૈન આરાધના કેન્દ્ર, તારંગાના જ્ઞાનભંડારને ૬૫૦ પુસ્તકો ભેટ સ્વરૂપ આપવામાં આવ્યાં. ૯. ૨૧ વાચકોને હસ્તપ્રત તથા પ્રકાશનોના ૪૩૪૯ પાનાની પ્રીન્ટ કૉપીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ સિવાય વાચકોને કુલ ૯૫૧ પુસ્તકો ઈશ્ય થયાં તથા ૧૦૦૦ પુસ્તકો જમા લેવામાં આવ્યાં. વાચક સેવા અંતર્ગત નીચે પ્રમાણે માહિતી પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા વિદ્વાનોને આપવામાં આવી. a. આ. શ્રી રામલાલજી મ.સા.ને દશવૈકાલિકસૂત્ર, જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ આદી ગ્રંથોની પ્રકાશિત-અપ્રકાશિત કૃતિઓની માહિતી પ્રીન્ટ કરી મોકલાવી. b. પ. પૂ. શ્રી ધર્મરત્ન મ.સા.ને ઉપદેશપદ, ઓઘનિર્યુક્તિ આદી ગ્રંથોની પ્રકાશિત-અપ્રકાશિત કૃતિઓની માહિતી પ્રીન્ટ કરી મોકલાવી. c. ૫. પૂ. શ્રી તીર્થભદ્રવિજયજી મ.સા.ને આદીનાથ ચરિત્ર તથા પાર્શ્વનાથ ચરિત્ર આદી ગ્રંથોની પ્રકાશિત અપ્રકાશિત કૃતિઓની માહિતી પ્રીન્ટ કરી મોકલાવી. d. ૫. પૂ. આ. શ્રી શીલચંદ્રસૂરિજી મ.સા.ને શ્રમણ મેગેઝિનમાંથી વિદગ્ધમુખમંડન કાવ્ય-(સં.)દર્પણ ટીકા-(હિ.) વિવરણ ના લેખની પીડીએફ ફાઈલ મોકલાવી. (૨ પેજ) e. ૫. પૂ. શ્રી ભાવપ્રેમવિજયજી મ.સા.ને તેમના લીસ્ટ પ્રમાણે પ્રકાશિત ગ્રંથોની માહિતી તૈયાર કરી મોકલાવી. f. શ્રીમતી ઉષાબેન, મુંબઈને નેમિ-રાજીમતિ સંબંધિત વિવિધ સ્તવનો તથા વિદ્વાનોની માહિતી તૈયાર કરી મોકલાવી. g, શ્રી બાબુલાલજીને તેમની જરૂરીયાત મુજબ વિવિધ ગ્રંથોના પ્રકાશિત તથા અપ્રકાશિત ગ્રંથોની માહિતી મોકલાવી. h, મુનિશ્રી સુયશચંદ્રવિજયજી મ.સા.ને તેમના લીસ્ટ પ્રમાણે વિવિધ હસ્તપ્રત ગ્રંથોની માહિતી મોકલાવી. ૧૦. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયની ૮૧૨ યાત્રાળુઓએ મુલાકાત લીધી. ૧૧. આ. ભગવંતશ્રી જયઘોષસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ઉર્મિલભાઈને, ઈર્લા-વિલેપાર્લાના જ્ઞાનભંડાર માટે પ. પૂજ્ય આ ભગવંતશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી મ. સાહેબના સાહિત્યના બે સેટ ભેટ મોકલાવ્યા. ૧૨, સિરોહીના મહારાજા શ્રી રઘુવીરસિંગ પ. પૂ. ગુરુ મહારાજ શ્રીના વંદનાર્થે આવેલા. તેઓશ્રીએ જ્ઞાનમંદિરની મુલાકાત લઈને નીચે દર્શાવેલ અભિપ્રાય આપ્યો છે. "Acharya Shri Padmasagarsuri Maharaj Saheb has rendered yeoman service by collecting and preserving the great cultural and literary heritage of India. I have no words to express my gratitude on my own behalf and on behalf of the nation" His highness Maharajadhiraj Maharao Raghuveer sing Sirohi For Private and Personal Use Only
SR No.525272
Book TitleShrutsagar Ank 2012 11 022
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy